આ ઘરેલુ ટિપ્સથી તમારા આઇબ્રો પરના સફેદ વાળને કરી દો કાળા, જે ફોલો કરીને તમે પણ કહેશો THANK YOU

ઉમર વધવાથી તમારા શરીરમાં ઘણા ફેરફારો થાય છે, જેમાં ત્વચા ઢીલી થવી અને વાળ સફેદ થવું એ એક સામાન્ય કારણ છે. પરંતુ કેટલીકવાર ઉંમર પહેલાં જ વાળ સફેદ થવા માંડે છે. આપણે ફક્ત માથાના વાળ વિશે જ વાત નથી કરી રહ્યા અત્યારે આપણે આઈબ્રોના વાળ વિશે વાત કરીએ છીએ.

image source

આઈબ્રોના વાળ સફેદ થવાનાં ઘણા કારણો છે. તે વંશપરંપરાગત સમસ્યા પણ હોઈ શકે છે અથવા ખોટી જીવનશૈલીને કારણે તમારા આઈબ્રોના વાળ સફેદ થઈ શકે છે. તમને બજારમાં આવા ઘણા ઉત્પાદનો મળશે, જેનાથી તમારા આઈબ્રોના વાળ કાળા અને જાડા દેખાઈ શકે છે પણ આવા ઉત્પાદનોથી આઈબ્રોમાં કઈ જ ફેર નથી પડતો, આજે અમે તમને કેટલીક કુદરતી પદ્ધતિઓ જણાવીશું જેને અપનાવીને, તમે તમારા આઈબ્રોના સફેદ વાળ કાળા કરી શકો છો.

image source

આ માટે કોફી, મહેંદી, આમળા અને બદામ એવી કેટલીક ચીજો જરૂરી છે જેના ઉપયોગથી આઈબ્રોને કાળા કરવા માટે ઘરેલું પેક બનાવી શકાય. તો ચાલો અમે તમને જણાવીએ કે આ ચીજોનો ઉપયોગ કેવી રીતે અને ક્યારે કરવો જોઈએ.

આઈબ્રોના સફેદ વાળ કાળા કરવાના ઘરેલું ઉપાય

તમે ઘરેલુ કેટલીક ચીજોની મદદથી તમારા સફેદ આઈબ્રો કાળા કરી શકો છો. આ માટે અહીં જણાવેલી આ 3 સરળ ઘરેલું ટીપ્સ અજમાવો –

1. કોફી અને મહેંદી

image source

સામગ્રી

1/2 ચમચી કોફી પાવડર

1/2 ચમચી મેંદીની પેસ્ટ

જરૂર મુજબ પાણી

પેક બનાવવાની રીત

સૌ પ્રથમ, મેંદીના પાન ધોઈ અને પીસી લો અને તેની પેસ્ટ તૈયાર કરો.

હવે આ પેસ્ટમાં કોફી પાવડરને સારી રીતે મિક્સ કરો.

જો તમને પાણીની જરૂર લાગે તો જ આ પેસ્ટમાં પાણી ઉમેરો.

હવે આ પેસ્ટને તમારા આઈબ્રો પર લગાવો અને આ પેસ્ટ 1 કલાક માટે રહેવા દો.

જો તમે દરરોજ આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરો છો, તો થોડા દિવસોમાં જ તમારા સફેદ આઈબ્રો કાળા થઈ જશે.

2. આમળા અને બ્લેક ટી પેક

image source

સામગ્રી

1/2 ચમચી આમળા પાવડર

1 ચમચી ચાનું પાણી

પેક બનાવવાની રીત

image source

તમને બજારમાં સરળતાથી આમળાનો પાવડર મળી જશે. જો તમે ઈચ્છો તો તમે ઘરે પણ આમળા સુકાવીને પાઉડર તૈયાર કરી શકો છો.

પેક તૈયાર કરવા માટે આમળાના પાવડરને એક લોખંડના બાઉલમાં નાંખો હવે તેમાં ચાનું પાણી નાખો અને તેને પલાળો.

આ મિશ્રણ સવારે કાળા રંગનું થઈ જશે. પછી તમે તેને આઈબ્રો પર લગાવી શકો છો.

આઈબ્રો ઉપર આ મિશ્રણ લગાવ્યા પછી તેને 1-2 કલાક માટે રહેવા દો.

જો તમે અઠવાડિયામાં 2-3 વાર આ રીતનો ઉપયોગ કરો છો, તો તમારી આઈબ્રોનો રંગ ઘાટો થઈ જશે.

3. બદામ અને નાળિયેરનો પેક

image source

સામગ્રી

5-6 બદામ

2 ચમચી નાળિયેર તેલ

2 ચમચી એલોવેરા જેલ

પેક બનાવવાની રીત

બદામને ગેસ પર રાખીને સારી રીતે બાળી લો અને પછી તેનો પાવડર બનાવો.

આ પાઉડરને બાઉલમાં લો અને તેમાં નાળિયેર તેલ અને એલોવેરા જેલ નાખો.

image source

તમે બ્રશની મદદથી આ મિશ્રણને આઈબ્રો પર લગાવી શકો છો.

જો તમે ઇચ્છો તો તમે આ મિશ્રણને મસ્કરા તરીકે પણ વાપરી શકો છો.

જો તમે આ આઈબ્રો પેકનો નિયમિત ઉપયોગ કરો છો તો તમારા સફેદ આઈબ્રો થોડા સમયમાં જ કાળા થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત