ટ્વીટર પછી ઈલોન મસ્કની નજર કોકા-કોલા પર, તેમાં કોકેઈન નાખવાનું આપ્યું વચન; જાણો શું કહ્યું

સોશિયલ મીડિયા કંપની ટ્વિટરને ખરીદ્યા બાદ ઈલોન મસ્ક હવે કોકા-કોલા ખરીદવા માંગે છે. મસ્કે ટ્વીટ કર્યું કે તે ટૂંક સમયમાં કોકા-કોલા ખરીદશે અને તેમાં કોકેઈન નાખશે. જોકે એલોન મસ્કે આ વાત હળવાશથી કહી છે અને આ પછી આગામી ટ્વીટમાં તેણે લખ્યું છે કે, ટ્વિટરને સૌથી મનોરંજક જગ્યા બનાવો. ઈલોન મસ્કના આ ટ્વીટ પર યુઝરે લખ્યું કે તમે મેકડોનાલ્ડ ખરીદો અને તેના તમામ આઈસ્ક્રીમ મશીનો ઠીક કરો. જેનો સ્ક્રીનશોટ ટ્વીટ કરીને મસ્કે લખ્યું, જુઓ ભાઈ, હું કોઈ ચમત્કાર કરી શકતો નથી.

image source

તમને જણાવી દઈએ કે મસ્કે મંગળવારે ટ્વિટરમાં 100 ટકા હિસ્સો ખરીદ્યો હતો, તેણે ટ્વિટરને કુલ 44 બિલિયન ડોલરમાં ખરીદ્યું છે, સાથે જ ટ્વિટરના શેર ધરાવતા લોકોને પ્રતિ શેર 54.20 ડોલર આપશે. આ ડીલ પર છેલ્લા કેટલાય અઠવાડિયાથી ઈલોન મસ્ક અને ટ્વિટર વચ્ચે ચર્ચા થઈ રહી હતી. મસ્કે કહ્યું કે ટ્વિટરમાં જબરદસ્ત ક્ષમતા છે અને તે તેને સંપૂર્ણપણે લોકો સમક્ષ લાવવા માંગે છે. જોકે ટ્વિટર બોર્ડે અગાઉ એલોન મસ્કની ઓફરને ફગાવી દીધી હતી, પરંતુ બાદમાં કંપનીએ મસ્કની ઓફર સ્વીકારી હતી.

image source

નોંધનીય છે કે મસ્કે અગાઉ ટ્વિટરમાં 9.2 ટકા હિસ્સો ખરીદ્યો હતો, જોકે તે કંપનીના બોર્ડમાં જોડાયો ન હતો. 9.2 ટકા હિસ્સો ખરીદ્યા પછી, મસ્ક કંપનીમાં બીજા સૌથી મોટા રોકાણકાર બન્યા, ત્યારબાદ વેનગાર્ડનો 10.3 ટકા હિસ્સો હતો. ટ્વિટરનો હિસ્સો ખરીદ્યા પછી, કંપનીના સીઈઓ પરાગ અગ્રવાલે તેમનું બોર્ડમાં સ્વાગત કર્યું, પરંતુ તેમણે આ ઓફરને નકારી કાઢી. જે બાદ ટ્વિટર અને ઈલોન મસ્ક વચ્ચે સંઘર્ષ થયો હતો.