ગર્ભનિરોધક દવાની આડઅસરોને અવગણશો નહીં

તમને એ ખ્યાલ હશે કે વજવ વધવું, સ્તન નરમ થવા એ બર્થ કંટ્રોલ પિલ્સ એટલે કે ગર્ભનિરોધક ગોળીની સામાન્ય આડઅસરો છે. ગર્ભનિરોધક ગોળીઓની કેટલીક આડઅસરો સમય થતાં જતી રહે છે પણ કેટલીક તેમની તેમજ રહે છે અને તેના કારણે જીવને જોખમમાં મુકનારી કેટલીક ગંભીર સ્થિતિ પણ સર્જાઈ શકે છે.

હાંફળાફાંફળા ના થઈ જાઓ, ચિંતા ના કરો – મોટા ભાગની સ્ત્રીઓને ગર્ભનિરોધકથી કોઈ જ સમસ્યા નથી હોતી. પણ તમારે એ જાણવું જરૂરી છે કે ગર્ભનિરોધકની કેટલીક આડઅસરો સામાન્ય નથી હોતી અને તેને તમારે અવગણવી જોઈએ નહીં.

image source

જો તમારા મનમાં કોઈપણ જાતનો પ્રશ્ન ઉભો થાય તો તમારે તરત જ તમારા ડોક્ટર સાથે તે વિષે વાત કરવી જોઈએ. ગર્ભનિરોધક ગોળીઓ લેવાથી તમારી તબિયત ન બગડવી જોઈએ અને તમે અસ્વસ્થ પણ ન થવા જોઈએ. તમારી પાસે ઘણા બધા વિકલ્પો છે. તમને તમારા ડોક્ટર તે માટે ગોળીની બ્રાન્ડ બદલવા કે અન્ય કોઈ રીત અપનાવવા માટે મદદ કરશે કે જે તમારા માટે અનુકુળ રહે.

તમે બીજા કોઈ પ્રકારનું કોન્ટ્રાસેપ્શન ચાલું કરો તે પહેલાં તમારી ગર્ભનિરોધક ગોળીઓ લેવાનું બંધ ન કરતાં. નહીંતર તમે તમારી જાતને પ્રેગ્નન્સીના જોખમમાં મુકી દેશો.

આંખો સુકાઈ જવાની સમસ્યા

image source

જ્યારે તમે ગર્ભનિરોધક ગોળી લો છો ત્યારે તમારી આંખો સુકાઈ જવી તે સાવ સામાન્ય બાબત છે પણ તે તમારી દ્રષ્ટિને અસર કરી શકે છે. પણ જો સુકાયેલી આંખોની સાથે સાથે તમને તેમાંથી પાણી નીકળવાની પણ ફરિયાદ રહેતી હોય તો તમારે એકવાર તમારા ડોક્ટરને મળી લેવું જોઈએ. આ ઉપરાંત બીજી કોઈ સમસ્યા ન હોય તો તમે સેલિન આઇ ડ્રોપ્સ દ્વારા રાહત મેળવી શકો છો.

લોહીના ગઠ્ઠા

image source

લેહીના ગઠ્ઠા એ એક અસામાન્ય અને ખુબ જ ઓછી જોવા મળતી સમસ્યા છે પણ તે ગર્ભનિરોધક ગોળીની એક ગંભીર આડઅસર છે. જો તમે ધૂમ્રપાન કરતાં હોવ અથવા 35થી વધારે ઉંમરના હોવ તો જોખમ વધી જાય છે. લોહીના આ ગઠ્ઠા સામાન્ય રીતે તમારા પેડુમાં વિકાસ પામે છે પણ જો તે તમારા ફેફસામાં પહોંચી જાય તો તેનાથી તમારા સ્વાસ્થ્ય માટે મોટું જોખમ સર્જાય છે. જો તમારી પગની પીંડીમાં પીડા રહેતી હોય, પેડુમાં દુખતું હોય, છાતીમાં દુઃખતું હોય અને શ્વાસ ટુંકા થઈ જતાં હોય તો તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. ધૂમ્રપાન અને મેદસ્વિતા આ જોખમને વધારી શકે છે.

માઇગ્રેઇન્સ

image source

ગર્ભનિરોધક ગોળી કેટલીક સ્ત્રીઓમાં ગંભીર માઇગ્રેઇન્સની સમસ્યાને વેગ આપે છે. એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે અંતઃસ્ત્રાવમાં ઘટાડો થવાથી માઇગ્રેઇન્સને વેગ મળે છે. કેટલીક સ્ત્રીઓમાં માઇગ્રેઇનની તકલીફ અસહનિય બની જાય છે. ખાસ કરીને દવાઓ વચ્ચેના વિરામો અથવા તો ડમી પીલ્સ વખતે આ સમસ્યા વધી જાય છે. જો તમને પહેલેથી માઇગ્રેઇન્સ છે ? તો તેમ કદાચ ધ્યાન આપ્યું હશે કે જ્યારે તમે ગોળી લેતા હશો ત્યારે તમારો માથાનો દુઃખાવો વધી જતો હશે. જે મોટે ભાગે તમારા પિરિયડ પહેલાં અથવા પછી થતું હોય છે. જો તમને ઔરા (દ્રષ્ટિને લગતાં લક્ષણો, જેમ કે નજર જાંખી થવી, અથવા થોડીવાર માટે કંઈ દેખાવું નહીં અથવા પ્રકાશ ઝાંખો દેખાવો અથવા ઝિકઝેક લાઈન દેખાવી)સાથે માઇગ્રેઇન થતું હોય તો ગર્ભનિરોધક ગોળી લેવાથી તમે સ્ટ્રોકના ગભીર જોખમમાં મુકાઈ જશો. ગર્ભનિરોધક ગોળી નહીં લેવાનું આ પણ એક કારણ છે. તે માટે તમારે તમારા ડોક્ટર પાસે અન્ય વિકલ્પ માટે સલાહ લેવી જોઈએ.

ખજવાળની સમસ્યા

image source

જો તમે ગર્ભનિરોધક ગોળી લેતા હોવ અને તમને ડાયાબિટીસનો, તેમજ ઉચ્ચ શર્કરા અને આલ્કોહોલ અથવા નબળી રોગપ્રતિકારક ક્ષમતાની સમસ્યા હશે તો તમને ખજવાળની સમસ્યા ઉભી થઈ શકે છે. તો તે માટે તમે યોનિ માટેની એન્ટિફંગલ ક્રિમનો ઉપયોગ કરી શકો છો. જો આ સમસ્યા ગંભીર હોય તો તમે તમારી ગર્ભનિરોધની રીત બદલી શકો છો.

ડીપ્રેશન (નિરાશા)-

image source

ડિપ્રેશન ઘણા બધા પરિબળોને કારણે ઉભું થઈ શકે છે. જો તમે પહેલાં પણ ડિપ્રેશનમાં ગયા હશો તો કદાચ ગર્ભનિરોધક ગોળી લેતી વખતે પણ ડિપ્રેશન આવે તેવી શક્યતા વધારે છે. એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે ગોળીમાં જે સિન્થેટિક્સ હોર્મોન્સ છે તે કેટલીક હદે તમારા ન્યુરોટ્રાન્સમિટર્સ બેલેન્સને અસર કરી શકે છે અથવાતો મગજના રસાયણને અસંતુલિત કરી શકે છે. જો તમારું ડિપ્રેશન ગર્ભનિરોધક ગોળીના કારણે છે તો તમારે ગર્ભનિરોધ માટે કોઈ નોનહોર્મોનલ વિકલ્પ પસંદ કરવો જોઈશે.

પીડાદાયક સમાગમ

image source

હળવા ડોઝની ગર્ભનિરોધક ગોળીથી તમે સેક્સ દરમિયાન અનકમ્ફર્ટેબલ અનુભવો છો અને પેડુની ગંભીર પિડા પણ થઈ શકે છે. તે કદાચ અંતઃસ્ત્રાવ (હોર્મોનન્સ)ના નીચા પ્રમાણના કારણે હોઈ શકે. જે તમને કેટલીક સેક્સ સમસ્યાઓ તરફ દોરી જાય છે. તે માટે તમે તમારા ડોક્ટરની સલાહ લઈ શકો છો અને તમારી ગર્ભનિરોધક ગોળી પણ બદલી શકો છો.

ભારે રક્તસ્ત્રાવ

image source

ઘણી સ્ત્રીઓ જ્યારે ગર્ભનિરોધક ગોળી પર હોય છે ત્યારે તેમને ભારે રક્તસ્ત્રાવની ફરિયાદ થતી હોય છે. સામાન્ય રીતે ગર્ભનિરોધક પર રહેતી મહિલાઓને સામાન્ય રક્તસ્ત્રાવ થતો હોય છે. પણ જ્યારે તમે ગર્ભનિરોધક ગોળી લેતા હોવ અને તમને વધારે રક્તસ્ત્રાવ થતો હોય તો તમારે ચિંતા કરવી જોઈએ. આ સ્થિતિમાં તમે એનિમિયાના જોખમમાં મુકાઈ શકો છો. એનિમિયામાં તમારા શરીરના લોહીમાંની લાલ રક્ત કોષિકાઓનું પ્રમાણ ઘટી જાય છે. જો તમને હેવિ બ્લિડિંગ થતું હોય તો તમારે તરત જ તમારા ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને સલાહ લેવી જોઈએ.

અન્ય લક્ષણોઃ

છાતીમાં દુઃખાવો થવો અથવા અસ્વસ્થતા

પેટમાં કે પેડુમાં અસહ્ય દુઃખાવો

તમારી ત્વચા અથવા આંખો પીળી થવી

image source

ઔરા (આંખો ઝાંખી થવી, ઝિકઝેક લાઈન દેખાવી)

ઉબકા, પરસેવો વળવો અને શ્વાસ લેવામાં તકલીફની સાથેસાથે અચાનક પીઠ/જડબામાં દુઃખાવો થવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત