ઓટ્સ ખાવાથી સ્વાસ્થ્યને થાય છે આ અઢળક ફાયદાઓ, જે જાણીને તમે પણ રહી જશો દંગ

ઓટ્સ

ઓટ્સ એક સુપરફૂડ છે. એક સંપૂર્ણ આહાર તરીકે પણ આપ ઓટ્સનું સેવન કરી શકો છો. પરંતુ ઓટ્સનું સેવન કરવું ખરેખરમાં કોઈને પસંદ હોતું નથી. ખાસ કરીને નાના બાળકોને એટલા માટે આજે અમે આપના માટે ઓટ્સનું સેવન કરવાથી થતા ફાયદાઓની સાથે જ એક એવી વાનગી વિષે પણ જણાવીશું જેને ઘરે બનાવીને આપ આપના પરિવારના સભ્યો તે પછી નાના હોય કે મોટા દરેકને ખુબ જ ભાવશે. ચાલો જાણીએ ઓટ્સના ફાયદાઓ વિષે….

હાઈ બ્લડપ્રેશરમાં રાહત :

image source

હાઈ બ્લડપ્રેશરની સમસ્યાથી પીડિત વ્યક્તિઓ માટે ઓટ્સનું સેવન કરવું ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. નિયમિત રીતે ઓટ્સનું સેવન કરવાથી સ્વસ્થ વ્યક્તિઓમાં બીપીની સમસ્યા જલ્દી થઈ શક્તિ નથી. ઓટ્સમાં મળી આવતા ફાઈબર તત્વ હાઈ બ્લડપ્રેશરની સમસ્યામાં ઘટાડો કરે છે.

ડાયાબીટીસમાં ફાયદાકારક :

image source

ડાયાબીટીસના દર્દીઓ માટે પણ ઓટ્સનું સેવન કરવું ફાયદેમંદ સાબિત થાય છે. ડોક્ટર્સના જણાવ્યા મુજબ લેમન ઓટ્સનું સ્વન કરવાથી સુગર લેવલમાં ઘટાડો થાય છે. નાસ્તામાં ઓટ્સનું સેવન કરવાથી જલ્દીથી ભૂખ લાગવાની તકલીફ પણ નથી થતી અને પેટ સાફ રહે છે. પેટ સાફ રહેવાના અર્ને શરીરમાં કોઇપણ પ્રકારના રોગ થવાની શક્યતા નહિવત થઈ જાય છે.

હ્રદય રોગના દર્દીઓ માટે ફાયદાકારક :

image source

રોજ નિયમિત રીતે ઓટ્સનું સેવન કરનાર વ્યક્તિઓને હ્રદયને લગતી બીમારીઓ અને રોગો થવાની સંભાવના ખુબ જ ઘટી જાય છે. ઓટ્સમાં મળી આવતા ‘બીટા ગ્લુકેન’ ફાઈબરથી બ્લડ કોલેસ્ટ્રોલ લેવલ સંતુલિત રહે છે. ઓટ્સમાં મળી આવતા એંટીઓક્સિડન્ટ એવનેથ્રામાઈડસ એલડીએ કોલેસ્ટ્રોલથી ફ્રી રેડિકલ્સની સુરક્ષા કરે છે. એનાથી હાર્ટ એટેક થવાની સંભાવના ઘટી જાય છે.

ક્બ્જથી છુટકારો.:

image source

ઓટ્સ ખાવાથી કબ્જના દર્દીઓને ફાયદો થાય છે. ઓટ્સમાં મળી આવતા અનસોલ્યુબલ ફાઈબરથી ક્બ્જની સમસ્યા દુર થઈ જાય છે અને પાચનશક્તિ તંદુરસ્ત થાય છે. ઓટ્સમાં કેલ્શિયમ, પોટેશિયમ, વિટામીન બી કોમ્પ્લેક્સ અને મેગ્નેશિયમ ભરપુર પ્રમાણમાં હોય છે. આ આપના નર્વસ સીસ્ટમને તંદુરસ્ત રાખે છે.

દમકતી ત્વચા :

image source

ઓટ્સનું સેવન કરવાથી શરીરની સાથે સાથે ત્વચા માટે પણ ફાયદાકારક છે. આ પ્રયોગ કરવાથી ત્વચા પરનો ગ્લો જળવાઈ રહે છે. ઓટ્સના સેવનથી ત્વચામાં નમી આવે છે. જે મહિલાઓની ત્વચા શુષ્ક વધારે હોય કે પછી ખંજવાળ અને બળતરા થવાની સમસ્યા થાય છે તો તેમના માટે ઓટ્સ ખુબ જ ઉપયોગી છે એક ચમચી ઓટ્સને કાચા દૂધમાં પલાળીને તેની પેસ્ટ બનાવી લો. હવે આપ આ પેસ્ટને ચહેરા પર, હાથ અને પગ પર લગાવો. એનાથી ત્વચામાં ગ્લો આવશે.

વજન ઘટાડવામાં મદદગાર :

image source

જો આપ જાડાપણાના શિકાર થયા છો તો આપે ઓટ્સનું સેવન કરવું આપના માટે ફાયદેમંદ રહે છે. ઓટ્સમાં લો કોલેસ્ટ્રોલ અને કેલરી હોય છે, જેનાથી વજન ઘટાડવામાં અસરદાર રહે છે. ઓટ્સની કોઈ વાનગીનું સેવન કરવાથી શરીર માંથી વધારાના ફેટમાં ઘટાડો કરે છે.

તણાવમાં ઘટાડો કરે છે.:

image source

ઓટ્સમાં ફાઈબર અને મેગ્નેશિયમ મળી આવે છે જે મગજમાં સેરોટોનીનનું પ્રમાણ વધારે છે. ઓટ્સનું સેવન કરવાથી મસ્તિષ્ક શાંત રહે છે. ઓટ્સનું સેવન કરનાર વ્યક્તિને સારી ઊંઘ માણી શકે છે. ઓટ્સમાં આપ બ્લુબેરી નાખીને પણ સેવન કરી શકો છો, જેમાં એંટીઓક્સિડન્ટ અને વિટામીન સી મળી આવે છે જે આપને તણાવ સામે લડવામાં મદદ કરે છે.

હવે વાત કરીએ ઓટ્સ માંથી બનતી એક મજેદાર વાનગી વિષે જેને આપ આપના બાળકોને બનાવીને ખવડાવી શકો છો.ચાલો જાણીએ..

ઓટ્સ પેનકેક

સામગ્રી :

સોજી, ઓટ્સ, પાણી, લીંબુનો રસ, કાળુ મરચું, આદુ, શિમલા મિર્ચ, લીલા મરચા, મીઠું, પનીર, ગાજર.

રીત :

image source

એક બાઉલમાં એક વાટકી સોજી અને એક વાટકી મસાલા ઓટ્સને ભેળવીને પાણી નાખીને પાતળું ખીરું તૈયાર કરો. આ ખીરામાં એક નાની ચમચી લીંબુનો રસ, અડધી ચમચી પીસેલ કાળુ મરચું, થોડુક મીઠું, થોડુક આદુ છીણી લેવું અને લીલા મરચા આપની જરૂરિયાત પ્રમાણે લેવા. હવે આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. ત્યાર પછી ખીરાને મિક્સ રી લીધા પછી ૧૫ મિનીટ એમ જ રેહવા દો. એક પેનમાં થોડું તેલ નાખો. જો નોન સ્ટીક પેન હોય તો તેલની જરૂરિયાત નથી. હવે ઓટ્સ અને સોજીના મિશ્રણને તેમાં નાખીને રોટલીના આકારમાં ફેલાવી લો. ધીમા તાપે તેને બંને તરફ શેકી લો. તૈયાર થઈ ગયા છે ઓટ્સના પેનકેક. આપ આ પેનકેકને લીલા ધાણાની ચટણી કે પછી ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત