જો આ ઉપાય કરશો તો ઠંડીની સિઝનમાં ક્યારે નહિં થાય કોઇ એલર્જી, જલદી જાણી લો તમે પણ

જેમ જેમ હવામાન બદલાય છે, લોકોને શરદી-ઉધરસ અથવા એલર્જી જેવી સમસ્યાઓ થવા લાગે છે. ઘણી વખત આ એલર્જી ખોટું ખાવાથી અને કોઈપણ ત્વચાના ઉત્પાદને કારણે થતી નથી. ઉલ્ટાનું ઘરની સફાઈ યોગ્ય રીતે ન કરવાથી અને ઘણી નાની-મોટી વસ્તુઓની બેદરકારી પણ એલર્જીનું કારણ બને છે. તેથી, હવામાનમાં પરિવર્તનની સાથે કેટલીક બાબતોની કાળજી લેવી જરૂરી છે, જેથી કોઈ એલર્જી ન થાય. તો ચાલો જાણીએ કેવી રીતે ઠંડીમાં એલર્જીથી પોતાને બચાવવુ જોઈએ.

કપડાં તડકામાં રાખો

image source

શિયાળો આવે ત્યારે પહેલા ગરમ વસ્ત્રોનો તડકામાં સૂકાવો અને પછી જ તેનો ઉપયોગ કરો. આ કરવાથી મહિનાઓ સુધી કબાટમાં રાખેલા કપડાંને યોગ્ય હવા અને સૂર્યપ્રકાશ મળશે, જેના કારણે તેમાં રહેલા જંતુઓ પણ મરી જશે.

રોજ નહાવાનું

ઠંડા વાતાવરણમાં લોકો દરરોજ નહાવાનું ટાળે છે. પરંતુ જો તમે પણ ઠંડીના દિવસોમાં દરરોજ નાહવાનું ટાળશો તો તમારા શરીરમાં ફોલ્લીઓ થઈ શકે છે. ધ્યાનમાં રાખો કે જો તમને ત્વચાની એલર્જી હોય તો દરરોજ સ્નાન કરો.

ઘરના બગીચામાં ફૂલો લગાવો

image source

રાત રાણી અને ચંપા જેવા ફૂલો ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે. આ ઉપરાંત તે તમને ત્વચા અને શ્વસનની સમસ્યાઓમાં પણ આરામ આપે છે. શિયાળાના દિવસોમાં આ ફૂલો આપણે વધુ ફાયદાઓ આપે છે તેથી તમારા ઘરના બચીમાં ફૂલો લગાવો.

વેક્યૂમ ક્લીનરથી ઘરની સફાઈ કરો

image source

જ્યારે હવામાન બદલાય છે, ત્યારે કપડાંની સાથે ઘરની સફાઇ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી ઠંડા હવામાનની શરૂઆત થતાં જ ઘરને વેક્યૂમ ક્લીનરથી સાફ કરો. આનાથી ઘરના ખૂણામાં હાજર બધી ગંદકી અને સૂક્ષ્મજંતુઓ સાફ થઈ જશે.

બહાર જતા સમયે ચેહરો ઢાંકો

ત્વચાની એલર્જીથી બચવા માટે જ્યારે પણ તમે ઘરની બહાર જાઓ ત્યારે તમારો ચેહરો દુપટ્ટાથી અથવા કોઈ રૂમાલથી ઢાંકવો.

પડધા સાફ રાખો

image source

ઉનાળાની ઋતુમાં કુલર અને પંખા ચલાવવાને કારણે પડધા પર ધૂળ એકઠી થાય છે. તેથી શિયાળો શરૂ થયા પછી પડધા ધોવા અને તેને સાફ રાખવા. આ તમને ત્વચા અને શ્વસન સંબંધી સમસ્યાઓથી બચાવે છે.

મોઇશ્ચરાઇઝર લગાવો

ત્વચાની એલર્જીથી બચવા હંમેશા તમારા પર્સમાં મોઇશ્ચરાઇઝર રાખો. જયારે તમને તમારી ત્વચા વધુ શુષ્ક લાગે ત્યારે તરત જ મોઇશ્ચરાઇઝર લગાવો.
એલર્જીથી બચવા માટે અહીં જણાવેલા ઉપાય અજમાવો.

1 વિટામિન સી

image source

વિટામિન સીથી ભરપૂર ચીજોનું સેવન તમારા માટે ફાયદાકારક સાબિત થશે. તેમાં પુષ્કળ એન્ટીઓકિસડન્ટો શામેલ છે જે રોગપ્રતિકાર શક્તિ વધારીને તમને એલર્જી અને આરોગ્યની અન્ય સમસ્યાઓથી બચાવે છે.

2 વિટામિન ડી

શિયાળાના દિવસોમાં અસ્થમા અને એલર્જી જેવી શરદીને લગતી બીમારીઓને દૂર કરવા માટે વિટામિન ડી ફાયદાકારક છે જેથી આરોગ્યની અન્ય સમસ્યાથી પણ બચી શકાય. તમે સવારના સૂર્ય-પ્રકાશમાં થોડો સમય બેસીને પણ વિટામિન-ડી મેળવી શકો છો.

3 લસણ

image source

લસણ તમને આરોગ્યની ઘણી સમસ્યાઓનો સામનો કરવામાં મદદ કરે છે. તેમાં હાજર એન્ટિ-ફંગલ અને એન્ટી બાયોટિક તત્વો એલર્જીથી બચાવશે સાથે હૂંફ પણ આપશે. દરરોજ લસણની બે થી ત્રણ કળીઓ ખાવાથી ફાયદો થશે.

4 આદુ

image source

કોઈપણ રીતે આદુનું સેવન તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને એલર્જીથી દૂર રાખવામાં ખૂબ મદદગાર સાબિત થશે. ઠંડા દિવસોમાં આદુની ચાનું સેવન કરવાથી પણ ફાયદો થશે.

5 એપલ સાઇડર વિનેગર

image source

એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી એપલ સાઇડર વિનેગર મિક્સ કરીને દરરોજ પીવો. જો તમે ઈચ્છો છો તો તમે તેમાં મધ અને લીંબુ પણ ઉમેરી શકો છો. આ પીણાંનું નિયમિત સેવન તમને એલર્જી સાથેની ઠંડીની સમસ્યાઓથી પણ બચાવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત