બદલાતી ઋતુમાં કોરોના કાળમાં સામાન્ય શરદી-ઉધરસ થતાં રોકવા જાણો શું કરશો અને શું નહિં….

સાવચેતી રાખવા માટેનાં 2 કારણો છે: એક કોરોના અને બીજું ઠંડી ઋતુમાં અન્ય વાઈરસથી બચાવ. ફેસ્ટિવ સિઝન શરૂ થવાની છે, માર્કેટમાં ભીડ વધશે. પરંતુ આ વર્ષે ખરીદી કરતી વખતે ઘણી બધી વાતોનું ધ્યાન રાખવાનું છે. બદલાતી ઋતુમાં કઈ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે નવી દિલ્હીની સફદરજંગ હોસ્પિટલના ડૉ. બલવિંદર સિંહ પાસેથી જાણો…

Q1: બદલાતી ઋતુમાં કોરોનામાં શું ફેરફાર થશે?

image source

શ્વાસનાં માધ્યમથી ફેલાતો આ વાઈરસ ઠંડાં વાતાવરણમાં વધારે ફેલાશે કારણ કે, તાપમાન નીચું જવાથી વાઈરસ વધારે એક્ટિવ થાય છે. કોરોનાવાઈરસ શરદી અને ઉધરસનાં માધ્યમથી ફેલાય છે તેથી વધારે જોખમ છે.

Q2: તહેવારો આવી રહ્યા છે માર્કેટમાં ભીડ વધી રહી છે તેવામાં શું સાવચેતી રાખવી?

image source

અનલોકમાં કોરોનાથી ડરવાનું નથી, તેનો સામનો કરવાનો છે. તેથી વધારે સાવચેતી રાખો. માસ્ક જરૂર લગાવવો પરંતુ સારી ક્વોલિટી અને ટ્રિપલ લેયરવાળા માસ્કનો ઉપયોગ કરો. માસ્ક ઢીલો ન હોવો જોઈએ, નાકના ઉપર સુધી અને હડપચી કવર કરો. જરૂરિયાતના સામાનની ખરીદી એવી જગ્યાએથી કરવી જ્યાં તમામ લોકો એ માસ્ક પહેરેલો હોય. તમારી જોડે પેપર સોપ અથવા હેન્ડ સેનિટાઈઝર જરૂર રાખો. સમયાંતરે હાથ સાફ કરો.
Q3: સલૂન અથવા બ્યૂટી પાર્લર જતી વખતે શું સાવચેતી રાખવી?

image source

સલૂનના સ્ટાફે માસ્ક લગાવ્યો છે કે કેમ તેની ખાતરી કરો. દરેક વ્યક્તિના હેર કટિંગ અથવા શેવિંગ કરાવ્યા બાદ તેના ટૂલ્સ, હાથ અને ખુરશી સેનિટાઈઝ થાય છે તેની ખાતરી કરો. હેર કટિંગ કરનાર PPE કિટ પહેરે તો વધારે સારું ગણાશે. અન્ય ગ્રાહકોથી ડિસ્ટન્સ રાખો. ફેશિયલ, આઈબ્રો જેવી ટ્રીટમેન્ટથી મહિલાઓએ બચવું.

Q4: પલ્સ ઓક્સીમીટરનો ઉપયોગ કેવી રીતે કરશો?

image source

આ નાનકડું ડિવાઇસ એક સ્પ્રિંગવાળી ક્લિપ જેવું હોય છે. તેને ઈન્ડેક્સ ફિંગરમાં લગાવો. અંદર એક હોલ હોય છે તેની ઉપર નખ વાળો ભાગ લગાવવાનો હોય છે. ત્યારબાદ તેના ઉપર નંબર દેખાવાનું શરૂ થશે. શરૂઆતમાં નંબરમાં ફ્લક્ચ્યુએશન જોવા મળશે, પરંતુ 30 સેકન્ડમાં તે સ્ટેડી થશે. જો રીડિંગ 96 આવે છે તો ગભરાવાની જરૂર નથી. જો 96થી ઓછું રીડિંગ આવે છે અને 90 સુધી પહોંચે છે તો લક્ષણ જોવા મળતાં ડૉક્ટરનો સંપર્ક કરો.

Q5: માસ્ક પહેરવા પર શ્વાસ લેવામાં તકલીફ થાય તો શું કરવું?

image source

જો શ્વાસ લેવામાં તકલીફ પડે તો માસ્ક દૂર ન કરો. જો વધારે તકલીફ પડતી હોય તો માસ્ક ઢીલો કરો. જો કોઈ આસપાસ કોઈ ન હોય તો જ માસ્ક કાઢી 2-3 લાંબા શ્વાસ લઈ ફરી માસ્ક પહેરી લો. જો દરરોજ માસ્ક પહેરશો તો આદત પડી જશે.

Q6: સેનિટાઈઝરવાળા હાથથી કોઈ ખાદ્ય પદાર્થનું સેવન કરવું કેટલું સુરક્ષિત છે?

image source

સેનિટાઈઝરનું કામ વાઈરસનો નાશ કરવાનું છે. તેમાં 70% આલ્કોહોલ હોય છે, જે આશરે 15 સેકન્ડમાં ઊડી જાય છે. જો ઓફિસમાં અથવા છો બહાર છો તો સાબુથી હાથ ધોતા રહો. સેનિટાઈઝરનો ઉપયોગ કરતા રહો અને તેના ઉપયોગના થોડા સમય બાદ તે હાથથી ખાદ્યપદાર્થોનું સેવન કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત