એકસાથે ત્રણ દીકરીઓને જન્મ થયો, પરિવારે કહ્યું- ઘરમાં આવ્યા ગંગા, યમુના અને સરસ્વતી

મધ્યપ્રદેશના અગર માલવા જિલ્લામાં 22 વર્ષની એક મહિલાએ ત્રણ પુત્રીઓને જન્મ આપ્યો છે. માતા અને ત્રણેય છોકરીઓ સંપૂર્ણ સ્વસ્થ છે. જણાવવામાં આવી રહ્યું છે કે મહિલાએ સાતમા મહિનામાં જ છોકરીઓને જન્મ આપ્યો હતો.

image source

કાછલિયા ગામની રહેવાસી માયાને અચાનક પ્રસૂતિની પીડા શરૂ થઈ, ત્યારપછી તેને અગર માલવાની માતા પિતાંબરા હોસ્પિટલમાં લઈ જવામાં આવી.ડોક્ટરોએ મહિલાને દાખલ કરી. પછી ઓપરેશન કરીને ડિલિવરી થઈ.

મા પીતાંબરા હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું કે મોડી રાત્રે એક વાગ્યે મહિલાએ ત્રણ સ્વસ્થ છોકરીઓને જન્મ આપ્યો. તે મહિલાની પ્રથમ ડિલિવરી હતી. 9ને બદલે સાતમા મહિનામાં મહિલાને ડિલિવરીનો દુખાવો શરૂ થયો. આવી રીતે નોર્મલ ડિલિવરી કરવી યોગ્ય ન હતી, જેના કારણે ઓપરેશન કરવું પડ્યું.

image source

હોસ્પિટલના ડાયરેક્ટર ભૂપેન્દ્ર ગુર્જરે જણાવ્યું કે ત્રણેય બાળકીઓ સાથે તેની માતા પણ સ્વસ્થ છે. સાતમા મહિનામાં ડિલિવરી થવાને કારણે છોકરીઓનું વજન 1290 ગ્રામ, 1350 ગ્રામ અને 1420 ગ્રામ છે. બાળકીના જન્મથી પરિવારના સભ્યો ખૂબ જ ખુશ છે. તેઓ છોકરીઓને ગંગા, યમુના અને સરસ્વતી કહીને બોલાવે છે. પરિવારજનોનું કહેવું છે કે છોકરીઓ દેવીના રૂપમાં આવી છે.