ગમે તેવી શરદી-ખાંસીને દૂર કરવા રોજ ઘરે કરો આ પ્રાણાયમ

જો આપ પણ તણાવ અને કફના વિકારોથી છુટકારો મેળવવા ઈચ્છો છો તો પ્રાણાયમના રાજા માનવામાં આવતા નાડીશોધન પ્રાણાયમને પોતાના રૂટીનમાં સામેલ કરો.

પ્રાણ અને આયામ જેવા બે શબ્દો મળીને પ્રાણાયમ બને છે. આ પ્રાણ-શક્તિના પ્રવાહ વ્યક્તિને જીવન શક્તિ પ્રદાન કરે છે. પ્રાણાયમ કરવાથી આપણા મન અને મસ્તિષ્કમાં આવનાર ખરાબ વિચારો દુર થઈ જાય છે, મનમાં શાંતિનો અનુભવ થાય છે અને શરીરની કેટલીક બીમારીઓનો ખાત્મો થાય છે. પરંતુ પ્રાણાયમમાં પણ નાડીશોધનને પ્રાણાયમનો રાજા માનવામાં આવે છે. આવું એટલા માટે કેમ કે, નાડીશોધન એક પ્રવિત પ્રાણાયમ છે જે મસ્તિષ્ક, શરીર અને ભાવનાઓને યોગ્ય રાખે છે. ‘નાડી’ શબ્દનો અર્થ છે, ‘શક્તિનો પ્રવાહ’ અને ‘શોધન’નો અર્થ થાય છે ‘શુદ્ધ કરવું’. એટલા માટે એનો અર્થ તેનો અભ્યાસ જેનાથી શરીરમાં રહેલ બધી જ નાડીઓનું શુદ્ધિકરણ થાય છે. નાડીશોધન પ્રાણાયમથી ચિંતા, તણાવ કે પછી અનિદ્રાની સમસ્યાથી રાહત મળે છે. નાડીશોધન પ્રાણાયમને અનુલોમ- વિલોમ પ્રાણાયમના રૂપમાં પણ જાણવામાં આવે છે. આ પ્રાણાયમની ખાસ વાત એ છે કે, ડાબા અને જમણા નાકથી શ્વાસોશ્વાસને રોકીને કે પછી રોક્યા વિના કરવામાં આવે છે.

image source

થોડાક સમય પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા નાડીશોધન પ્રાણાયમ વિષે વિસ્તૃત જાણકારી આપી હતી. તેને એનીમેટેડ વિડીયોમાં તેમણે વિસ્તારથી નાડીશોધન પ્રાણાયમના ફાયદા અને કરવાની રીત વિષે જણાવ્યું હતું. જો આપને પણ યોગ અને પ્રાણાયમ કરવાનું પસંદ છે અને આપ પોતાના શરીરને રોગમુક્ત અને મસ્તિષ્કને શાંત રાખવા ઈચ્છો છો તો નાડીશોધન પ્રાણાયમ આપના માટે ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે ચાલો જાણીએ નાડીશોધન પ્રાણાયમ કરવાની રીત અને ફાયદાઓ વિષે વિસ્તારથી જાણીશું.

નાડીશોધન પ્રાણાયમ કરવાની રીત :

-નાડીશોધન પ્રાણાયમ કરવા માટે સૌપ્રથમ આપે સુખાસનમાં બેસી જવું.

-આપ ઈચ્છો તો નાડીશોધન પ્રાણાયમ કરવા માટે અન્ય આસન જેવા કે, પદ્માસન અને વજ્રાસનમાં બેસીને પણ કરી શકો છો.
-ઘૂંટણમાં દુઃખાવાના કારણે જે મહિલાઓ જમીન પર બેસીને નથી કરી શકતી, તેઓ ચેર પર બેસીને નાડીશોધન પ્રાણાયમને સરળતાથી કરી શકે છે.

image source

-સુખાસનમાં બેસતા સમયે આ વાત સુનિશ્ચિત કરો કે, આપની કરોડરજ્જુ એકદમ સીધી હોય, બંને હાથની હથેળીઓ ઘૂંટણ પર અને આંખો બંધ હોવી જોઈએ.

-હવે થોડાક ઊંડા શ્વાસ લઈને શરીરને આરામની સ્થિતીમાં લઈને આવો.

-નાડીશોધન પ્રાણાયમ કરતા સમયે પોતાના જમણા હાથને ધ્યાન મુદ્રામાં લાવવા માટે પોતાની તર્જની આંગળી અને અંગુઠાને જોડીને એક ગોળ આકાર આપો.

-હાથની અન્ય આંગળીઓને ખુલ્લી રાખો.

image source

-હવે ડાબા હાથની હથેળીને નાસાગ્ર મુદ્રામાં લાવવા માટે મધ્યમા અને તર્જની આંગળીને વાળીને બંધ કરો અને અન્ય આંગળીઓને ખુલ્લી જ રેહવા દેવી.

-હવે નાસાગ્ર મુદ્રામાં રાખેલ પોતાના જમણા હાથની હથેળીના અંગુઠાને પોતાના ડાબા નાક પર રાખીને નાકને બંધ કરી લો.
-જમણા નાકથી શ્વાસ અંદરની તરફ લો.

-હવે જમણા નાકને અનામિકા અને કનિષ્ઠા આંગળીઓની મદદથી બંધ કરી લો અને ડાબા નાકથી શ્વાસ બહાર છોડો.
-ત્યાર પછી પોતાના ડાબા નાકથી શ્વાસ અંદર લો અને તેને અંગુઠાથી બંધ કરીને જમણા નાકને ખોલીને શ્વાસ બહાર છોડો.
-આ નાડીશોધન પ્રાણાયમ કે પછી અનુલોમ- વિલોમનું એક ચક્ર છે. આવું આપને ઓછામાં ઓછા પાંચ વાર કરવાનું રહેશે.

નાડીશોધન પ્રાણાયમ કરવાના ફાયદાઓ :

image source

-તણાવ અને એન્ઝાઈટીને ઘટાડો કરવાની પ્રાણશક્તિને વધારે છે.

-નાડીશોધન પ્રાણાયમ કરવાનો મુખ્ય ઉદેશ્ય શરીરમાં ઉર્જાનું વહન કરનાર બધી જ નાડીઓનું શુદ્ધિકરણ કરીને આખા શરીરને પોષણ કરવાનું છે.

-નાડીશોધન પ્રાણાયમ હ્રદય રોગના દર્દીઓ માટે ઘણું જ સારું સાબિત થાય છે.

-નાડીશોધન પ્રાણાયમ કરવાથી કફ સંબંધી વિકારોને પણ દુર કરે છે.

image source

-નાડીશોધન પ્રાણાયમ કરવાથી ચિત્તની શાંતિ અને એકાગ્રતાને વધારે છે.

-નિયમિત રીતે નાડીશોધન પ્રાણાયમ કરવાથી જીવનશક્તિને વધારે છે, નાડીશોધન તણાવને ઘટાડીને જીવન સ્તરને સારું વ્યવસ્થિત બનાવે છે.

-નાડીશોધન પ્રાણાયમ કરવાથી બ્લડ સર્ક્યુલેશનને વ્યવસ્થિત કરે છે, ફેફસાને સ્વસ્થ રાખે છે અને ડાઈજેસ્ટીવ સીસ્ટમને તંદુરસ્ત કરે છે.

સાવધાની :

image source

જે લોકો નાડીશોધન પ્રાણાયમનો અભ્યાસ પ્રથમ વાર કરી રહ્યા છે તેમના શ્વાસ લેવાનો છોડવાનો સમય સામાન્ય હોવા જોઈએ અને આપે પ્રયત્ન કરવા જોઈએ કે, જેટલો સમય આપણે શ્વાસને નાક દ્વારા અંદર લેવામાં લગાવીએ છીએ એનાથી બે ગણો સમય શ્વાસને બહાર છોડવા માટે પણ લગાવો જોઈએ. આપના શ્વાસ ધીમા, સ્થિર અને નિરંતર હોવા જોઈએ. આ સાથે જ આપે આ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે, આપ નાડીશોધન પ્રાણાયમને ગાર્ડન કે પછી ઘરના શુદ્ધ વાતાવરણમાં જ નાડીશોધન પ્રાણાયમનો અભ્યાસ કરવો.

જો આપ પણ કોરોના વાયરસ સંક્રમણની મહામારી દરમિયાન પોતાને સ્વસ્થ રાખીને કફના વિકારોથી બચાવવા ઈચ્છો છો તો નાડીશોધન પ્રાણાયમને પોતાના રૂટીનમાં સામેલ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત