સ્ત્રીઓમાં ફર્ટીલીટી વધારવા માટે યોગા છે ફાયદાકારક, જાણો કેવી રીતે

ઈશ્વરે સ્ત્રી અને પુરુષનું સહજીવન માટે રિવૉર્ડસ અને બર્ડન્સ માટે, સુખ અને દુઃખ માટે સમાન ભાગીદાર તરીકે સર્જન કર્યું છે. જો જીવનને રથ સાથે સરખાવીએ, તો પુરુષો અને સ્ત્રીઓ એનાં બે પૈડાં છે. જીવનનાં ભૌતિક અને આધ્યાત્મિક બોજા સ્ત્રી-પુરુષ બંનેના ખભે સરખી રીતે જ આવે છે. બંને જીવનમાં સારી તંદુરસ્તી, માનસિક શાંતિ અને પોઇઝ ઇચ્છે છે.યોગ પુરુષો અને સ્ત્રીઓ બંને માટે ફાયદાકારક છે. કુદરતે સ્ત્રીઓને આપેલી જવાબદારીઓને જોતાં પુરુષો કરતાં સ્ત્રીઓને તો યોગની વધારે જરૂર છે. હેલ્થ પર ધ્યાન ન આપવાના કારણે પુરૂષો અને મહિલાઓ બંનેમાં ઈનફર્ટિલિટીની પ્રોબ્લેમ થવા લાગી છે. પરંતુ જો યોગાસનની મદદ લેવામાં આવે તો પ્રોબ્લેમને કંટ્રોલ કરી શકાય છે. હાર્વર્ડ યૂનિવર્સિટીની રિસર્ચમાં આ સાબિત થયું છે કે જે મહિલાઓ ફર્ટિલિટી વધારતા યોગાન કરે છે, તેમની પ્રેગ્નન્ટ થવાની શક્યતા એવી મહિલાઓની સરખામણીમાં વધી જાય છે જે યોગાસન નથી કરતી.

image source

ગાયનેકોલોજિસ્ટના જણાવ્યા પ્રમાણે આજકાલ તેમની પાસે સૌથી વધુ કેસ ઇન્ફર્ટિલિટી અથવા વંધ્યત્વને લઈને આવતા હોય છે. તેનું મખ્ય કારણ છે આજની લાઇફસ્ટાઇલ, મોડી રાત સુધી જાગવું, સવારે વહેલા ઉઠીને કામ પર જવું, અપૂરતી ઊંઘ અને અપોષણક્ષમ જંકફૂડના કારણે મહિલાઓ જ નહીં પુરુષોમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં વંધ્યત્વની સમસ્ય જોવા મળે છે.

બાળકોના ન થતા હોય તેવા કપલ્સ માટે યોગ ફાયદાકારક

image source

કેટલાક મામલે ઇન્ફર્ટિલિટીને સારવાર દ્વારા ઠીક કરી શકાય છે. પરંતુ ડોક્ટરી સારવાર સાથે સાથે તમારા આરોગ્યનો પણ ખ્યાલ રાખવાથી આ સમસ્યામાં સમાધાન જલ્દી મળે છે. આ માટે તમાર યોગ્ય લાઇફસ્ટાલ ફોલો કરવી ખૂબ જરુરી છે. કેટલાક યોગાસન પણ તમને વંધ્યત્વની સમસ્યા સામે લડવામાં મદદરુપ થઈ શકે છે. આવો જાણીએ આવા કેટલાક યોગાસન વીશે… કેટલાક એવા યોગાસન છે જે બોડીનું બ્લડ સર્ક્યુલેશન સુધારે છે. તેનાથી સ્ટ્રેસ દૂર થાય છે સાથે જ પ્રોસ્ટેટ ગ્લેન્ડ અને ઓવરીથી રિલેટેડ પ્રોબ્લેમ પણ દૂર થાય છે. એવામાં ફર્ટિલિટી વધારવામાં મદદ મળે છે.

પશ્ચિમોત્તાનાસન

image source

સૌથી પહેલા એક ચટાઈ પાથરીને તેના પર સીધી અવસ્થામાં બેસી જાવ. હવે તમારા પગને આગળની તરફ લાંબા કરો. ત્યાર બાદ તમારા બંને હાથને સીધા કરો. પછી તેને આગળની દિશામાં લઈ જઈ પગની આંગળીઓ પકડવાનો પ્રયાસ કરો. આ દરમિયાન પોતાને કમરથી વાળીને નાક ગોઠણને સ્પર્શાવવાનો પ્રયાસ કરો. જોકે આ દરમિયાન ધ્યાન રાખવું કે પગ અને ગોઠણ બંને સીધા રહે. રોજ આ આસન 3-4વાર કરવું. આ આસનથી થાક, તણાવ અને ડિપ્રેશન દૂર રહેશે. તેમજ મહિલાઓમાં વંધ્યત્વ દૂર કરવામાં સહાય મળે છે. આ આસન કરવાથી અંડાશય અને પેટ જેવા મહત્વપૂર્ણ બોડી પાર્ટ સ્ટ્રેચ થાય છે. આ ઉપરાંત આ આસન સ્પર્મ સંબંધી સમસ્યામાં છૂટકારો આપવામાં મદદ કરે છે.

હસ્તપાદાસન અથવા ઉત્તાનાસન

image source

સીધા ઉભા રહો અને તમારા બંને હાથને ઉપરની દિશામાં સીધા કરી લો. હવે ગોઠણને વાળ્યા વગર તમારા હાથને ધીરે ધીરે નીચે લાવો અને પગને ટચ કરો. જો પગ ટચ ન કરી શકો તો જેટલા વળી શકો તેટલો વળો. ઓછામાં ઓછું 1 મિનિટ સુધી આ જ અવસ્થામાં રહો. તેમજ શ્વાસ ધીરે ધીરે લેતા રહો અને છોડતા રહો. આ આસનને રોજ 7-8 વાર કરો. આ આસન કરવાથી શરીરમાંથી દરેક પ્રકારનો તણાવ અને થાક દૂર થાય છે. તેમજ મસલ્સ પણ સારી રીતે સ્ટ્રેસ થવાથી ખુલી જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત