વધારે પ્રમાણમાં ના પીવુ જોઇએ ગાયનુ દૂધ, જાણી લો આ નુકસાન વિશે…

શું તમને પણ ગાયનું દૂધ ભાવે છે ? તો જાણો તેના ફાયદા અને નુકશાન

શું તમને ખબર છે ગાયનું દૂધ પીવાથી ગેરફાયદાઓ પણ થાય છે ?

સગર્ભા સ્ત્રીઓ જરૂર વાંચે,ગાયનું દૂધ પીવું કેટલું યોગ્ય છે અને વધુ પીવું કેટલું અયોગ્ય…..

ગાયનું દૂધ એક એવો આહાર છે જેના પર પોષણ વૈજ્ઞાનિકોના મત જુદાં જુદાં છે અને તેથી જ આના પર વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે.શું દૂધ એ માનવ ખોરાકનો એક ભાગ હોવો જોઈએ? દૂધ એ મનુષ્ય માટે કેટલું સ્વાસ્થ્ય ભર્યું છે? હજારો વર્ષો પેહલા ગાયોને પાલતુ પ્રાણી બનાવી દેવામાં આવી હતી.ત્યારથી,દૂધ અને તેના બનેલી ચીજો આપણા આહારનો એક ભાગ છે.

image source

કેટલાક નિષ્ણાતો માને છે કે તે 10,000 વર્ષથી આપણા ખાણી પીણીનો એક ભાગ છે.પરંતુ ઘણા લોકો તેને માનવીના સ્વાસ્થ્ય માટે સારું માનતા નથી.તેથી આ વિચારને ટેકો આપતા અવાજો વધુને વધુ વિશ્વનું ધ્યાન તેમની દોરી રહ્યા છે.આ જ કારણ છે કે તેનો વપરાશ ઝડપથી સતત ઘટી રહ્યો છે.

અમેરિકામાં દૂધનો વપરાશ ઘટ્યો

image source

અમેરિકામાં કૃષિ વિભાગના જણાવ્યા મુજબ,1970 થી દેશમાં દૂધના વપરાશમાં 40% ઘટાડો થયો છે.ઘણા એવું પણ માને છે કે આ અછત દૂધના બીજા વિકલ્પોના કારણે આવી છે,જેવા કે સોયા દૂધ અને બદામના દૂધ વગેરે.કડક શાકાહારી બનવાની પ્રથાએ પણ તેના વપરાશમાં અસર કરી છે.વેગન એટલે કે જે લોકો માંસ અને પ્રાણીઓથી સંબંધિત કોઈ પણ પ્રકારનો ખોરાક લેતા નથી.તેમાં દૂધ અને ઇંડા પણ શામેલ છે.આ ઉપરાંત, વિશ્વની લગભગ 65 ટકા વસ્તીમાં લેક્ટોઝ (દૂધમાં મળી રહેલી ખાંડ) પચવાની મર્યાદિત ક્ષમતાને કારણે દૂધના વપરાશમાં ભારે અસર થઈ છે.

હવે સવાલ એ ઉભો થાય છે કે,દૂધ એ આરોગ્ય માટે ફાયદાકારક છે કે પછી શરીર પર તેની અસરો ટાળવા માટે તેને રોકવું જોઈએ?

દૂધ કેટલું સ્વસ્થ્યવર્ધક છે ?

image source

પ્રથમ,ચાલો વાત કરીએ કે મનુષ્ય માટે દૂધ કેટલું સ્વસ્થ્યવર્ધક છે.બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ) અનુસાર,ગાયનું દૂધ અને તેના ઉત્પાદનો,જેમ કે પનીર,દહીં,માખણ એ વધુ માત્રામાં કેલ્શિયમ અને પ્રોટીનનો જથ્થો પૂરો પાડે છે.જે સંતુલિત આહાર માટે જરૂરી છે.

image source

અમેરિકાના ન્યુટ્રિશનિસ્ટ ડોનાલ્ડ હેન્સર્ડે જણાવ્યું છે કે કેલ્શિયમ અને પ્રોટીન ઉપરાંત દૂધમાં ઘણા બધા વિટામિન જોવા મળે છે.તે વિટામિન એ અને ડીનો સ્રોત છે.તેઓ સમજાવે છે,”તમને એ સ્પષ્ટ કરવું મહત્વપૂર્ણ છે કે ગાયનું દૂધ પોષક છે અને આરોગ્ય માટે ફાયદાકારક છે,પરંતુ આ એટલું પણ જરૂરી નથી જેટલું વર્ષોથી કહેવામાં આવ્યું છે.”

બ્રિટિશ ન્યુટ્રિશન ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર,બાળકો અને પુખ્ત વયના લોકોમાં જે આયર્ન,કેલ્શિયમ, વિટામિન,ઝીંક અને આયોડિનની જરૂર હોય છે, તે તેનો ખોરાક પૂરું કરી શકતો નથી,અને દૂધમાં આ બધું જોવા મળે છે.

image source

ન્યુટ્રિશનિસ્ટ શાલોંર્ટ સ્ટર્લિંગ-રેડે બીબીસી ને જણાવ્યું હતું કે,”કુદરતી દૂધના અન્ય વિકલ્પોની સમસ્યા એ છે કે તેમાં કુદરતી રીતે પોષક તત્વો હોતા નથી.આ પોષક તત્ત્વો કૃત્રિમ રીતે લેવાય છે.એટલા માટે જ આ તમને એટલો ફાયદો ના પોહચાડી શકે જેટલો તમે ઈચ્છો છો.”

સગર્ભા સ્ત્રીઓ માટે

image source

કુદરતી રીતે ઉપલબ્ધ કરેલું દૂધ કસરત કરનારાઓ માટે ફાયદાકારક છે.ન્યુટ્રિશનિસ્ટ રેની મૈકગ્રેગર એ બીબીસીને જણાવ્યુ હતું કે,”આ એક પૂરો આહાર છે,જેમાં કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીનનો યોગ્ય ગુણોત્તર હોય છે,જે સ્નાયુના સમૂહને વધારવામાં મદદ કરે છે.” તે બાળકો માટે કેલ્શિયમનો સ્રોત પણ છે.સગર્ભા સ્ત્રીઓને દૂધ પીવા માટેની સલાહ આપવામાં આવે છે કારણ કે તે ગર્ભના હાડકાના નિર્માણ અને વિકાસમાં મદદ કરે છે.300 મિલી દૂધના ગ્લાસમાં લગભગ 350 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે,જે એક થી ત્રણ વર્ષની વયના બાળકોની દૈનિક જરૂરિયાતોનો અડધો ભાગ છે.જો કે,એનએચએસ કેહવું એવું છે કે એક વર્ષથી ઓછી વયના બાળકોને ગાયનું દૂધ આપવું યોગ્ય નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત