ગર્ભાવસ્થા દરમિયાન આ શારિરિક ફેરફારો છે સામાન્ય, જાણો તમે પણ અને ચિંતા છોડીને એન્જોય કરો આ દિવસોને

ગર્ભાવસ્થા તમારા શરીરના એક-એક ભાગને અસર કરે છે. તમારા વાળથી લઈને તમારા પગના અંગુઠાના નખ સુધી. અહીં અમે તમને જણાવીશું કે કેવા પરિવર્તનો આવી શકે છે અને તે અંગે તમારે શું કરવું જોઈએ.

8 અઠવાડિયાની ગર્ભાવસ્થાના લક્ષણો

image source

તમારા સ્તનઃ ગર્ભાવસ્થાના શરૂઆતના સમયમાં બની શકે કે તે નરમ અને મોટા થઈ જાય. જેમ જેમ ગર્ભાવસ્થા આગળ વધથી જશે તેમ તેમ તમારા સ્તન ધાવણ માટે તૈયાર થતાં જશે, તે વધારે મોટા થતા જશે અને બની શકે કે તે પ્રસુતિ પહેલાં જ દૂધ ઉત્પન્ન કરવા લાગે જેને આપણે પહેલું ધાવણ એટલે કે કોલોસ્ટ્રમ કહીએ છીએ. એ વાતની ખાસ કાળજી રાખો કે તમે યોગ્ય ફિટિંગવાળી બ્રા પહેરો જે તમને આરામની સાથે સાથે સપોર્ટ પણ આપે.
કન્જેશનઃ કન્જેશન એટલે શરીરમાં લોહીનો અતિભરાવો. તેના કારણે તમારું નાક પણ વહેવા લાગે છે અને તે પણ ગર્ભાવસ્થાની જ અસર છે. હેલ્થ ફૂડની દુકાનમાં તમને નેટી પોટ નામનું એક નાનકડું ડિવાઇઝ મળશે જેનાથી તમે તમારા નાકને બરાબર સાફ કરી શકો છો.

image source

અવારનવાર પેશાબ આવવોઃ તમારી ગર્ભાવસ્થા દરમિયાન તમારા શરીરમાં લોહીનું પ્રમાણ વધે છે, જે તમારી કીડનીઓ પર વધારાનું દબાણ કરે છે આ ઉપરાંત તમારા ગર્ભમાં રહેલા બાળકના વજનના કારણે પણ મૂત્રાશય પર પ્રેશર વધે છે જેના કારણે તમને અવારનવાર પેશાબ આવે છે. જે એક સાવ સામાન્ય લક્ષણ છે.

image source

મોઢા અને દાંતમાં ફેરફાર થાય છેઃ તમારા શરીરને વધારાનું કેલ્શિયમ જોઈએ છે જો તમે તેને તમારા ખોરાક વડે પુરું ન પાડો તો તે તમારા હાડકા અને દાંતમાંથી કેલ્શિયમને ચોરે છે. તમે જોશો કે તમારા પેઢામાં પણ અવારનવાર લોહી નીકળતું હશે, જે પ્રેગ્નેન્સિ હોર્મોન્સના કારણે થતું હોય છે. તમારા દાત અને પેઢાની ડેન્ટિસ્ટ પાસે તપાસ કરાવો. (એક્સ-રે વગર), અને નિયમિત બ્રશ કરી તમારા દાંતની સંભાળ રાખો.

image source

દુખાવો અને કળતરઃ ગર્ભાવસ્થા દરમિયાન, તમારા આખા શરીરમાં હાડકાના સાંધા તેમજ રજ્જુઓ તમારા બાળકના વિકાસ અને પ્રસુતિ દરમિયાન તેને બહાર કાઢવામાં મદદ કરે છે. જેના કારણે તમને દુઃખાવો થાય છે, ખાસ કરીને પેડુમાં દુઃખાવો થાય છે. તમે તમારા બન્ને અથવા કોઈ એક હાથના અંગુઠામાં દુઃખાવો અનુભવો છો જે જ્ઞાનતંતુઓના સંકોચનના કારણે થાય છે. તેના માટે તમે ડોક્ટરની સલાહ પ્રમાણે દવા લઈ શકો છો અથવા તો તે માટે હાથની કેટલીક એક્સર્સાઇઝ પણ કરી શકો છો.

image source

શ્વાસ ટૂંકા થવાઃ ગર્ભાવસ્થાના અંતે, જ્યારે બાળક તમારા ઉદરપટલ બહાર દબાણ કરી રહ્યું હોય, ત્યારે તમને વધારે હવા નથી મળતી. જેને ટુંકા શ્વાસની સમસ્યા કહેવાય છે. તે તમને ધીમા પડવા માટેનું સંકેત છે. જો તમે અસ્વસ્થતા અનુભવતા હોવ તો એક પડખે સુઈ જવું જેથી કરીને તમે લાંબો શ્વાસ લઈ શકો.

image source

કબજિયાતઃ આ લક્ષણ માટે તમે ફરી તમારા પ્રેગ્નેન્સી હોર્મોન્સનો આભાર માની શકો છો. જાડો કરતી વખતે જોર ન કરો તેનાથી તમને હરસમસા થઈ શકે છે. તેના કરતાં કબજિયાતને દૂર કરવાની સામાન્ય સલાહોને અનુસરોઃ નિયમિત વ્યાયામ કરો, પુષ્કળ પાણી પીઓ અને તમારા ભોજનમાં રેશાયુક્ત ખોરાકનો વધારો કરો. તેમ છતાં તમને કબજિયાત રહેતો હોય, તો તે માટેની દવા લો.

હાર્ટ બર્ન અને ગેસઃ આ અનુભવ મોટાભાગની ગર્ભવતિ સ્ત્રીઓને થાય છે. જે મોટાભાગે ત્રીજા ટ્રાઇમેસ્ટરમાં થાય છે. પ્રિસ્ક્રિપ્શન વગરની કેટલીક દવાથી તમારી આ તકલીફ દૂર થઈ શકે છે. તેમ છતાં તે માટે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

image source

પગ ખેંચાવાઃ બની શકે કે તમારા પગ ખેંચાય, ગોટલા ચડે, એવું લાગે કે તમારા પગમાં કંઈક ફરી રહ્યું છે. ખાસ કરીને રાત્રી દરમિયાન તમને તમારા પગ હલાવવામાં તકલીફ પડવી. આ સમસ્યા કદાચ તમને તમારા શરીરમાં આયર્નની તેમજ પોટેશિયમની ઉણપને કારણે થઈ શકે છે. સુતા પહેલાં પગ ખેંચવા અથવા તો હળવો વ્યાયામ કરવાથી તમને રાહત મળી શકે છે. તમે ખોરાકમાં કેળાનું પ્રમાણ વધારીને શરીરમાં પોટેશિયમ મેળવીને પણ આ તકલીફ દૂર કરી શકો છો. તેમજ આયર્નનું પ્રમાણ પણ વધારી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત