કોરોના અંગે નવા સંશોધનથી સમગ્ર વિશ્વમાં મચ્યો હડકંપ, કુંવારા લોકો અંગે થયો આ ખુલાસો

કોરોનાએ સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લીધુ છે. તેનો સામનો કરવા વિશ્વના અનેક દેશો પ્રયોગશાળામાં પ્રયોગ કરી રહ્યા છે. જેમા ઘણીવાર ચોંકાવનારા તારણો પણ સામે આવી રહ્યા છે. WHO જેવી વૈશ્વિક સંસ્થા પણ સમયે સમયે અલગ અલગ ગાઈડ લાઈન બહાર પાડતી રહે છે. ત્યારે હવે એક નવા સંશોધનમાં સામે આવ્યુ છે, જે પ્રમાણે આ ખુલાસો કરવામાં આવ્યો છે, તે ઘણો આશ્ચર્યજનક છે અને ડરામણો પણ છે.

image source

શોધ મુજબ જોઈએ તો, પરણેલા લોકોની સરખામણીએ કુંવારા લોકોને કોરોના વાયરસનો ખતરો વધારે છે. હકીકતમાં સ્વીડીશ નેશનલ બોર્ડ ઓફ હેલ્થ એન્ડ વેલફેરે દાવો કર્યો છે કે, કોરોના વાયરસના કારણે મોત થયેલા લોકોના આધારે આ ખુલાસો કરવામાં આવ્યો છે. શોધકર્તાઓએ આ સંશોધનને લઈને ચેતવણી પણ આપી છે. મીડિયા રિપોર્ટ મુજબ આ સંશોધન સ્વીડનની યુનિવર્સિટી ઓફ સ્ટોકહોમના શોધકર્તાઓએ કરી છે.

મહિલાઓની તુલનામાં પુરૂષોને કોરોનાથી મોતનો ખતરો ડબલ

image source

આ સંશોધનમાં 20 વર્ષ અથવા તેનાથી વધારે ઉંમરના લોકોને સામેલ કરવામાં આવ્યા છે. જનરલ નેચર કમ્યુનિકેશંસમાં પ્રકાશિત આ શોધમાં બતાવ્યુ છે કે, અવિવાહીત પુરુષો અથવા મહિલાઓમાં કોરોનાથી મોતનો ખતરો વિવાહીત લોકોની સરખામણીએ લગભગ ડબલ હોય છે. આ ઉપરાંત જે લોકોને કોરોનાથી ખતરો વધારે છે, તેમાં વિધવા અથવા વિધુર અને છૂટાછેડાવાળા લોકોને પણ તેને સામેલ કર્યા છે. શોધમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, મહિલાઓની તુલનામાં પુરૂષોને કોરોનાથી મોતનો ખતરો ડબલ છે.

વિવાહીત લોકો આ કારણે રહે છે સ્વસ્થ

image source

આ સ્ટડીના લેખત સ્વેન ડ્રેફ્હાલના મુજબ લગ્ન કરેલા લોકોની સરખામણીએ અવિવાહીત લોકોને ઓછી સંરક્ષિત વાતાવરણ મળે છે. એટલા માટે બિમાર પડવાની સંભાવના પણ વધી જાય છે. જ્યારે વિવાહીત લોકો ઓછો બિમાર પડે છે અને તેઓ સ્વસ્થય જીવન જીવતા હોય છે. તેવો દાવો આ સંશોધનમાં કરવામાં આવ્યો છે. સંશોધનકર્તાઓએ દાવો કર્યો છે કે, કુંવારા લોકો ઉપરાંત જે લોકોમાં અને જ્યાં જ્યાં કોરોનાથી મોતની સંભાવના વધુ છે, તેમા ઉંમરવાળા અને ઓછા ભણેલા ગણેલા લોકો અને ઓછી અને મધ્યમ આવકવાળા દેશો સામેલ છે.

image source

ભારતમાં કોરોનાના કેસો હવે રોકેટગતિએ વધી રહ્યા છે. દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 70 લાખને પાર થઈ ગયો છે. 13 દિવસમાં જ 10 લાખ નવા કેસોનો ઉમેરો થયો હતો. 28 સપ્ટેમ્બરના દેશમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 60 લાખને પાર થઈ હતી. દેશમાં કોરોનાના કેસો 10-20 લાખ થતા 21 દિવસ લાગ્યા હતા. ત્યારબાદ વધુ 10 લાખ કેસ 16 દિવસમાં વધતા 30 લાખનો આંક વટાવી ગયો હતો. 30-40 લાખ કેસ થતા 13 દિવસ, 40-50 લાખ કેસ થતા 11 દિવસ અને 50થી 60 લાખ કેસ થતા 12 દિવસ લાગ્યા હતા.

કુલ મૃત્યુઆંક વધીને હવે 1 લાખ 9 હજાર

image source

સૌપ્રથમ વખત એક લાખ કેસનો આંક વટાવવામાં 110 દિવસનો સમય લાગ્યો હતો. હવે આંકડાઓ સંકેત આપી રહ્યા છે કે વાયરસની અસર હવે ધીમી પડી છે. ભારતમાં દૈનિક સ્તરે કેસોમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે, પરંતુ કુલ કેસો પૈકી 60 લાખ દર્દીઓ એવા છે જેમણે કોરોના સંક્રમણને માત આપી, નવુ જીવન શરુ કર્યુ છે. આંકડા મુજબ સતત આઠમાં દિવસે દેશભરમાં દૈનિક મૃત્યુઆંક 1000થી ઓછો રહ્યો અને સક્રિય કેસોનો આંકડો સતત ત્રીજા દિવસે પણ નવ લાખથી ઓછો રહ્યો છે. જોકે કુલ મૃત્યુઆંક વધીને હવે 1 લાખ 9 હજારની નજીક પહોંચ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત