બીજુ બધુ સાઇડમાં મુકીને અપનાવો આ દાદીમાંના નુસ્ખા, ક્યારે નહિં થાય છાતીમાં બળતરા

છાતીમાં બળતરાની દવાઓથી ડાયાબિટીઝના જોખમમાં 24 ટકાનો વધારો થાય છે.

સંશોધનકારોએ 2 મિલિયન યુએસ નાગરિકોના તબીબી ડેટામાંથી પરિણામો મેળવ્યા છે.

વારંવાર ઉપયોગમાં લેવાતા પ્રોટોન પમ્પ ઇન્હિબિટર (પીપીઆઈ) દવા હાર્ટબર્નના લક્ષણો ઘટાડે છે.પરંતુ એક નવા સંશોધનમાં એવું કહેવામાં આવ્યું છે કે હાર્ટબર્નમાં મદદ કરતી દવાઓનો ઉપયોગ ટાઇપ -2 ડાયાબિટીઝનું જોખમ વધારે છે.

છાતીમાં થતી બળતરા દૂર કરવા માટેની દવાઓથી ડાયાબિટીઝનું જોખમ

ચીનના સંશોધનકારોએ યુએસના 2 લાખથી વધુ નાગરિકોના તબીબી ડેટામાંથી પરિણામો મેળવ્યા છે.તેઓએ શોધી કાઢ્યું કે છાતીની બળતરા પ્રોટોન પમ્પ ઇન્હિબિટર જેમ કે સિફેક્સ,નેક્સિયમ,પ્રિલોસેક,પ્રેવાસિડ, પ્રોટોનિક્સ જેવી દવાઓના નિયમિત સેવનથી ટાઇપ -2 ડાયાબિટીસ થવાનું જોખમ 24 ટકા વધી ગયું છે.તેમણે એમ પણ કહ્યું હતું કે પ્રોટોન પમ્પ ઇન્હિબિટરનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી,ડાયાબિટીઝની મુશ્કેલીમાં વધારો થયો હતો.

image source

એક મેગેઝિનએ તેની ઓનલાઇન આવૃત્તિમાં 28 સપ્ટેમ્બરમાં લખ્યું છે કે “પી.પી.આઈ.ના નિયમિત સેવનથી ટાઇપ -2 ડાયાબિટીસ થવાનું જોખમ વધે છે.જ્યારે લાંબા સમય સુધી દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આ રોગમાં વધારો થઈ શકે છે,” અગાઉ થયેલા સંશોધનથી અહેવાલ આપ્યો હતો કે પીપીઆઈ દવાઓના લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી કિડની રોગ,હાડકાની નબળાઇ અને પાચનમાં સમસ્યા થઈ શકે છે.પરંતુ અહેવાલમાં સંશોધકોએ સલાહ આપી છે કે લાંબા સમયથી પી.પી.આઈ.નો ઉપયોગ કરનારાઓએ બ્લડ સુગર પર નજર રાખવી જોઈએ.જેથી ડાયાબિટીઝના જોખમ વિશે શોધી શકાય.

સંશોધનકારોએ જણાવ્યું હતું કે ડાયાબિટીઝના જોખમમાં 24 ટકાનો વધારો થાય છે

image source

સંશોધનકારોએ જણાવ્યું હતું કે જ્યારે દર્દીઓએ પી.પી.આઈનું સેવન કરવાનું બંધ કર્યું,ત્યારે તેમના ડાયાબિટીઝનું જોખમ પણ ટૂંક સમયમાં ઘટ્યું હતું.પરંતુ એ નોંધવું મહત્વપૂર્ણ છે કે પીપીઆઈ અને ડાયાબિટીઝ વચ્ચેનું કારણ અને અસર સાબિત કરવા માટે સંશોધન કરવામાં આવ્યું ન હતું.તેમનું કહેવું છે કે નવું સંશોધન બંને વચ્ચેના સંબંધને જ જાહેર કરે છે.

પેટમાં વધી રહેલી એસિડિટીને કારણે ખોરાકનો થોડોક ભાગ પલટી જાય છે અને પેટની નળીમાં જાય છે.જેના કારણે છાતીના નીચેના ભાગમાં તીવ્ર બળતરા થાય છે.ડોક્ટરોના જણાવ્યા અનુસાર તેને ‘છાતીમાં થતી બળતરા’ અથવા ‘હાર્ટ બર્ન’ પણ કહેવામાં આવે છે.છાતીમાં બળતરા દૂર કરવા માટે પીપીઆઈ પ્રકારની દવાઓ સરળતાથી મળી રહે છે.

image source

છાતીમાં થતી બળતરા દૂર કરવા માટે તમે ઘરેલુ ઉપાય પણ અપનાવી શકો છો,જે કારણે તમારી સમસ્યા પણ દૂર થશે અને તમને કોઈ આડઅસર પણ નહીં થાય.

-આદુ છાતીમાં થતી બળતરાને દૂર કરવામાં ખૂબ અસરકારક સાબિત થાય છે.આ માટે તમારે જમ્યા પછી આદુ ચાવવું અથવા આદુની ચા પીવાથી પણ તમે આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.

image source

-મુલેઠીમાં ઘણા આયુર્વેદિક ઘટકો હોય છે જે છાતીમાં બળતરાથી ત્વરિત રાહત આપે છે.આ માટે તમે મુલેઠીના મૂળિયા પીસીને પાવડર બનાવો અને આ પાવડરને નિયમિતપણે લો.

-તુલસીના કુદરતી ગુણધર્મ વિશે દરેક લોકો જાણે જ છે,તુલસી એ અનેક રોગોનો ઇલાજ છે.તુલસી છાતીમાં થતી બળતરા પણ દૂર કરે છે,આ માટે માત્ર સવારે ઉઠો અને તુલસીના કેટલાક પાન ચાવો.આ પાન આખો દિવસ તમારું પેટ ઠંડુ રાખશે અને તમને ગેસ કે બળતરાની કોઈ ફરિયાદ નહીં રહે.

image source

-લીંબુમાં વિટામિન સી ભરપુર માત્રામાં હોય છે.જ્યારે લીંબુ પાણી અને લીંબુવાળું કોઈપણ પીણું પીવામાં આવે,ત્યારે તે પિત્તનો રસ બનાવે છે.આ પિત્તનો રસ ખોરાકને પચાવવાનું કામ કરે છે.જો તમે દિવસમાં બે વાર કાળા મીઠા સાથે લીંબુનો રસ મિક્ષ કરી પીશો તો તમને બળતરાની સમસ્યામાં રાહત મળશે.

-મૂળાનું સેવન અથવા મૂળાના રસનું સેવન કરવાથી પણ છાતીમાં થતી બળતરા દૂર થશે.

image source

-જો તમે દિવસમાં એકવાર નાળિયેર પાણીનું સેવન કરો છો તો આ પાણી તમને છાતીમાં થતી બળતરાથી રાહત આપશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત