જો તમે ફોલો કરશો આ ટિપ્સ, તો ક્યારે નહિં આવો કોરોનાની ઝપેટમાં…

અત્યારે કોરોનાથી કોઈ અજાણ નથી.ધીરે-ધીરે બધી જ છૂટ મળવા લાગી છે,જેમ કે બજારો,મોલ,શોપિંગ સેન્ટરો અને હવે તો થિયેટરો પણ ખુલી ગયા છે.ઘણો લોકો એવા છે જે કોરોનાથી ડર્યા વગર પોતાનું જીવન પેહલા જેવું જ જીવવા લાગ્યા છે,પણ હજુ ઘણા લોકો એવા છે જેમને દિવસ રાત કોરોનાનો ભય લાગ્યા કરે છે.

image source

અમે એવું નથી કેહતા કે કોરોનાથી ડરીને જ રેહવું અને ક્યાંય બહાર પણ ન જવું,પણ જ્યાં સુધી કોરોનાનો કોઈ ઈલાજ ન મળે ત્યાં સુધી તમારી અને તમારા પરિવારની કાળજી રાખવી પણ જરૂરી છે.કારણ કે તમારી એક ભૂલ તમારી અને તમારા પરિવારનું જીવન બગાડી શકે છે.કોરોનાના સમયમાં શરીરને સ્વસ્થ રાખવા માટે રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવી અને સ્વચ્છતાની વિશેષ કાળજી લેવી પણ જરૂરી છે.કોરોના ચેપથી બચવા માટે તમારે હંમેશાં સાફ અને ખોરાક જ લેવો જોઈએ.કારણ કે આમ ન કરવાથી પેટમાં ચેપ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનનું જોખમ પણ વધી જાય છે,જેના કારણે આપણું શરીર સરળતાથી અનેક જીવલેણ રોગોનો શિકાર બની જાય છે.તો ચાલો અમે તમને જણાવીએ કે આ મહામારીથી બચવા માટે તમારું અને તમારા પરિવારનું ધ્યાન કેવી રીતે રાખવું જોઈએ.

આ બાબતો ધ્યાનમાં રાખો-

image soucre

બદલાતી ઋતુઓમાં વાયરલ ઇન્ફેક્શનનું જોખમ વધી જાય છે,જે આપણી પાચન શક્તિને નબળી પાડે છે અને પેટની મુશ્કેલીઓ વધારે છે.થોડા સમય પછી શિયાળાના દિવસો આવશે અને આ ઠંડીના દિવસોમાં ઓછા સૂર્યપ્રકાશને કારણે બેક્ટેરીયલ ચેપ ઝડપથી વધી જાય છે.જેના કારણે લીલા શાકભાજીમાં બેક્ટેરિયા સાથે જંતુઓ પણ ઝડપથી વધે છે.જેના કારણે આપણા શરીરમાં ઘણા રોગો ઉત્પન્ન થઈ શકે છે.આવી સ્થિતિમાં, બેક્ટેરિયાના ચેપથી બચવા માટે આ ઋતુમાં ઉગાડવામાં આવતી શાકભાજી હંમેશાં ધોઈને જ વાપરવી જોઈએ.કારણ કે જો શાકભાજી બરાબર સાફ કરવામાં નહીં આવે તો તે જીવનું આપણા પેટ સુધી પહોંચી શકે છે,જેનાથી ડાયરિયા,પેટમાં દુખાવો,પેટમાં ખેંચાણ,ઉલ્ટી,ડિહાઇડ્રેશન અને આંતરડાના ચેપ જેવા રોગ આપણા શરીરમાં પ્રવેશી શકે છે,જેના કારણે કોરોના ચેપનું જોખમ પણ વધી શકે છે.

આ શાકભાજીઓને ધોયા પછી જ તેનો ઉપયોગ કરો.

image source

ફળો સાથે તમારે શાકભાજીઓનો ઉપયોગ પણ હંમેશા ધોઈને જ કરવો જોઈએ.ગાજર,ટમેટાં,કોબી,ચોળી, પાલક,ટીંડોરા,ભીંડા અને કરેલા જેવા શાકભાજીનો ઉપયોગ કરતા પહેલા તમારે શાકભાજીને શુધ્ધ પાણીથી સારી રીતે ધોવા જોઈએ અને ત્યારબાદ તેને સાફ કપડાથી સાફ કરીને જ તેનો ઉપયોગ કરવો જોઈએ.ત્યારબાદ તેને સારી રીતે ઉકાળો અને પછી તેનું સેવન કરો.

પેટ અને કોરોના ચેપ નિવારણ-

ખોરાકને સારી રીતે ધોવા અને ઉકાળવાથી જ પેટના રોગોનું જોખમ ઓછું થાય છે અને તે કોરોના ચેપને રોકવામાં પણ મદદ કરે છે.

તમારા ઘરની સફાઈ કરવી પણ જરૂરી છે

image source

મોટાભાગના સૂક્ષ્મજંતુઓ બાથરૂમ અને રસોડામાં જોવા મળે છે.બાથરૂમ અને રસોડાના બધા જ ડ્રોઅર્સના બધા ભાગોને સાફ કરવા જરૂરી છે.ત્યારબાદ રેફ્રિજરેટર,ઓવન,કપડાં ધોવાનું મશીન તથા ટોસ્ટર મશીન પણ સાફ કરો.ઘરે રાખેલા ટીવી,એસી રીમોટ,ગેમ કંટ્રોલર્સ,કીબોર્ડ્સ,કમ્પ્યુટર માઇક,મોબાઈલ સાફ કરવા પણ જરૂરી છે.

image source

મોટાભાગના સૂક્ષ્મજંતુઓ ઘરના જેટલી પણ ઇલેક્ટ્રોનિક સ્વીચો છે અને દરવાજાની નોબ્સ અથવા કુંડીઓ પર પણ જોવા મળે છે.તમારે આ બધી વસ્તુઓને દરરોજ સાફ કરવી જરૂરી છે.આપણા ઘરમાં આવતા દરેક લોકો સરળતાથી આ દરેક ચીજોનો સ્પર્શ કરે છે,તેથી આના કારણે કોરોના આપણા ઘરમાં પ્રવેશી શકે છે,તેથી આ દરેક ચીજોની સફાઈ જરૂરથી કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત