હેલ્થ માટે ફાયદો જ નહીં નુકસાનદાયી પણ બની શકે છે દૂધ, જાણો કારણો

દૂધ પીવું હેલ્થ માટે સારું માનવામાં આવે છે. દૂધમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામીન ડી, પોટેશિયમ સહિતના અનેક પોષક તત્વો હોય છે. દૂધને હંમેશા સારી હેલ્થ, મજબૂતી અને સાથે શારિરીક વિકાસ સાથે જોડીને જોવામાં આવે છે. પણ દૂધને હાડકા માટે જેટલું જરૂરી માનવામાં આવે છે તેટલા જ તેના નુકસાન પણ છે.

image source

શોધકર્તાઓનું કહેવું છે કે દૂધને સુપરફૂડની જેમ જોવું નહીં. તેમનું કહેવું છે કે દૂધ પીવું શરીરને માટે ફાયદો કરે છે પણ વધારે દૂધ પીવાથી હેલ્થને નુકસાન પણ થઈ શકે છે. એક સર્વે અનુસાર ડેરી પ્રોડક્ટમાં કોઈને કોઈ એવા પોષક તત્વો નથી જે કોઈ અન્ય ચીજમાં મળતા નથી. એ સાચું છે કે દૂધને કેલ્શિયમનો સારો સોર્સ માનવામાં આવે છે પણ આ સિવાય પણ ખાદ્ય પદાર્થ છે જેનાથી કેલ્શિયમની ખામી ભરી શકાય છે.

image source

અન્ય એક રિપોર્ટથી મળતી માહિતી અનુસાર મજબૂત હાડરા માટે દૂધ જાદુની ગોળી સમાન નથી. જે દેશમાં દૂધનું સૌથી વધારે સેવન કરાય છે ત્યાં પણ ફ્રેક્ચરનો દર વધારે હોય છે. એટલે કે ફક્ત દૂધ વધારે કે ઓછું પીવાથી હાડકા પર કોઈ ખાસ અસર થતી નથી. દૂધ સિવાય પણ એ ચીજો છે જેનાથી હાકડા મજબૂત બને છે.

image source

લંબાઈની સાથે સાથે હાડકામાં ફ્રેક્ચરનો ખતરો પણ વધવા લાગે છે. શોધકર્તાનું કહેવું છે કે દૂધમાં દરેક જરૂરી પોષક તત્વો મળે છે પણ આ તત્વો અન્ય ચીજોથી મળે છે. કેટલાક લોકોને દૂધની એલર્જી હોય છે જેને લેક્ટોઝ ઈનટોલેરન્સ પણ કહે છે. આવા લોકો ડેરી પ્રોડક્ટમાં મળતા લેક્ટોઝને પચાવી શકતા નથી અને સાથે દૂધ પીવાથી તેમના પેટ ફૂલવાની અને પેટમાં દર્દ થવાની ફરિયાદ થવા લાગે છે. બજારમાં લેક્ટોઝ ફ્રી મિલ્ક પણ મળે છે. આ લોકોએ ડાયટમાં સોયા પ્રોડક્ટ અને કેલ્શયમના અન્ય સોર્સ જેમકે ઓરેન્જ જ્યૂસ, લીલા શાક અને ટોફૂને સામેલ કરવા.

દૂધ પીવાથી થઈ શકે છે આ બીમારીઓ

image source

હેલ્થ એક્સપર્ટના માનવા અનુસાર દૂધનું વધારે પ્રમાણ હેલ્થને નુકસાન કરે છે. ખાસ કરીને ગાયનું દૂધ પીતી સમયે સાવધાની રાખવી જરૂરી બને છે. ડેરી પ્રોડક્ટના વધારે ઉપયોગથી પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સર અને એન્ડોમેટ્રિયલ કેન્સરનો ખતરો વધે છે.

image source

જો તમે ફૂલ ક્રીમ મિલ્કનો ઉપયોગ કરો છો તો તેમાં સોડિયમનું પ્રમાણ વધારે હોય છે અને સાથે સેચ્યુરેટેડ ફેટ પણ વધારે હોય છે. આ બંને ચીજો તમારા હાર્ટ પર અસર કરે છે. રિસર્ચ અનુસાર તમે લો ફેટ મિલ્ક પીઓ તે યોગ્ય છે. દૂધથી પ્રાપ્ત થતા પોશક તત્વોની ભરપાઈ અન્ય ફૂડ્સથી કરવા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત