ડાયાબિટીસને કંટ્રોલમાં કરવા આજથી જ ફોલો કરો આ ટિપ્સ, નહિં પડે ઇન્સ્યુલિન લેવાની પણ….

મિત્રો, આપણા દેશમા ડાયાબીટીસના દરદીઓનુ પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યુ છે અને તેની પાછળ જવાબદાર આપણી ખોટી જીવનશૈલી છે. આપણા દેશમા હાલ ડાયાબિટીઝની બીમારીથી પીડાતા લોકોનુ પ્રમાણ એ હદ સુધી વધી રહ્યુ છે એ ચિંતાજનક છે. આમ તો આ બીમારીને અમીરોની બીમારી કહેવાય છે કારણકે, તે ખોટા એશઆરામવાળી જીવનશૈલીના પરિણામ સ્વરૂપે જ આવે છે. ડાયાબિટીઝ એ આધુનિક સમયની ખોજ છે બાકી આયુર્વેદમા આ બીમારીને પ્રમેહ તરીકે ઓળખવામા આવે છે.

image source

આપણે ત્યા આજે પણ લોકો એવું કહેતા સાંભળવા મળે છે કે, વધારે પડતુ ગળ્યુ ખાશો તો ડાયાબિટીઝ થઈ જશે પરંતુ, આ લોકોની માનસિકતાને દૂર કરતા તમને જણાવી દઉં કે, માણસ વધારે પડતુ ગળ્યુ ખાય તો તેને ડાયાબીટીસ થઈ જાય છે એવુ નથી હોતુ પરંતુ, જ્યારે કોઈ વ્યક્તિના શરીરમા ગ્લુકોઝનુ એનર્જીમા રૂપાંતર કરવાની ક્ષમતામા ખોટ આવે ત્યારે આ બીમારી થવાની સંભાવના વધી જાય છે.

image source

આપણા આધુનિક વિજ્ઞાન મુજબ ડાયાબિટીઝના ફક્ત બે જ પ્રકાર છે પરંતુ, આયુર્વેદમા આ બીમારીના લક્ષણો પરથી એના વીસ જેટલા પ્રકાર છે. અપચો, વધુ પડતુ બેઠાડુ જીવન, વધુ પડતી ઊંઘ, તણાવ અને મેદસ્વિતા એ આ બીમારીના મુખ્ય કારણો હોય છે. આજે આ લેખમા આપણે અમુક એવી બાબતો વિશે ચર્ચા કરીશુ જેને અનુસરશો તો તમારી આ સમસ્યામાંથી તમને તુરંત મુક્તિ મળી જશે.

ઘઉં નહી પણ કરો ચોખાનુ સેવન :

image source

લોકો એવી માનસિકતા ધરાવે છે કે, ડાયાબિટીઝ થાય તો ચોખા ના ખવાય પરંતુ, આ એક ખોટી માન્યતા છે. ઘઉં કરતા ચોખા પચવામા ખુબ જ હલકા અને પૌષ્ટિક હોય છે.ડાયાબિટીઝની સમસ્યાથી પીડાતા લોકો જો કમ સે કમ એક વર્ષ જૂના અને અનપૉલિશ્ડ ચોખાનુ સેવન કરે તો આ ચોખામા સમાવિષ્ટ લાયસિન તમને ભોજનમાથી વિટામિન-બી અને કૅલ્શિયમ શોષવામા સહાયરૂપ સાબિત થાય છે.

સ્થૂળતા ઘટાડવા માટે કરો જવનુ સેવન :

image source

આયુર્વેદમા જવને સ્થૂલવિલેખનમ કહેવામા આવે છે. ડાયાબિટીઝની સમસ્યાથી પીડાતા લોકો મુખ્યત્વે મેદસ્વી હોય છે અને તેમની આ ચરબીને ઘટાડવી અત્યંત આવશ્યક હોય છે. ઘઉની સાપેક્ષે જવમા પુષ્કળ માત્રામા ફાઇબર સમાવિષ્ટ હોય તો તેના કારણે કબજિયાતની સમસ્યા દૂર થાય છે. જવનુ પાચન ખુબ જ ધીમે-ધીમે થાય છે એટલે એનાથી લોહીમા એકાએક જ શુગર નથી વધતી. આ સિવાય જવથી લીવરનુ ફંક્શન પણ સુધરે છે તથા શરીરમા ભરાઈ રહેલ યુરિક એસિડના પ્રમાણમા પણ ઘટાડો થાય છે, જેના કારણે કિડનીમા થતી સમસ્યાઓની સંભાવના ઘટે છે.

આ બાબતો અંગે લેવી નિયમિત કાળજી :

image source

નિયમિત વહેલી સવારે આમળા અને લીલી હળદરને મિક્સ કરી તેનુ જ્યુસ બનાવીને પીવો. આનાથી તમારુ લોહી શુદ્ધ થાય છે અને તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. આ સિવાય નિયમિત સવારે અથવા સાંજે ૪૫ મિનિટ વોકિંગ રાખવુ અત્યંત આવશ્યક છે. જમ્યા પછી તરત જ સૂઈ જવું નહીં, રાતે જમ્યા પછી કમ સે કમ સો ડગલા ચાલવુ. લાંબો સમય ભૂખ્યા રહેવુ નહીં અને ભૂખ કરતા વધુ ક્યારેય ખાવુ નહીં. આંખનુ ચેક-અપ નિયમિત કરાવતા રહેવુ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત