ડાયાબિટીસના દર્દી છો અને વારંવાર વધી જાય છે સુગર? તો કંટ્રોલમાં કરવા આ રીતે કરો કોથમીરનો ઉપયોગ

દાળ અને શાકને સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે લીલા ધાણા નાખતા હોઈએ છીએ. ધાણા સ્વાદ વધારવાની સાથે આયુર્વેદીય ગુણોથી પણ ભરપૂર છે. ધાણા ઘણી બીમારીઓમાં ખુબ જ ફાયદાકારક છે. સ્વસ્થ જીવન માટે સારુ ખાનપાન ખૂબ જ જરૂરી છે. માનવામાં આવે છે કે પૌષ્ટિક ભોજન સારા સ્વાસ્થ્યની ગેરેન્ટી છે. આ વાત એક રીતે તો સાચી પણ છે કારણ કે સ્વસ્થ આહાર અનેક ગંભીર બિમારીઓથી બચાવે છે અને સાથે જ તેની સારવારમાં પણ ઉપયોગી સાબિત થયો છે. આવુ જ કંઇક ડાયાબિટીસના રોગીઓના મામલે પણ છે. રિપોર્ટ્સ કહે છે કે ડાયાબિટીસના દર્દીઓ માટે પૌષ્ટિક આહાર અને સારુ ખાનપાન એકદમ જરૂરી છે અને આ બિમારીના પ્રભાવને વધતા રોકે છે.

તમારા રસોડામાં જ છે આ ગુણકારી આહાર

image source

સામાન્ય રીતે રસોડામાં મળતા કેટલાક ખાદ્ય પદાર્થ પણ ડાયાબિટીસના દુષ્પ્રભાવનને રોકે છે. ડાયાબીટીસના દર્દી માટે કોથમીર આવો જ રામબાણ ઇલાજ છે. ડાયાબિટીસમાં સૌથી મોટી સમસ્યા શરીરમાં શુગર લેવલને લઇને થાય છે. ઇંસુલિનનું અસંતુલન દર્દીઓ માટે દર્દીઓ માટે ઘાતક પણ સાબિત થાય છે. તેવામાં ડાયાબિટીસના દર્દીઓ માટે ખાનપાનનું સંતુલન ખૂબ જ જરૂરી છે. એવુ નથી ક ફક્ત દવાઓથી જ તેના પર કાબૂ મેળવી શકાય છે પરંતુ અનેક ખાદ્ય પદાર્થ એવા છે જે ઘરના રસોડામાં સામાન્ય રીતે જોવા મળે છે પરંતુ તેના ગુણો વિશે ઘણાં ઓછા લોકો જાણે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આવો જ એક કારગર ઉપાય છે કોથમીર.

બ્લડ શુગર કંટ્રોલ કરવામાં કોથમીર મદદરૂપ

image source

કોથમીર એક ઓછુ ગ્લાઇસેમિક ઇંડેક્સ ફૂડ છે. કોથમિરનું ગ્લાઇસેમિક ઇંડેક્સ ફક્ત 33 હોય છે. ગ્લાઇસેમિક ઇંડેક્સ ખાદ્ય પદાર્થોમાં કાર્બોહાઇડ્રેટની માત્રાને માપવાનો માપદંડ છે. આ ઇંડેક્સ દ્વારા જાણી શકાય છે કે પદાર્થ બ્લડ શુગરના લેવલ પર કેવી અસર કરે છે. ઓછા જીઆઇ લેવલ ધરાવતા ખાદ્ય પદાર્થોને પચાવવામાં સરળતા રહે છે. આ ઉપરાંત કોથમીરમાં ફાયબરની પણ ભરપૂર માત્રા હોય છે. જે બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદરૂપ છે.

પેટ સંબંધી સમ્યાઓ કરે છે દૂર:

image source

ધાણા ગેસથી છુટકારો અપાવવા અને પાચનતંત્રને યોગ્ય રાખવા માટે ખુબ જ ફાયદાકારક છે. તેના માટે 2 કપ પાણીની અંદર જીરું અને ધાણા નાખી લેવા. ત્યારબાદ તેમાં ચા પત્તી અને વરિયાળી નાખીને બે મિનિટ સુધી ઉકાળવું. સ્વાદાનુસાર તેમાં ખાંડ નાખવી અને આદુ પણ નાખીને તેનું સેવન કરવું.

આંખોની બળતરા કરે છે દૂર:

image source

ધાણા આંખોની બળતરા દૂર કરે છે. તેના માટે તમારે એક પ્રકારનું ચૂરણ તૈયાર કરવું પડશે. ચૂરણ તૈયાર કરવા માટે વરિયાળી, સાકર અને ધાણાના બીજ લઈને તેને બરાબર વાટી લેવા. હવે આ ચૂરણને રોજ જમ્યા બાદ ખાવું. 6 ગ્રામ ચૂરણના સેવન કરવાથી આંખો અને હાથની બળતરા દૂર કરે છે. તેમજ લીલા ધાણા ખાવાથી આંખોનું તેજ પણ વધે છે.

કિડનીના રોગોમાં અસરદાર:

ઘણા સંશોધનમાં એ સામે આવ્યું છે કે ધાણા તમારી કિડની માટે ફાયદાકારક સાબિત થાય છે. ધાણામાં ઘણા એવા તત્વ હોય છે જે કિડનીના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બની શકે છે.

કોલેસ્ટ્રોલ કરે છે ઓછું:

image source

લીલા ધાણા ખાવામાં સ્વાદ વધારવાની સાથે સાથે તમારા કોલેસ્ટ્રોલ લેવલને પણ ઓછું કરવામાં ફાયદાકારક સાબિત થઇ શકે છે. લીલા ધાણામાં એવા તત્વ મળી આવે છે જે કોલેસ્ટ્રોલને ઓછું કરી શકે છે. ધાણા બીજને ઉકાળીને પીવા કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે ખુબ જ ફાયદાકારક હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત