દીપિકા પાદુકોણનો ખુલાસો : હેંગઓવર ઉતારવા માટે બેગમાં આ ખાસ વસ્તુ રાખે છે અભિનેત્રી

બોલિવૂડ અભિનેત્રીઓ શું કરે છે, શું ખાય છે તે જાણવામાં દરેકને રસ હોય છે. પરંતુ ચાહકોને એ જાણવામાં સૌથી વધુ રસ છે કે તેમની પ્રિય અભિનેત્રી તેની બેગમાં શું રાખે છે. બોલિવૂડની ટોપ મોસ્ટ એક્ટ્રેસ દીપિકા પાદુકોણની વાત કરવામાં આવે તો દીપિકાની બેગમાં કઈ કઈ વસ્તુઓ છે તે જાણવું જ રહ્યું.

વોગ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં દીપિકા પાદુકોણે ‘What’s in my bag’ સેશનમાં જણાવ્યું હતું કે તે પોતાની બેગમાં કઈ કઈ જરૂરી વસ્તુઓ રાખે છે.

image source

હેંગઓવરથી છુટકારો મેળવવા માટે દીપિકાની બેગમાં ખાસ દવા છે

દીપિકા પાદુકોણે જણાવ્યું કે તે પોતાની બેગમાં હેંગઓવરથી રાહત મેળવવા માટે દવા રાખે છે અને તે દવાનું નામ અલકા સેલ્ટઝર છે. આ હેંગઓવર રાહત ગોળીઓ હેંગઓવરના લક્ષણોને ઘટાડે છે, જેમ કે માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, થાક.

image source

આ ખાસ દવા સિવાય દીપિકા પાદુકોણ માઉથ ફ્રેશનર, પેન્સિલ-ડાયરી પણ રાખે છે. અભિનેત્રીએ કહ્યું કે તે તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સિવાય દીપિકા હંમેશા પોતાની બેગમાં સેફ્ટી પિન અને બેન્ડેજ રાખે છે. વેલ, અમે તમને દીપિકાની બેગમાં રહેલ સામગ્રી વિશે જણાવ્યું છે. આશા છે કે તમને જાણીને આનંદ થશે.