શું તમને ખબર છે બાળકોની આંખમાં એલર્જી થવા પાછળના આ કારણો વિશે?

મનુષ્યના શરીરમાં આંખ ખુબ જ મહત્વનું અંગ છે. આજના ડીજીટલ યુગમાં આંખોની જાળવણી કરવી ખુબ જ જરૂરી છે. આજકાલ મોટાભાગે ભણતા વિદ્યાર્થીઓ હોય કે પછી બાળકોને નાની ઉમરમાં જ ચશ્મા આવી જાય છે. આજકાલ ડીજીટલ યુગમાં ટીવી, મોબાઈલ, લેપટોપ ઉપરાંત અન્ય ડીજીટલ પ્લેટફોર્મ પર આજનો યુવાન વધારે સમય વિતાવે છે જેના કારણે યુવાનોમાં,

image source

બાળકોમાં બધાને જોવા માટે આંખો પર ચશ્મા પહેરવા પડે છે. હવે કેટલાક એવા કારણો જણાવીશું જેના કારણે આપની આંખોને એલર્જી પણ થઈ શકે છે. ચાલો જાણીએ આંખોની તકલીફને લઈને કેટલાક એવા લક્ષણો વિષે જેની મદદથી આપને આપની આંખોની દેખરેખ રાખવામાં મદદ મળી શકે અને આપની આંખોની સારી રીતે કાળજી લઈ શકો.

પ્રશ્ન : મારા ચશ્માના નંબર માઈનસ સાત છે. જલ્દી જ મારા લગ્ન પણ થવાને છે. હું મારા ચશ્મા હટાવવા ઈચ્છું છું. મને ઉપાય જણાવશો.? એક વાચક.

image source

ઉત્તર : આંખો પરના ચશ્મા હટાવવા માટે લેસિક સર્જરી કરવામાં આવે છે. પરંતુ એવા લોકોના જ ચશ્મા હટાવવામાં આવે છે જે વ્યક્તિના નંબર છેલ્લા છ મહિનાથી બદલાયા હોય નહી. આંખોની સર્જરી કરાવતા પહેલા આંખોના કોર્નિયાની જાડાઈની તપાસ કરવામાં આવે છે.

image source

જેમની આંખોની કોર્નિયાની જાડાઈ ઓછી હોય છે તેમના માટે ફેકિક લેંસ પ્રત્યારોપણ વિધિની મદદથી ચશ્મા હટાવવામાં આવી શકે છે. જે લોકો પોતાની આંખોમાં કોન્ટેક્ટ લેંસ લગાવે છે તેવી વ્યક્તિએ પોતાની આંખોમાં બે અઠવાડિયા પહેલાથી જ લેંસને આંખોમાં લગાવવાના બંધ કરી દેવા જોઈએ. આમ કરવાથી આંખોની તપાસ દરમિયાન કેટલીક મુશ્કેલીઓ પણ આવી શકે છે.

પ્રશ્ન : મારા બાળકની ઉમર ૧૦ વર્ષની છે. ઉનાળાની ઋતુમાં ગરમીમાં તે આંખોને વધારે મસળ્યા કરે છે. છેલ્લા કેટલાક દિવસોથી દૂરની વસ્તુઓ ધૂંધળી પણ જોવા મળી રહી છે. ? એક વાચક.

image source

ઉત્તર : આપના બાળકની આંખોમાં એલર્જી સ્પ્રિંગકેટાર થઈ શકે છે. સ્પ્રિંગકેટારમાં નિયમિત રીતે આપને આંખોનો બરફથી શેક કરવો. સ્પ્રિંગકેટાર એલર્જીમાં રાહત મળે છે. આ સાથે જ તરત જ આંખના ડોક્ટરને બતાવીને ઈલાજ કરાવવો જોઈએ. એનાથી આપની આંખોની દુરની વસ્તુ જોવાની તકલીફ પણ ઠીક થઈ શકે છે. આ સાથે જ આપે ધ્યાન રાખવું જોઈએ કે, આપનું બાળક આંખોને મસળે નહી.

image source

આવું થવાના કારણે આપના બાળકની આંખોને કિરેટોકોનસ બીમારી પણ હોઈ શકે છે. કિરેટોકોનસ બીમારીમાં આંખોના કોર્નિયાને નુકસાન થવું, આંખોના કોર્નિયાના આકારનું બગડવું અને દૂરની વસ્તુઓનું ધૂંધળું જોવાની સમસ્યા પણ થઈ શકે છે. જો આપ આંખો પર ચશ્મા પહેરો છો તો આપની આંખોના નંબર પણ વધી શકે છે. આપે આંખોનું ધ્યાન રાખવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત