સાંધાઓમાંથી આવતા કટ-કટ અવાજને બંધ કરવા આજથી જ ખાવા લાગો આ ખોરાક, નહિં તો થશે પાછળથી પસ્તાવો

હાડકામાંથી કટ કટ એવો અવાજ આવે ત્યારે શું ખાવું જોઈએ?

શું તમારા સાંધાઓમાંથી હલનચલન દરમ્યાન કોઈ અવાજ આવે છે? તો તેને અવગણશો નહિ, આજે જ આ ઘરેલું નુસખા અપનાવો

હાડકાને લગતી કોઈપણ સમસ્યાને નાની ન સમજો, સમય જતાં તે ગંભીર રૂપ લઈ શકે છે, હાડકાં માંથી આવતો અવાજ અને તેનો ઉપાય

હાડકાં પણ આપણા શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આપણા શરીરની સંપૂર્ણ રચના કે બાંધો આ હાડકાં પર જ ટકી રહેલો હોય છે. જો આપણી હાડકાની રચના જ ખુદ મજબૂત ન હોય તો આપણું આખું શરીર નબળું પડી જશે અને આપણે કોઈ પણ કામ યોગ્ય રીતે કરી શકીશું નહીં.

image source

શું તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે ઉભા થતાં અથવા ચાલતા સમયે તમારા સાંધામાંથી અચાનક કટ-કટ અવાજ આવ્યો હોય? જો આવું ઘણી વાર થાય છે, તો તેને બિલકુલ અવગણો નહીં. આ હાડકાની ગંભીર સમસ્યાની નિશાની હોઈ શકે છે.

તેથી, હાડકાંને મજબૂત બનાવવા માટે આપણે આપણા આહાર પર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ. જ્યારે આપણા હાડકાંમાં ગ્રીસ ઓછી થાય છે, ત્યારે હાડકાંમાંથી કટ કટ એવો અવાજ આવવા લાગે છે.

સૌ પ્રથમ તો આપણે આત્યંતિક સખત મહેનતવાળા કામ ન કરવા જોઈએ.

– મેથીના દાણા:- મેથીના દાણાનું સેવન કરવાથી હાડકાં ફાયદાકારક રહેશે. આ માટે, અડધી ચમચી મેથીના દાણાને રાત્રે પાણીમાં પલાળી રાખો, પછી તેને સવારે ચાવીને ખાવ અને તેનું પાણી પણ પીવો. આ નિયમિતપણે કરવાથી હાડકાંનો અવાજ બંધ થવામાં મદદ મળશે.

image source

– અખરોટની 2,4 ગિરીયા રાત્રે પલાળીને સવારે ખાવી જોઈએ.

image source

– બદામની ગિરી પણ રાત્રે પલાળીને સવારે ખાલી પેટ છાલ કાઢીને ખાવી જોઈએ. તેનાથી હાડકાં મજબૂત બને છે.

image source

– દૂધ એ પણ કેલ્શિયમનો સારો સ્રોત છે. હાડકાંમાંથી કટ કટ એવો અવાજનો અર્થ એ પણ હોઈ શકે છે કે તેમાં લુબ્રિકન્ટનો અભાવ છે. ઘણીવાર આ સમસ્યા આપણી ઉંમર પ્રમાણે વધવા લાગે છે. તેથી, શરીરને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેલ્શિયમના અન્ય સ્રોતોના વપરાશ ઉપરાંત, પુષ્કળ દૂધ પીવો.

image source

– જો આપણે દરરોજ દેશી ગાયનું દૂધ પીએ છીએ, તો પણ તે હાડકાંમાં કેલ્શિયમની માત્રાને પૂર્ણ કરે છે અને કટ કટનો અવાજ આવતો નથી.

– ગાયનાં ઘીનું સેવન કરવાથી પણ હાડકાં ખૂબ સારા રહે છે.

image source

– ગોળ અને ચણા ખાઓ:- શેકેલા ચણાની સાથે ગોળનું સેવન શરીર માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. શેકેલા ચણામાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન અને વિટામિન પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. દિવસમાં એકવાર ગોળ અને શેકેલા ચણા ખાવા જ જોઇએ. આ હાડકાંની નબળાઇ દૂર કરશે અને કટ કટનો અવાજ પણ બંધ કરશે.

– જો શેકેલા ફ્લેક્સસીડનો (અળસી) પાવડર બનાવી લો, અને રોજ સવારે એક ચમચી તેને ખાવામાં આવે તો તે પણ હાડકાં માટે સારું છે.

– તલના તેલથી રોજ આખા શરીરની માલિશ કરવાથી પણ હાડકા મજબૂત બને છે.

image source

– હાડકાંને મજબૂત બનાવવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું પણ જરૂરી હોય છે.

– જો વધુ સમસ્યા હોય, તો તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને યોગ્ય સારવાર લેવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત