એક સમયે અંગૂરી ભાભીનું પાત્ર ભજવનાર શિલ્પા શિંદે શો છોડીને પણ છે કરોડોની માલકિન, નેટવર્થ જાણીને ચોંકી જશો

કોમેડી ટીવી સિરિયલ ‘ભાભી જી ઘર પર હૈ’ વર્ષ 2015થી પ્રસારિત થઈ રહી છે. આ ટીવી સિરિયલમાં એક કરતાં વધુ પાત્રો જોવા મળે છે અને ભાગ્યે જ કોઈ એવો દર્શક હશે જે આ સિરિયલ જોયા પછી હસવાનું રોકી શકે. જો કે આ ટીવી સિરિયલ સાથે એક વિવાદ પણ જોડાયેલો છે. વાસ્તવમાં આ ટીવી સિરિયલમાં અભિનેત્રી શિલ્પા શિંદે ‘અંગૂરી ભાભી’નું પાત્ર ભજવતી હતી. શિલ્પાને કારણે અંગૂરીનું પાત્ર ઘર-ઘર ફેમસ થયું. શિલ્પાનો અભિનય અને તેનો કહ્યો ડાયલોગ ‘સહી પકડે હૈ’ દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય હતો.

image source

કહેવાય છે કે આ લોકપ્રિયતાને જોઈને શિલ્પાએ સીરિયલના મેકર્સ પાસે ફી વધારવાની માંગ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેકર્સે આ માંગને ફગાવી દીધી, પરિણામે શિલ્પા અને ‘ભાભી જી ઘર પર હૈ’ ના મેકર્સ વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ અને અભિનેત્રીએ સીરિયલ છોડી દીધી.

અહેવાલો અનુસાર, શિલ્પા શિંદે તે સમયે પ્રતિ એપિસોડ 35,000 રૂપિયા મેળવતી હતી, જેને અભિનેત્રી વધારવા માંગતી હતી. જો કે, ભલે શિલ્પાએ ‘ભાભી જી ઘર પર હૈં’ના નિર્માતાઓ સાથે ઝગડો કરીને સિરિયલ છોડી દીધી, પરંતુ તેની આર્થિક સ્થિતિ પર બહુ અસર થઈ નહીં.

image source

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આજની તારીખ સુધીમાં શિલ્પા શિંદેની નેટવર્થ લગભગ 14 કરોડ રૂપિયા છે. તમને જણાવી દઈએ કે શિલ્પાએ સીરિયલ છોડ્યા બાદ અભિનેત્રી શુભાંગી અંગૂરી ભાબીનું પાત્ર ભજવી રહી છે અને તેને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.