ઈ-કોમર્સમાં ખતમ થશે એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી કંપનીઓનું શાસન, જાણો સરકારની યોજના

કેન્દ્ર સરકાર નાના વેપારીઓને મોટું બજાર પૂરું પાડવા અને દેશની મોટી ઈ-કોમર્સ કંપની એમેઝોન-ફ્લિપકાર્ટનું શાસન ખતમ કરવા માટે તેનું ઈ-કોમર્સ પ્લેટફોર્મ (ઓપન નેટવર્ક ફોર ડીજીટલ કોમર્સ) લોન્ચ કરવા જઈ રહી છે. આ પ્લેટફોર્મ બનાવવામાં સરકારને મદદ કરી રહ્યા છે ટેક જાયન્ટ અને આઈટી કંપની ઈન્ફોસીસના સહ-સ્થાપક નંદન નીલેકણી, જેણે ભારતમાં લગભગ 140 કરોડ લોકોને બાયોમેટ્રિક ઓળખ આધાર ઉપલબ્ધ કરાવ્યું છે.

image source

સરકાર દ્વારા વિકસાવવામાં આવેલ ઈ-કોમર્સ પ્લેટફોર્મનો હેતુ નાના દુકાનદારોના અધિકારોનું રક્ષણ કરવાનો છે. હાલમાં, એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી કંપનીઓ રિટેલ બિઝનેસમાં તેમનો હિસ્સો વધારવા માટે અબજો રૂપિયાનું રોકાણ કરી રહી છે. જેના કારણે નાના દુકાનદારોને ભારે નુકશાની વેઠવી પડી રહી છે. આ બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર આ ફ્રી ઈ-કોમર્સ પ્લેટફોર્મ લાવી રહી છે. આમાં ગ્રાહકો સાબુથી લઈને એર ટિકિટ બુક કરાવી શકે છે. તે જ સમયે, તેમાં જોડાનાર વેચાણકર્તાએ કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં. આનાથી તેમને કોઈપણ ખર્ચ વિના તેમનો વ્યવસાય વધારવામાં મદદ મળશે.

સરકાર દ્વારા વિકસાવવામાં આવેલ ઈ-કોમર્સ પ્લેટફોર્મ નફો મેળવવા માટે નહીં હોય. તે ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ અથવા ONDC તરીકે ઓળખાતી બિન-લાભકારી સિસ્ટમ પર કામ કરશે. તેનો ઉદ્દેશ્ય નાના વેપારીઓ અને છૂટક વેપારીઓને મોટું બજાર પૂરું પાડવાનો હશે. સરકાર બધા માટે એક ઈ-કોમર્સ પ્લેટફોર્મ બનાવશે, જે એમેઝોન જેવી કંપનીઓની પકડ ઘટાડવામાં મદદ કરશે. એમેઝોન-ફ્લિપકાર્ટ જેવી કંપનીઓ આજે નક્કી કરે છે કે મુખ્ય ગ્રાહકોને કઈ બ્રાન્ડ્સ ડિલિવર કરવામાં આવે અને કઈ નહીં.

image source

સરકાર દ્વારા સંચાલિત ઈ-કોમર્સ પ્લેટફોર્મ આવતા મહિને પાંચ શહેરોમાં પાયલોટ પ્રોજેક્ટના આધારે શરૂ કરવામાં આવશે. જો કે, આ પ્લેટફોર્મનો સૌથી મોટો પડકાર એ સુનિશ્ચિત કરવાનો રહેશે કે નેટવર્ક તેના લક્ષ્યોને પ્રાપ્ત કરે. એમેઝોન અને ફ્લિપકાર્ટ બજાર પર પ્રભુત્વ ધરાવે છે કારણ કે તેમની ટેકનોલોજી વેપારીઓ અને ખરીદદારોને તેમના પ્લેટફોર્મ પર આકર્ષે છે.