ગુજરાતમાં વરસાદને લઈ પ્રખ્યાત અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો કયારે થશે એન્ટ્રી અને સીધો જ કેટલા ઇંચ ખાબકશે

રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, જેમાંથી જલ્દી જ રાહત મળવાની છે જેને લઇ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, 15 જૂનથી નિયમિત ચોમાસુ શરૂ થવાની સંભાવના છે. તેમજ આ વર્ષે ગુજરાતમાં વરસાદ સારો રહેશે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ, અગામી 10 જૂન સુધીમાં ઉત્તર ગુજરાતમાં વરસાદ વરશે તેવી શક્યતા છે. સાથે 15 જૂનથી સમગ્ર રાજ્યભરમાં નિયમિત રીતે ચોમાસુ શરૂ થવાની સંભાવના છે. તેમજ અગામી 3 જુલાઈના રોજ ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે. સાથે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે.

image source

ઉત્તર ગુજરાતના અરવલ્લી, દક્ષિણ ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ રહેવાની શક્યતા છે.
સૌરાષ્ટ્રના દરિયા કિનારા વિસ્તારમાં 40 ઈંચ જેટલો વરસાદ થવાની શક્યતા છે.
જૂન મહિનામાં ગુજરાતના કેટલાભ ભાગોમાં 6 ઈંચ વરસાદ થવાની સંભાવના સેવાઈ રહી છે.
જુલાઈ મહિનામાં 12 ઈંચ વરસાદ થવાની શક્યતા છે.
દક્ષિણ ગુજરાતમાં ઓગષ્ટ મહિના દરમિયાન 8 ઈંચ વરસાદ થવાની સંભાવના છે.