આ ફ્રુટ ખાવાથી સ્કિન પર આવે છે નેચરલ ચમક, જાણો તમે પણ બીજા આ ફાયદાઓ વિશે

ઘણા લોકો સામાન્ય રીતે એવું માનતા હોય છે કે કેળા ખાવાથી તેઓ જાડા થઇ જશે. જો કે કેળામાં રહેલી ચરબી એ આપણા શરીરમાં પ્રોટીનની પુરતી માટે જરૂરી છે. જો તમે રોજ બે કેળા અને એક કપ દૂધ સાથે બાદમ ખાઓ છો તો તમને આખાય દિવસનું ન્યુટ્રીશન એક જ નાસ્તામાં મળી જશે.

image source

કેળામાં ફાયબરની માત્રા ઘણી વધારે હોય છે, જે આપણા પાચનતંત્રને મજબુત બનાવે છે. કેળા ખાવાથી તમે જાડા થઇ જાઓ છો એ સાચું નથી ઉલટાનું તમારા શરીરને એમાંથી ન્યુટ્રીશન મળે છે અને તમારું શરુર સમયસર જમવાનું માંગે છે. આ સિવાય કયા કયા લાભ થાય છે, આજે અમે આપને જણાવીશું…

વિટામીન બી6 મહિલાઓને બ્રેસ્ટ કેન્સરથી બચાવે છે

image source

સામાન્ય રીતે દરેક વ્યક્તિને શરીરમાં વિટામીન અને ઇન્સ્યુલીનના યોગ્ય પ્રમાણમાં નિર્માણ માટે વિટામીન બી 6 ની જરીરિયાત હોય છે. આ વિટામીન બી 6 કેળામાંથી મળી આવે છે. રોજ સવારે ઉઠીને એક અથવા બે કેળા ખાવાથી શરીરમાં વિટામીન બીની કમી થતી નથી.

image source

ઉલ્લેખનીય છે કે વિટામીન બી6 એ મહિલાઓને બ્રેસ્ટ કેન્સરથી પણ બચાવે છે. આ સિવાય કેળામાં મેગ્નીશીયમ પણ ભરપુર માત્રામાં હોય છે, જેના કારણે શરીરમાં મેગ્નેશિયમની કમી રહેતી નથી. મેગ્નેશિયમની કમીથી વ્યક્તિને સારી રીતે ઉંઘ આવતી નથી, આંખોની આસપાસ કાળા કુંડાળા થવા અને સ્વભાવ ચીડિયો થઇ જવા જેવી સમસ્યાઓ પણ રહે છે.

કેળામાં એન્ટી ઓક્સીડન્ટ તત્વ હોય છે

image source

કેળા આપણા શરીમાં લોઈના દબાણને નિયંત્રિત કરે છે. પરિણામે બ્લડપ્રેશરની સમસ્યા ધરાવતા લોકો માટે કેળાનું સેવન લાભદાયી છે. કેળામાં આયરનની માત્રા વધુ હોવાથી શરીરમાં લોહીની કમી થતી નથી. કેળામાં રહેલા એન્ટી ઓક્સીડન્ટ તત્વ વ્યક્તિને ઘરડા થતા અટકાવે છે. જો કે નિયમિત રૂપે કેળાનું સેવન કરતા લોકોની ત્વચા નરમ અને ચમકદાર હોય છે. દાંતને લગતી સમસ્યાઓ માટે પણ કેળા લાભદાયી છે.

સામાન્ય વજન જાળવી રાખવામાં સહાયક બને છે

image source

સવારે ભૂખ્યા પેટે કેળા ખાવા એ સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. કેળા ખાવા માટેનો સૌથી સારો સમય સવારનો ગણાય છે, જો કે બપોરના ભાગે પણ કેળા ખાઈ શકાય છે. જો કે સંધ્યાકાળ પછીના સમયે કેળા ખાવા જોઈએ નહિ.

image source

આ સિવાય જો તમારા બાળકની ઉંચાઈ વધી રહી નથી તો એને સવારે બે કેળા ગાયના દૂધ સાથે ખવડાવવા જોઈએ. નિયમિત આમ કરવાથી થોડાક જ મહિનાઓમાં બાળકની હાઈટમાં થતો વધારો નોધી શકાશે. કુપોષણના શિકાર હોય એવા બાળકો માટે પણ કેળાનું સેવન લાભદાયક છે. કારણ કે કેળા એ કોઈ પણ વ્યક્તિને પોતાનું સામાન્ય વજન જાળવી રાખવામાં સહાયક બને છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,