મોઢાં અને નાકથી જ નહી ઉપરાંત આંખોથી પણ ફેલાય છે કોરોના વાયરસ, આમ કરો બચાવ.

મોઢાં અને નાકથી જ નહી ઉપરાંત આંખોથી પણ ફેલાય છે કોરોના વાયરસ, આમ કરો બચાવ.

ડોક્ટર્સની માનીએ તો કોરોના વાયરસના ડ્રોપલેટ્સ આંખો દ્વારા શરીરમાં જઈને આપને સંક્રમિત કરી શકે છે. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે ડોક્ટર્સ વારંવાર હાથ ધોવાની અપીલ કરી રહ્યા છે. જેથી આપના હાથ નાક અને મોઢાં સુધી ના જાય અને કોરોના વાયરસ સંક્રમણના શિકાર થશો નહી.

image source

તેમજ ડોક્ટર્સનું આ પણ કહેવું છે કે, જો સંક્રમિત હાથ આંખો સુધી પહોચી જાય છે તો આંખો દ્વારા પણ આપ કોરોના વાયરસ સંક્રમણનો શિકાર થઈ શકો છો. ESI Hospitalના પૂર્વ મેડીકલ સુપરિટેન્ડન્ટ અને સીનીયર આઈ સર્જન ડોક્ટર એકે જૈનની માનીએ તો કોરોના વાયરસના ડ્રોપલેટ્સ આંખોને ચોળવાથી આપના શરીરમાં જઈ શકે છે.

સીનીયર આઈ સર્જન ડોક્ટર એકે જૈનનું કહેવું છે કે, જયારે આપણી આંખોમાં કોઇપણ પ્રકારની કોઈ દવા નાખીએ છીએ તો તેની અસર આપણા ગળા સીધી જ ખબર પડી જાય છે. આવામાં જો કોરોના વાયરસના ડ્રોપલેટ્સ આંખોમાં પહોચે છે તો આંખો દ્વારા પણ કોરોના વાયરસનું સંક્રમણ આપણા આખા શરીરમાં ફેલાઈ શકે છે. કોરોના વાયરસ સંક્રમણથી આંખોને બચાવવી જરૂરી છે. આવામાં આંખોને પ્રોટેક્શન ગ્લાસ આ દિવસો માર્કેટમાં વેચાઈ રહ્યા છે. તેઓ આપની આંખોને પ્રોટેક્ટ કરવા માટે કેટલીક હદ સુધી કારગત નીવડે છે.

image source

કોરોના વાયરસ સંક્રમણથી આંખોને બચાવવાના કારણથી જ આજકાલ મેડીકલ સ્ટોરમાં પ્રોટેક્શન ગ્લાસ અને ફેસ પ્રોટેક્ટરની માંગ ખુબ જ વધી ગઈ છે. રોજના સામાન્ય લોકો પણ પોતાની આંખોને પ્રોટેક્ટ કરવા માટે પ્રોટેક્શન ગ્લાસીસ અને ફેસ પ્રોટેક્ટર ખરીદવા માટે દુકાનો સુધી પહોચી જાય છે. દવાઓના ધંધો કરવા વાળા ગૌતમ ગર્ગ જણાવે છે કે રોજના ૫૦ થી ૧૦૦ વ્યક્તિઓ આવા ખાસ ચશ્મા ખરીદવા માટે પહોચી જાય છે. આંખોને પ્રોટેક્ટ કરતા પ્રોટેક્શન ગ્લાસીસ અને ફેસ પ્રોટેક્ટરની કીમત ૬૫ રૂપિયાથી લઈને ૧૫૦ રૂપિયા સુધી લેવામાં આવે છે.