દિવસમાં બે વાર પીવો આ પાણી, અને સડસડાટ ઉતારી દો તમારું વધેલુ વજન

કોથમીર

image source

કોથમીર એટલે કે ધાણા. ધાણાનો ઉપયોગ સામાન્ય રીતે કિચનમાં બનાવવામાં આવતા ભોજન અને વ્યંજનોમાં સજાવટ તરીકે કરવામાં આવે છે કે પછી ધાણાની ચટણી બનાવીને તેને ભજીયા, કચોરી કે પછી અન્ય કોઈ ફરસાણની વસ્તુ સાથે સેવન કરવામાં આવે છે. પરંતુ શું આપ જાણો છો કે ધાણાનો ઉપયોગ વજન ઘટાડવા માટે પણ કરી શકાય છે? એ પણ ધીમે ધીમે નહી પણ ધાણાનું ચોક્કસ રીતે કરવાથી ખુબ ઝડપથી વજન ઘટાડી શકાય છે. ચાલો જાણીએ કેવી રીતે….

ધાણાવાળું પાણી ઘણા બધા પોષક તત્વોથી ભરપુર હોય છે જેવા કે, પોટેશિયમ, કેલ્શિયમ, વિટામીન સી અને મેગ્નેશિયમ જેવા પોષકતત્વો હોય છે. ધાણામાં રહેલ આ બધા જ પોષક તત્વો આપણા શરીરને બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે.

image source

ધાણામાં એવા કેટલાક તત્વોથી ભરપુર હોય છે જે આપણા શરીરમાં વધી ગયેલ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત રાખવામાં પણ મદદ કરે છે. રિસર્ચના પરિણામ પ્રમાણે જો કોઈ વ્યક્તિને હાઈ કોલેસ્ટ્રોલથી પીડાઈ રહ્યું હોય ત્યારે આવી વ્યક્તિ જો ધાણાના બીજ એટલે કે આખા ધાણાને પાણીમાં ઉકાળીને સેવન કરે છે તો તેમની હાઈ કોલેસ્ટ્રોલની ફરિયાદ નહિવત થઈ જાય છે અને કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં આવી જાય છે.

image source

શું આપ આપનું વજન ઘટાડવા ઈચ્છો છો, તો આપે આખા ધાણાનો ઉપયોગ કરવો જોઈએ. વજન ઘટાડવા માટે આપે ત્રણ મોટા ચમચા આખા ધાણાને એક ગ્લાસ પાણી ઉમેરીને તેને ઉકાળવું. આ પાણી જ્યાં સુધી ગ્લાસ કરતા ઓછું ના થાય ત્યાં સુધી ગરમ કરવું. ત્યાર પછી આ પાણીને ગાળી લેવું. આપે આખા ધાણાના આ પાણીનું બે વાર રોજ નિયમિત રીતે સેવન કરવાથી આપના વજનમાં આપને કેટલાક સમયમાં ઘટાડો જોવા મળી શકે છે.

કહેવાય છે કે, સારા સ્વાસ્થ્ય માટે પેટનું સ્વસ્થ હોવું ખુબ જરૂરી છે. જો આપને પેટને લગતી કોઈ તકલીફથી પીડાઈ રહ્યા હોવ તો આપે બે કપ પાણીમાં આખા ધાણા, જીરું, ચા અને ખાંડ ઉમેરીને થોડીક વાર ઉકાળી લેવું ત્યાર પછી અડધો ગ્લાસ પાણી ગાળીને પી લેવું. આ રીતે આખા ધાણાનું પાણી પીવાથી એસીડીટી, પેટનો દુખાવા જેવી તકલીફોથી છુટકારો મેળવી શકો છો.

ધાણામાં હોય છે ક્વેરસેટીન એંટીઓક્સિડન્ટ :

image source

લીલા ધાણાનો ઉપયોગ શાકભાજીમાં કરવામાં આવે છે. પણ આયુર્વેદમાં ધાણાને એક ઔષધિ માનવામાં આવે છે. ધાણાની પાંદડીઓમાં ક્વેરસેટીન નામનું એક ખાસ એંટીઓક્સિડન્ટ હોય છે. જે આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ એંટીઓક્સિડન્ટ આપના મેટાબોલીઝમને સારું બનાવે છે અને શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે. લીલા ધાણાની પાંદડીઓને ખુબ જ સરસ ડીટોક્સ એજન્ટ માનવામાં આવે છે એટલે કે લીલા ધાણાની પાંદડીઓનું સેવન કરવાથી શરીરમાં એકઠી થઈ ગયેલ ગંદકીને બહાર કાઢવામાં મદદ કરે છે.

image source

આવી રીતે બનાવો લીલા ધાણાનો ઉકાળો.:

-રાતના સમયે લીલા ધાણાની પાંદડીઓને ધોઈને એક કપ પાણીમાં પલાળી દેવી.

-ત્યાર પછી સવારે આ પાંદડીઓને પાણીમાંથી કાઢી લેવી અને આ પાણીને ખાલી પેટે સેવન કરી લેવું.

-લીલા ધાણાની પલાળેલ પાંદડીઓને પીસી લેવી અને એક પેસ્ટ બનાવી લેવી.

-હવે બે કપ એટલે કે ૩૦૦- ૪૦૦ એમએલ હુંફાળા પાણીમાં આ પેસ્ટ ભેળવી લો અને એક લીંબુનો રસ નીચોવીને પી લેવું. જો આપને આ ઉકાળાનો સ્વાદ નથી પસંદ આવી રહ્યો તો આપે આ ઉકાળામાં બે ચપટી કાળુ મીઠું અને એક ચપટી કાળુ મરચા પાવડર ભેળવીને પી શકો છો. આ ઉકાળાને પણ આપે ખાલી પેટે પીવું જોઈએ.

image source

લીલા ધાણાની પાંદડીઓ મેગ્નેશિયમનો ખુબ જ સારો સ્ત્રોત છે. લીલા ધાણાની પાંદડીઓમાં મેગ્નેશિયમની સાથે જ વિટામીન બી અને ફોલિક એસીડ પણ ભરપુર પ્રમાણ મળી આવે છે. ધાણામાં રહેલ વિટામીન બી અને ફોલિક એસીડ આ બંને તત્વ આપના શરીરમાં ગ્લુકોઝને બર્ન કરવામાં મદદ કરે છે, જેનાથી આપ જે પણ કેલેરીઝનું સેવન કરો છો, આપનું શરીર તેનો ઉપયોગ કરી લે છે અને તે વધારાની ચરબીના રૂપમાં આપના શરીરમાં એકઠી થશે નહી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત