દરિયાની નીચે કેટલાય વર્ષથી પડ્યું હતું જહાજ, હવે સરકારે ખોલ્યું તો કહ્યું- આમા તો સોનુ છે, જુઓ વીડિયો

વર્ષ 1708માં, બ્રિટિશ સેનાએ 62 બંદૂકવાળી સેન જોસ યુદ્ધ જહાજ (સનકેન સેન જોસ ગેલિયન)ને ડૂબાડી દીધી હતી. જે વર્ષ 2015માં દરિયામાં મળી આવ્યું હતું. આમાં એક નવા સમાચાર છે કે હાલમાં જ સ્પેનની સરકારે કહ્યું છે કે આ જહાજના ભંગારમાં સોનું અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ છે.

સ્પેનની સરકારે વીડિયો જાહેર કર્યો છે :

સ્પેનની સરકારે આનો એક વિડિયો પણ જાહેર કર્યો છે જે રિમોટ કંટ્રોલ વાહનમાંથી રેકોર્ડ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં મુખ્ય યુદ્ધ જહાજના ભંગાર પાસે એક બોટ અને જહાજ જોઈ શકાય છે.

200 વર્ષ જૂનું વહાણ :

વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ આ બંને જહાજો 200 વર્ષ જૂના છે. સરકારે દેશના કેરેબિયન દરિયાકાંઠે 3,100 ફૂટ નીચે રિમોટથી સંચાલિત પાણીની અંદર વાહન મોકલ્યું હતું. વાદળી અને લીલી છબીઓમાં સોનાના સિક્કા, વાસણો અને સંપૂર્ણ સ્થિતિમાં પ્રોક્લેનના કપ સમુદ્રના તળ પર પથરાયેલા છે. લાંબા સમય સુધી દરિયાની નીચે પડ્યા પછી પણ આ જહાજનો એક ભાગ એકદમ સુંદર દેખાય છે.

image sours