એક મૂઠ્ઠી ચણા રોજ સવારે ખાવાથી મળશે આ મોટા ફાયદા, જાણીને આજથી જ કરશો ઉપયોગ

જો તમે પણ શેકેલા ચણાને ટેસ્ટ માટે ક્યારેક ક્યારેક ખાઓ છો તો તેને રોજ ખાવાનું શરૂ કરો. શેકેલા ચણાના એક કપમાં 15 ગ્રામ પ્રોટીન અને 13 ગ્રામ ડાયટરી ફાઈબર હોય છે. ચણામાં અનેક વિટામિન્સ હોય છે જે હેલ્થને માટે ફાયદો કરે છે.

image source

કેટલાક લોકો ટાઈમ પાસ માટે કે પછી ક્યારેક પેટ ભરવા માટે ચણા ખાય છે. આ ચણા શેકેલા હોય તે જરૂરી છે. તેનાથી હેલ્થને અનેક ગણો ફાયદો થઈ શકે છે. લો કેલેરી હોવાના કારણે તેને હેલ્ધી સ્નેક્સ માનવામાં આવે છે. આ વજન ઘટાડવામાં મદદરૂપ બની શકે છે. અન્ય ડ્રાય ફ્રૂટની વાત કરીએ તો તે સૌથી સસ્તા છે. તો જાણો શેકેલા ચણા ખાવાથી શરીરને કયા મોટા ફાયદા થાય છે.

મળે છે તરત જ એલર્જી

image source

શેકેલા ચણામાં કાર્બોહાઈડ્રેટ, ભેજ, પ્રોટીન, કેલ્શિયમ અને આયર્નની સાથે વિટામિન્સ પણ ભરપૂર મળે છે. શેકેલા ચણામાં ફાઈબર પણ સારા પ્રમાણમાં હોય છે. તેમાં પ્રોટીન અને આયર્ન પણ વધારે હોય છે. આ કારણે તેને ખાવાથી તરત જ એનર્જી મળે છે.

હોર્મોનના સ્તરને કરે છે નિયંત્રિત

ચણામાં ફાઈટો ઓસ્ટ્રોજેન અને એન્ટી ઓક્સીડન્ટ જેવા ફાઈટોન્યૂટ્રિએન્ટ્સ હોય છે જે એસ્ટ્રોજનના સ્તરને વિનિયમિત કરવામાં મદદ કરે છે. તેનાથી મહિલાઓના હોર્મોન્સ બેલેન્સ રહે છે. તેમાં સ્તન કેન્સરનો ખતરો ઘટે છે.

પ્રેગનન્ટ મહિલાઓને કરે છે ફાયદો

image source

ગર્ભવતી મહિલાઓ માટે ચણા ફાયદો કરે છે. ગર્ભના સમયે સ્ત્રીઓને ઉલ્ટીની સમસ્યા રહે છે. ઉલ્ટી વધારે હોય તો તેની અસર બાળક પર થાય છે. કેમકે શરીર નબળું પડે છે. શેકેલા ચણા કે સત્તૂ પીવાથી ફાયદો થાય છે.

એનિમિયાના દર્દીને માટે કરે છે ફાયદો

image source

ખાસ કરીને મહિલાઓમાં લોહીની અછત રહે છે. તેનાથી બચવા માટે ડાયટમાં શેકેલા ચણા શામેલ કરો. એનિમિયાના દર્દીને માટે તે ફાયદો કરે છે. તેનાથી શરીરમાં લોહીની ખામી રહેતી નથી. ચણામાં આયર્નનું પ્રમાણ વધારે હોય છે. શરીરમાં લોહીની ખામીને પણ દૂર કરે છે.

હાડકાને કરે છે મજબૂત

image source

ચણામાં દૂધ અને દહીંના જેટલું કેલ્શિયમ મળે છે. તેને રોજ સવારે પીવાથી હાડકા મજબૂત બને છે.

બ્લડ શુગરને કરે છે કંટ્રોલ

image source

ચણા ખાવાથી શરીરમાં બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ડોક્ટર્સ પણ દર્દીને ચણા ખાવાની સલાહ આપે છે. તેના રોજના સેવનથી શુગરની સમસ્યા દૂર થાય છે. શેકેલા ચણા ડાયટમાં સામેલ કરવાથી ડાયાબિટિસની સમસ્યામાં રાહત મળે છે. આ લોકોને માટે સારું ભોજન છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત