પ્રેગ્નેંસી પછી વધી ગયેલ વજનથી મેળવો છુટકારો, ભોજનમાં સામેલ કરો આ વસ્તુઓ.

પ્રેગ્નેંસી પછી વધી ગયેલ વજનથી મેળવો છુટકારો, ભોજનમાં સામેલ કરો આ વસ્તુઓ.

બાળકને જન્મ આપ્યા પછી મહિલાઓને નવી લાઈફસ્ટાઈલ શરુ કરવામાં ખુબ જ સમસ્યાઓ આવે છે. પ્રેગ્નેંસી પછી મહિલાઓને પોતાના વજન પર ધ્યાન આપવાની ખુબ જરૂરિયાત હોય છે.

image source

પ્રેગ્નેંસી પછી મહિલાઓનું વજન વધી જવું એક સામાન્ય બાબત છે. બાળકને જન્મ આપ્યા પછી મહિલાઓનું નવી લાઈફ સ્ટાઈલ શરુ કરવામાં પણ મુશ્કેલી થાય છે. પણ પ્રેગ્નેંસી પછી મહિલાઓએ પોતાના વજન પર ધ્યાન આપવાની ખુબ જરૂરિયાત પડે છે. આપના કિચનમાં જ વજન ઘટાડવાનું રહસ્ય છુપાયેલું છે. કિચનમાં ઉપલબ્ધ મસાલાનો યોગ્ય ઉપયોગ કરીને આપ પોતાના જાડાપણાને કંટ્રોલ કરી શકો છો.

-જીરું.:

image source

પ્રેગ્નેંસી પછી વધી ગયેલ વજનને ઘટાડવા માટે આપે જીરાથી શરુઆત કરી શકો છો. જીરાને પાણીમાં ઉકાળી લો. આપે આ જીરાના પાણીને ગાળીને તરત જ પી શકો છો કે પછી એક બોટલમાં ભરીને સ્ટોર કરી શકો છો. જીરું એસીડીટીની સમસ્યાથી પણ છુટકારો આપવે છે. આના સિવાય આપ જીરાના પાવડર બનાવીને દુધની સાથે એક ચમચી ભેળવીને સેવન કરી શકો છો.

વરીયાળી.:

વજન ઘટાડવા માટે વરીયાળી ખુબ જ કારગત ઉપાય છે. વરીયાળીને ઉકાળીને તેનું પાણી પીવું જોઈએ. જો આપને ગેસની તકલીફ થતી હોય તો આપે વરીયાળીને ચાવીને પણ ખાઈ શકો છો. તેમજ નિયમિત રીતે મુખવાસ તરીકે વરીયાળીનું સેવન કરવાથી આપને ઘણી સમસ્યાઓમાંથી છુટકારો મળે છે.

-અજમો.:

અજમાને પાણીમાં ઉકાળી લો. હવે આ પાણીને ગાળીને સવારના સમયે ખાલી પેટે પીવું જોઈએ. આપ અજમાના પાણીને એક બોટલમાં ભરીને દિવસ દરમિયાન થોડું થોડું કરીને પણ પી શકો છો. લોટમાં થોડોક અજમો નાખીને પણ લોટ બાંધી શકો છો. અજમો ખાવાથી યુટ્રસની સફાઈ પણ થાય છે.

-હળદર.:

image source

પ્રેગ્નેંસી પછી વજન ઘટાડવા માટે હળદરને જરૂરથી સામેલ કરવી જોઈએ. કેમ કે હળદર આપના શરીરમાંથી ટોક્સીન પદાર્થને બહાર કાઢવામાં મદદ કરે છે. આની સાથે જ હળદર આપને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. હળદરને આપ કોઇપણ રીતે લઈ શકો છો. દુધમાં હળદર ભેળવીને પણ સેવન કરી શકો છો. તેમજ સવારના સમયે ઉઠીને હળદર વાળું પાણી પણ પી શકો છો.

-સુકી મેથી.:

પ્રેગ્નેંસી પછી મહિલાઓના વધી ગયેલ વજનને ઘટાડવા માટે સુકી મેથીને ભોજનમાં સામેલ કરવી જોઈએ. એક ચમચી સુકી મેથીને આખી રાત પલાળી રાખો અને સવારે ઉઠીને તેનું પાણી પી લેવું. પલાળેલ મેથીના પાણીને ઉકાળીને બ્રેકફાસ્ટ કે બપોરના ભોજન પછી પણ તેનું પાણી પી શકો છો. મેથીનું પાણી હુંફાળું હોય ત્યારે જ પી લેવું જોઈએ. પ્રેગ્નેંસી પછી થનાર સાંધાના દુઃખાવા માંથી પણ મેથીનું પાણી પીવાથી છુટકારો મળે છે.