કોરોના મહામારીમાં ફેફસાની કેર કરવા માટે કામની છે આ ટિપ્સ, તમે પણ જાણીને કરો શરૂ

કોરોનાની બીજી લહેર ઝડપથી અનેક લોકોને પોતાનો શિકાર બનાવી રહી છે અને ખાસ કરીને લોકોના ફેફસાને નુકસાન કરી રહી છે. આ સમયે પણ વાયરસ દરેક પ્રકારની ઉંમરના લોકોને પ્રભાવિત કરી રહ્યો છે.

કોરોનાની બીજી લહેર ઝડપથી વધારે ને વધારે લોકોના ફેફસાને નુકસાન કરી રહી છે. પહેલી લહેરની તુલનામાં આ સમયે વાયરસ દરેક ઉંમરના લોકોને પ્રભાવિત કરી રહ્યો છે. આ સ્થિતિમાં ફેફસાને સ્વસ્થ રાખવા જરૂરી છે. જે વાયરસનું એક મહત્વનું લક્ષ્ય હોય છે. તેના કારણે ગંભીર કોમ્પ્લીકેશન્સ પણ થતા જોવા મળી રહ્યા છે. કોરોનાથી લડવા માટે જરૂરી છે પોતાના ફેફસાને ફિટ રાખવા અને સાથે આ 5 ટિપ્સનું ખાસ ધ્યાન રાખવું.

શ્વાસ રોકીને રાખનારી કસરતો કરો

image source

પીઆઈબી એટલે કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો ઈન્ડિયાએ ટ્વિટરને ફેફસાની કસરતનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. તેનો ઉપયોગ શરૂઆતની ચેતવણીના સંકેતોને ઓળખવાને માટે કરી શકાય છે. કોરોના રોગીને હંમેશા તમારા ફેફસાને સ્વસ્થ અને વાયરસની સાથે સુરક્ષિત રાખવાની માટે ખ્યાલ આવી શકે. કસરતમાં જેટલી વાર સુધી શ્વાસ રોકીને રાખવાની જરૂર હોય છે. સૌથી પહેલા એક ઊંડો શ્વાસ લો અને ઓછામાં ઓછી 30 સેકંડ સુધી રોકીને રાખો. રોજ 2-3 સેકંડ સુધી સમય વધારવાની કોશિશ કરો. જો તમે 12 સેકંડથી વધારે સમય સુધી શ્વાસ રોકી શકો છો તો તમારા ફેફસા સ્વસ્થ છે.

પ્રદૂષણના સંપર્કમાં આવવાનું ટાળો

image source

હવામાં ફેલાતા પ્રદૂષણના સંપર્કમાં આવવાથી ફેફસા ખરાબ થઈ શકે છે. તે તમારા ફેફસાને અનેક પ્રકારના સંક્રમણ અને બીમારીને માટે સંવેદનશીલતાને વધારે છે. એવું સૂચન પણ કરાયું છે કે વાયુ પ્રદૂષણમાં લોકોમાં કોરોના વધી શકે છે. આવું એટલા માટે થાય છે કેમકે તમારા ફેફસા પર વાયુ પ્રદૂષણનો પ્રતિકૂળ પ્રભાવ કોરોના વાયરસથી પ્રભાવિત કરવા માટે જગ્યા બનાવી શકે છે. આ માટે પ્રદૂષણના સંપર્કમાં આવવાથી બચવું જરૂરી છે.

ધૂમ્રપાનની આદત છોડો

image source

જો તમને ધૂમ્રપાનની આદત છે તો તે ફેફસા પર પ્રતિકૂળ પ્રભાવ પાડે છે. ખાસ કરીને ફેફસાના રોગ જેવાકે સીઓપીડી કે અસ્થમા જેવી અન્ય શ્વાસ સંબંધિત સમસ્યાઓ પણ ધૂમ્રપાનના કારણે થાય છે. ધૂમ્રપાન ન કરનારા લોકોની તુલનમાં ધૂમ્રપાન કરનારા લોકોને વાયરસથી સંક્રમિત થવાની શક્યતા વધારે રહે છે. આ માટે તેનાથી દૂરી રાખો તે જરૂરી છે.

ડાયટમાં પ્રોટીનને કરો સામેલ

image source

વિશેષજ્ઞોના અનુસાર જ્યારે શરીર કોરોના વાયરસથી બહાર આવી રહ્યું હોય તો તેમાં ઝડપ લાવવા માટે વધારે પોષક તત્વોની જરૂર રહે છે. તમે રોજના ભોજનમાં પ્રોટીન વાળા ડાયટને સામેલ કરો અને તેનાથી તમારો ઈમ્યુનિટી પાવર વધશે. આ માટે તમે સફરજન, અખરોટ, જાંબુ, બ્રોકોલી જેવા ફૂડ્સને ફેફસાને સ્વસ્થ રાખવામાં ડાયટમા ઉપયોગમાં લઈ શકો છો.

સાવધાની અને નિયમોનું પાલન કરીને સંક્રમણને રોકો

image source

પોતાના ફેફસાને સંક્રમણથી બચાવી રાખવા માટે તમે નિયમિત રીતે હાથ ધોઈને અને માસ્ક પહેરીને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ. આમ કરવાથી વાયરસ શરીરમાં પ્રવેશ કરવાથી અને સાથે ફેફસાને સુધી પહોંચતો અટકાવી શકાય છે. જો તમારી ઉંમર 18 વર્ષથી વધારે છે તો વેક્સીન લગાવી લો અને વધારે જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત