માત્ર ભોજનનો સ્વાદ જ નહીં, પણ ચહેરાની સુંદરતામાં પણ વધારો કરે છે મીઠો લીમડો, જાણો કેવી રીતે કરશો ઉપયોગ

મુઠ્ઠીભર લીમડાના પાંદ તમને સુંદર બનાવી શકે છે.તે ફક્ત ત્વચાને જ નહીં પરંતુ તમારા વાળને પણ સુંદર બનાવે છે.લીમડાના પાંદ ખાવાનો સ્વાદ તો વધારે જ છે,સાથે સાથે તે સ્વાસ્થ્ય માટે પણ ખુબ ફાયદાકારક છે. તમે અત્યાર સુધી લીમડાના પાંદડા ભોજનમાં જ વાપર્યા હશે,પરંતુ શું તમે તેની સાથે સંબંધિત ત્વચાના ફાયદાઓ વિશે સાંભળ્યું છે ? તો ચાલો અમે તમને જણાવી દઈએ કે લીમડાના પાન ભોજનમાં સ્વાદ વધારવાની સાથે તે તમારી સુંદરતામાં પણ વધારો કરે છે.તો ચાલો અમે તમને જણાવીએ કે લીમડાના પાંદનો ઉપયોગ કેવી રીતે કરવો અને તેનાથી શું ફાયદાઓ થશે.

ચહેરા પર ગ્લો વધે છે

image source

લીમડાના પાંદડા તમારા ચેહરાનો ગ્લો વધારી શકે છે.આ માટે સૌથી પેહલા લીમડાના પાંદને તડકામાં સુકાવા દો.હવે તેને ક્રશ કરી તેનો પાવડર બનાવો.તેમાં એક નાની ચમચી મુલ્તાની મીટ્ટી અને ગુલાબજળ ઉમેરી તેની પેસ્ટ બનાવો.હવે આ પેસ્ટ ચહેરા પર લગાવો.જયારે આ પેસ્ટ સુકાય જાય પછી તેને શુધ્ધ પાણીથી ધોઈ લો.તે ચહેરાનો ગ્લો તો વધારે જ છે પણ સાથે ચેહરા પરથી કરચલીઓ પણ દૂર કરે છે.

નરમ ત્વચા

image source

લીમડાના પાંદડાનો ઉપયોગ નરમ ત્વચા કરવા માટે કરી શકાય છે.આ માટે લીમડાના પાંદ દૂધમાં મિક્ષ કરી પેસ્ટ બનાવો.હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો અને સૂકાયા પછી તેને શુધ્ધ પાણીથી ધોઈ લો.તે ચહેરાના ફોલ્લીઓ દૂર કરે છે અને ત્વચાને એકદમ નરમ કરે છે.

પિમ્પલ્સની સમસ્યા દૂર કરે છે

image source

જો તમે પિમ્પલ્સની સમસ્યાથી ચિંતિત છો,તો લીમડાના પાંદડા તમારી આ સમસ્યાને દૂર કરવામાં તમારી મદદ કરી શકે છે.તે તમારી ત્વચાને ઠંડી કરે છે અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મોથી પિમ્પલ્સના બેક્ટેરિયાને પણ મારે છે. આ માટે 3- 4 લીમડાના પાંદડા ધોઈ લો અને તેની પેસ્ટ બનાવો.તેમાં લીંબુનો રસ મિક્સ કરીને આ પેસ્ટને પિમ્પલ પર લગાવો.જયારે આ પેસ્ટ સુકાઈ જાય ત્યારે સાફ પાણીથી તમારો ચેહરો ધોઈ લો.આ પેસ્ટના નિયમિત ઉપયોગથી તમને થોડા જ દિવસોમાં તમારા ચેહરા પર અસર દેખાશે.

ખરતા વાળ

image source

જો તમે વાળ ખરવાથી પરેશાન છો,તો લીમડાના પાંદડાથી તમે ઘરેલું તેલ બનાવો.આ માટે એક પેનમાં અડધો વાટકો નાળિયેર તેલ લો.ત્યારબાદ તેમાં થોડા સાફ લીમડાના પાંદ નાખો.થોડા સમય સુધી તેને ગરમ થવા દો જ્યારે આ મિશ્રણ તેનો રંગ બદલવાનું શરૂ કરે,ત્યારે ગેસ બંધ કરો અને તે મિક્ષણને ઠંડુ થવા દો.જયારે તે મિક્ષણ ઠંડુ થાય એટલે તેને એક બોટલમાં ગાળી લો.તમારું તેલ તૈયાર છે.હવે દરરોજ સુતા પહેલા તમારા વાળ પર આ તેલનો ઉપયોગ કરો.

ડેન્ડ્રફની સમસ્યાથી છૂટકારો મેળવો

image soucre

લીમડાના પાંદડા ડેન્ડ્રફની સમસ્યા દૂર કરે છે.આ માટે થોડા લીમડાના પાંદડા પીસીને પેસ્ટ બનાવો અને તેમાં દહીં ઉમેરીને તેને તમારા માથા પર સારી રીતે લગાવો.જયારે આ પેસ્ટ સુકાય જાય ત્યારે પેહલા સાફ પાણીથી તમારા વાળ ધોવો ત્યારબાદ તમારા વાળ શેમ્પૂથી ધોવો.આ ઉપાયનો ઉપયોગ અઠવાડિયામાં બે વાર કરો.તમારા વાળમાંથી ડેન્ડ્રફની સમસ્યા દૂર થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત