ભૂલથી પણ ફીશ પેડીક્યોર કરાવતા સમયે ના કરતા આ ૫ ભૂલો, પસ્તાવુ પડશે.

ભૂલથી પણ ફીશ પેડીક્યોર કરાવતા સમયે ના કરતા આ ૫ ભૂલો, પસ્તાવુ પડશે.

પગની સુંદરતા જાળવી રાખવા માટે મહિલાઓ શું નથી કરતી ટેનિંગ દુર કરવા માટે ક્યારેક બ્લીચ પણ કરાવે છે. તો ક્યારેક ફીશ પેડીક્યોર. આજકાલ પગના સ્વાસ્થ્ય અને સુંદરતાને જાળવી રાખવા માટે મહિલાઓ ફીશ પેડીક્યોર તરફ આકર્ષિત થઈ રહી છે. ફીશ પેડીક્યોર એક પ્રકારની થેરપી છે. જેમાં પગને માછલીઓ થી ભરેલ એક ટબમાં રાખવામાં આવે છે. ટબમાં રહેલ નાની-નાની માછલીઓ આપના પગ પરથી ડેડ સ્કીનને અલગ કરીને તેને ખાઈ જાય છે.

image source

-ફીશ પેડીક્યોરના ફાયદાઓ.:

  • -ફીશ પેડીક્યોર કરાવવાથી પગની સ્કીન મુલાયમ બને છે.
  • -ફીશ પેડીક્યોર કરાવવાથી આપને પગના દુખાવા માંથી છુટકારો મળે છે.
  • -ફીશ પેડીક્યોર કરાવવાથી એક્ઝીમા અને સોરાયસિસ જેવી બીમારીઓમાં ફાયદાકારક થાય છે.
  • -ફીશ પેડીક્યોર માટે ઉપયોગમાં લેવાતી માછલીઓ ડેડ સ્કીન સાફ કરવાની સાથે શરીરના રક્તપ્રવાહને પણ વધારે છે.
  • -ફીશ પેડીક્યોર કરવામાં ઉપયોગ લેવાતી ગારા રુફા નામની માછલીઓ પગની ડેડ સ્કીન ખાઈ જાય છે અને પગને સુંદર અને ગ્લોઈન્ગ બનાવવામાં મદદ કરે છે.

ફીશ પેડીક્યોરના નુકસાન.:

-કેટલીકવાર ફીશ પેડીક્યોર કરવાવાળા પાર્લર અને સ્પા સેંટરના લોકો ટબના પાણીને કેટલાક દિવસો સુધી નથી બદલતા. તેના કારણે ટેંકમાં રહેલ માઈક્રોબેક્ટેરિયાના કારણે આપને કેટલાક પ્રકારના સ્કીન ઇન્ફેકશન થઈ શકે છે. ફીશ પેડીક્યોર કરાવતી વખતે આ વાતનું ધ્યાન રાખવું કે, ટબના પાણીને રોજ બદલવામાં આવે અને પાણી ચોખ્ખું હોય. ધ્યાન રાખવું કે, જો એકવાર ફીશ પેડીક્યોર કર્યા પછી સ્પાના કર્મચારી પાણી નથી બદલતા તો સંક્રમણ થવાનો ખતરો વધી જાય છે.

image source

સાવધાનીઓ.:

  • -જો આપના પગમાં ઘાવ થયો હોય તો ફીશ પેડીક્યોર કરાવવું નહી. આમ કરવાથી પેડીક્યોર કરાવતા સમયે ઘાવમાંથી લોહી વહેવા લાગે છે. જે ટબમાં જઈને ઇન્ફેકશનનું કારણ બને છે.
  • -જો ફીશ પેડીક્યોર કરાવતી વખતે પગમાંથી અચાનક લોહી નીકળવા લાગે છે તો પોતાના પગને તરત બહાર કાઢીને તેને એંટીસેપ્ટિકથી સાફ કરી લો.
  • -જો આપ પહેલેથી જ કોઈ શારીરિક સમસ્યા કે ઘાવથી પીડાઈ રહ્યા છો તો ભૂલથી પણ ફીશ પેડીક્યોર કરવવાની ભૂલ ના કરો.
  • -જો આપની ઈમ્યુનીટી નબળી હોય કે પછી ડાયાબીટીસના દર્દી છો તો પણ ફીશ પેડીક્યોર કરાવવાની ભૂલ કરવી નહી.