દૂધીના જ્યુસમાં ઉમેરો આ એક વસ્તુ અને તેનાથી માથાના દુખાવાથી લઈને અનેક તકલીફ થશે દૂર…

દૂધીમાં વિટામિન એ અને સી, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને ઝીંક ભરપૂર પ્રમાણમાં હોય છે. એનાથી ન ફક્ત શરીરની જરૂરિયાતોની પૂર્તિ થાય છે પણ શરીર ઘણી બીમારીઓથી પણ સુરક્ષિત પણ રહે છે. દૂધીનાં આ જ ગુણોના કારણે ઘણી બીમારીઓમાં ઔષધિના રૂપમાં પણ ઉપયોગ કરવામાં આવે છે.

દુધી ઠંડી અને પૌષ્ટિક હોય છે. એ પિત્ત અને કફને દૂર કરે છે.આ એક ખૂબ જ ફાયદાકારક શાકભાજી છે.અને દરેક ઋતુમાં શરીરને લાભ કરે છે. દૂધીમાં 96% પાણી હોય છે. એમાં ડાયટરી ફાઇબર પણ ભરપૂર પ્રમાણમાં હોય છે અને ફેટ અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. દૂધીમાં ભરપૂર માત્રામાં થાયમીન, રાઈબોફ્લેવિન, મિનરલ્સ, ફોસ્ફરસ અને સોડિયમ હોય છે જે સ્વસ્થ રહેવામાં મદદ કરે છે. દૂધીને છાલ સહિત ખાવી વધુ લાભદાયક છે.

image source

જો શરીરમાં ગરમીને કારણે માથાનો દુખાવો કે પછી અપચો હોય તો દૂધીનું જ્યુસ આદુ નાખીને પીવો. એનાથી હાઈ બ્લડપ્રેશરની સમસ્યા પણ ઠીક થઈ જાય છે

દૂધીનું જ્યુસ કબજિયાત, દસ્ત, એસીડીટી અને ખરાબ પાચનશક્તિને ઠીક કરવામાં મદદ કરે છે. પાણીની ભરપૂર માત્રા હોવાના કારણે દૂધીનું નિયમિત સેવન સવારે સરળતાથી પેટ સાફ કરવામાં મદદ કરે છે.

દૂધીનાં જ્યુસમાં મીઠું નાખીને પીવાથી શરીરમાં પાણીની કમીના કારણે થનારી બધી જ તકલીફો દૂર થઈ જાય છે.

દૂધીને પગના તળિયે લગાવવાથી પગની ગરમી એટલે કે બળતરામાં રાહત મળે છે.

વધારવા તેલ અને મસલાવાળું ભોજન લીવરને નુકશાન પહોચાડે છે પણ રોજ દૂધીનું જ્યુસ પીવાથી લીવર સંબંધિત સમસ્યાઓને ઠીક કરવામાં મદદ મળે છે. દૂધીમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન સી લીવરમાં સોજો અને દુખાવો જેવી તકલીફોને ઘટાડે છે.

વીંછી કરડ્યો હોય એ જગ્યા પર દૂધીને પીસીને લેપ બનાવો અને એનો રસ કાઢીને પીવડાવો. એનાથી વીંછીનું ઝેર ઉતરી જાય છે.

દૂધીનું રાયતું બનાવીને આપવાથી લસૂ મોશનમાં રાહત મળે છે.

ગુરદાના દુખાવામાં દૂધીને પીસીને લેપ કરવાથી આરામ મળે છે.

image source

દૂધી વજન પણ ઘટાડે છે. એ માટે તમારે દૂધીને રોજ શાક, જ્યુસ વગેરે રીતે લેવી જોઈએ. જો તમે ઇચ્છો તો ચેન્જ માટે એને ઉકાળીને મીઠું નાખીને પીઓ.

દૂધીમાં નેચરલ પાણી હોય છે. એવામાં એના નિયમિત ઉપયોગથી પ્રાકૃતિક રૂપથી ચહેરાનો રંગ ખીલે છે. એનું જ્યુસ પીવા સિવાય થોડો હાથમાં લઈને ચહેરા પર મસાજ કરો. એની સ્લાઇસની કાપીને ચહેરા પર મસાજ કરી શકો છે. એનાથી સ્કિન ગ્લો કરે છે.

શુગરના દર્દીઓ માટે દૂધી ખૂબ જ લાભદાયક છે. એટલે જેમને ડાયાબિટીસ છે એમને દરરોજ સવારે ખાલી પેટ દૂધીનું જ્યુસ પીવું જોઈએ.

દૂધીનાં બિયાને પીસીને હોઠ પર લગાવવાથી જીભ અને હોઠના ચાંદા મટી જાય છે

એ પેટમાં ગડબડ હોય તો એને પણ દૂર કરે છે. દૂધીનું જ્યુસ ઘણું હલકું હોય છે એને એમ એવા ઘણા તત્વો હોય છે જે અપચો કબજિયાત અને ગેસની તકલીફથી છુટકારો આપે છે.

દૂધી નિયમિત રૂપથી ખાવાથી હાનિકારક કોલેસ્ટ્રોલની સમસ્યા ઘટે છે જેનાથી હૃદય સંબંધિત ઘણી બીમારીઓ અને વધતા કોલેસ્ટ્રોલથી થતી તકલીફ નથી થતી.

image source

મૂત્ર સંબંધિત તકલીફમાં પણ દૂધી લાભદાયી છે. એ શરીરમાં સોડિયમના વધુ પ્રમાણને ઘટાડવામાં મદદ કરે છે જે યુરિન દ્વારા બહાર નીકળી જાય છે.

દાંતના દુખાવામાં પણ દૂધી ઉપયોગી છે. 75 ગ્રાન દૂધીમાં 20 ગ્રામ લસણ પીસીને એક લીટર પાણીમાં ઉકાળો. જ્યારે પાણી અડધું રહે તો એને ગાળીને એનાથી કોગળા કરવાથી દાંતનો દુખાવો દૂર થાય છે..

લીવરની કે પછી પેટની તકલીફ હોય તો દૂધીને ધીમા તાપે ચડવા દઈને એનો રસ કાઢી લો. પછી એમાં થોડી મીશ્રી ભેળવીને પીવો..

દૂધીમાં ઘણા બધા ફાઇબર હોય છે જે એમ રહેલા પાણી સાથે મળીને પાચનક્રિયાને સરળ બનાવે છે. આ જ્યૂસને નિયમિત પીવાથી એસીડીટીની તકલીફ નથી થતી.

દૂધીનાં ટુકડાને તળિયે માલિશ કરવાથી ટાઇફોઇડના તાવની બળતરા દૂર થાય છે.

image source

દૂધી કફ અને ખાંસીમાં પણ રાહત આપે છે.

દૂધી કે તુલસીના પાનને પાણીમાં પીસીને બવાસીરના મસા પર દિવસમાં બે ત્રણ વાર લગાવો. એનાથી દુખાવો અને બળતરા ઓછી થાય છે અને મસા પણ નષ્ટ થઈ જાય છે.

દૂધીનાં પાનને પીસીને બવાસીરના મસા પર લગાવવાથી પણ મસા ખતમ થઈ જાય છે.

દૂધીની છાલને છાંયડામાં સૂકવીને એને પીસીને પાઉડર બનાવી લો. એને એક ચમચી દર રોજ સવારે સાની પાણી સાથે લો. 6 7 દિવસ સતત લેવાથી બવાસીરમાં લોહીનું આવવું બંધ થઈ જાય છે.

image source

દૂધીનાં ટુકડાને પગના તળિયે માલિશ કરવાથી લુના કારણે થતી બળતરા દૂર થાય છે.

દૂધીને ઉકાળીને ખવાથી નકસીરમાં રાહત મળે છે.

યુરિન પ્રોબ્લેમ્સમાં 10 મિલી દૂધીનાં રસમાં 20 20 ગ્રામ મીશ્રી અને કલમી શોરાને 250 મિલી પાણીમાં ભેળવુંને દિવસમાં બે વાર સવાર સાંજ લો.

ઘૂંટણના દુખાવામાં કાચી દૂધીને કાપીને એની લૂગદી બનાવીને ઘૂંટણ પર રાખીને કપડાથી બાંધી લો. તરત આરામ મળશે.

ચેહરા પર જાંય હોય તો દૂધીની તાજી છાલને પીસીને ચહેરા પર લેપ કરો.

image source

જો ક્યારેય બીમાર પડવા ન માંગતા હોય તો દર રોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ દૂધીનું જ્યુસ પીવો.

દૂધીનું જ્યુસ બનાવવા માટે 250 કે 300 ગ્રામ દૂધી, અડધી ચમચી જીરું પાઉડર, ચપટી સંચળ પાઉડર, 4 5 ફુદીનાના પાન, સ્વાદ અનુસાર મીઠું લો. દૂધીને છોલી અને ધોઈને ટુકડા કરી ફુદીનાના પાન નાખી મિક્સરમાં પીસી લો. જ્યુસ બની જાય એટલે એમાં જીરું, સંચળ અનવ મીઠું નાખો. આ જ્યૂસને નિયમિત રીતે પીવાથી ભૂખ કંટ્રોલમાં રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત