1.80 લાખ કરોડથી વધુ થઇ એલોન મસ્કની કમાણી , 2021માં બન્યો હતો આ રેકોર્ડ

વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કના નામમાં વધુ એક સિદ્ધિ જોડાઈ ગઈ છે. ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ મસ્ક ગયા વર્ષે સૌથી વધુ કમાણી કરનાર એક્ઝિક્યુટિવ રહ્યા છે. વર્ષ 2021 માટે ફોર્ચ્યુનના 500 CEOની યાદીમાં આ માહિતી બહાર આવી છે. મસ્ક પછી, સૌથી વધુ પગાર મેળવનારા સીઈઓમાં ટિમ કૂક, રીડ હેસ્ટિંગ્સ અને સત્ય નડેલા જેવા નામોનો સમાવેશ થાય છે.

એલોન મસ્ક

image source

ફોર્ચ્યુન 500 મુજબ, મસ્કને વળતર તરીકે 2021માં આશરે $23.5 બિલિયન અથવા રૂ. 1.82 લાખ કરોડથી વધુ મળ્યા હતા. આ રીતે, મસ્ક 2021 માં સૌથી વધુ પગાર મેળવનાર સીઈઓ બન્યા. મસ્ક ઉપરાંત, 10 સૌથી વધુ પગાર મેળવનારા સીઈઓના તમામ નામ ટેક અને બાયોટેક કંપનીઓ સાથે સંકળાયેલા છે.

Tim Cook

image source

એપલના સીઈઓ ટિમ કૂક મસ્ક પછી બીજા સ્થાને છે. ફોર્ચ્યુન અનુસાર, ટિમ કૂકને ગયા વર્ષે $770.5 મિલિયન એટલે કે લગભગ રૂ. 5,973.49 કરોડનું વળતર મળ્યું હતું. તેને 10 વર્ષની ગ્રાન્ટમાં $1.7 બિલિયન શેર મળ્યા, જેનો એક ભાગ તેણે ગયા વર્ષે વેચ્યો હતો. કૂકના કાર્યકાળ દરમિયાન Appleની કિંમતમાં $2.2 ટ્રિલિયનનો વધારો થયો છે.

Jensen Huang

image source

ત્રીજા નંબરે Nvidiaના Jensen Huang છે, જેમને 2021માં $561 મિલિયન અથવા લગભગ રૂ. 4,349.29 કરોડ મળ્યા હતા. 2011 અને 2012માં હુઆંગને મળેલી ગ્રાન્ટની સમયસીમા સમાપ્ત થવા જઈ રહી હતી, જે તેણે વેચી દીધી. છેલ્લા 10 વર્ષમાં Nvidiaના શેરની કિંમત લગભગ 60 ગણી વધી છે. નેટફ્લિક્સના રીડ હેસ્ટિંગ્સને ચોથું સ્થાન મળ્યું, જેનું વળતર ગયા વર્ષે $453.5 મિલિયન અથવા લગભગ રૂ. 3,515.74 કરોડ હતું.

Satya Nadella

image source

માઇક્રોસોફ્ટના સત્ય નડેલા $309.4 મિલિયન (આશરે રૂ. 2,398.61 કરોડ)ના વળતર સાથે યાદીમાં 7મા ક્રમે છે. તેને સતત છઠ્ઠા વર્ષે ‘મોસ્ટ અન્ડરરેટેડ સીઈઓ’નો ખિતાબ પણ મળ્યો. નાડેલા 2017 થી માઇક્રોસોફ્ટનું નેતૃત્વ કરી રહ્યા છે. ઈકોનોમિક પોલિસી ઈન્સ્ટિટ્યૂટના એક રિપોર્ટ અનુસાર, મોટી કંપનીઓના સીઈઓને 2020માં સામાન્ય કર્મચારીઓના પગાર કરતાં સરેરાશ 351 ગણા વધુ પૈસા મળ્યા છે.