એકનું એક માસ્ક આટલી વાર પહેરતા હોવ તો સાવધાન, નહિં તો આવી જશો બ્લેક ફંગસના ઝપેટમાં!

ગુજરાત સહિત દેશભરમાં જે ફંગસ ના કારણે ફરીથી લોકો ચિંતામાં મુકાયા છે તેને લઈને એઈમ્સના નિષ્ણાંત દ્વારા મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે. દેશમાં મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ બ્લેક ફંગસ ના કેસ ગુજરાતમાં નોંધાયા છે. રાજ્યમાં હોસ્પિટલોમાં દિવસ દરમિયાન અનેક સર્જરી કરવામાં આવી રહી છે જેથી કરીને લોકોના જીવ બચાવી શકાય.

આ ફંગસ નાક વાટેથી ફેલાવવાનું શરૂ થાય છે અને મગજ સુધી પહોંચી જાય તો વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે. આ ફંગસની ખબર પડે ત્યારે જ તેનું ઓપરેશન કરવું પડે છે. ઓપરેશન દરમ્યાન ઘણી વખત દર્દીના દાંત, જડબાનો કેટલોક ભાગ, નાકનો કેટલોક ભાગ અને ઘણી વખત આંખ પણ કાઢવી પડે છે. આવી ભયંકર મહામારી ફેલાવાનું કારણ સામે આવ્યું છે.

image source

એઈમ્સના ન્યુરોસર્જરી ના પ્રોફેસર ડોક્ટર પી શરદચંદ્ર બ્લેક ફંગસ ને લઈને આ વાત કહી છે. કોરોના વાયરસ પછી આ બીજી મહામારીએ દેશમાં મોટું સંકટ ઊભું કરી દીધું છે. ગુજરાત સહિત અનેક રાજ્યો આ બીમારીને મહામારી ઘોષિત કરી ચુક્યા છે. તેવામાં ડોક્ટર ચંદ્રાએ આ બીમારીના લક્ષણ અને તે કેવી રીતે સૌથી વધુ ફેલાઈ શકે છે તે જણાવ્યું છે.

તેમનું કહેવું છે કે કોરોના વાયરસ ના દર્દીઓને સિલિન્ડર થી જ સીધું ઠંડુ ઓક્સિજન દેવું ખૂબ ખતરનાક છે. આ સાથે જ તેમણે કહ્યું છે કે બેથી ત્રણ અઠવાડિયા સુધી એકનું એક માસ્ક પહેરવું પણ ફંગસ થવાનું જોખમ ઊભું કરે છે. જોકે આ મહામારી ફેલાવવાના પ્રાથમિક તારણ છે. હજુ સુધી આ ફંગસ ફેલાવવાનું સચોટ કારણ જાણી શકાયું નથી.

જણાવી દઈએ કે એક માસ્ક વારંવાર પહેરવું સ્વાસ્થ્ય માટે જોખમકારક છે. કોરોનાના સમયમાં માસ્ક પહેરવું ફરજીયાત જ છે, પરંતુ જરૂરી એ પણ છે કે માસ્કને લઈને સ્વચ્છતા નું પાલન પણ કરવામાં આવે. આ પહેલા પણ સામે આવ્યું હતું કે એક માસ્ક નો ઉપયોગ તેને ધોયા વિના વારંવાર કરવાથી વિવિધ પ્રકારના ઇન્ફેક્શન લાગવાનું જોખમ વધે છે. તેવામાં હવે એઈમ્સના નિષ્ણાંતોનું કહેવું છે કે બેથી ત્રણ અઠવાડિયા સુધી એકનું એક માસ્ક પહેરવાથી ફંગસ નું જોખમ વધી શકે છે.

આ વાતને લઇ લોકોએ ગંભીરતા દાખવવાની ખૂબ જ જરૂર છે કારણકે દિવસેને દિવસે રાજ્યમાં બ્લેક ફંગસ ના કેસ વધી રહ્યા છે. તેની સામે ચિંતાજનક વાત એ છે કે આ બીમારીની સારવાર માટે જરૂરી ઇન્જેક્શન્સ નો અભાવ વર્તાઇ રહ્યો છે જેના કારણે દર્દીઓ ના જીવ પણ જોખમમાં મુકાઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત