ઇતિહાસમાં પહેલી વખત દેશના આ મંદિર પર હુમલો, ઉપદ્રવીઓએ મચાવ્યો તાંડવ

ઓડિશાના તીર્થનગર પુરીમાં આવેલા જગન્નાથ મંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત, બદમાશોએ તેના ભવ્ય રસોડામાં ઓછામાં ઓછા 40 માટીના ચૂલા તોડી નાખ્યા છે. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી. મંદિરના પ્રશાસક એ.કે.જેનાએ જણાવ્યું હતું કે જ્યાં દેવતા માટે મહાપ્રસાદ તૈયાર કરવામાં આવે છે તે રસોડામાં તોડફોડની તપાસ કરવામાં આવશે અને બદમાશો સામે કાર્યવાહી કરવામાં આવશે.

સુર મહાસુઅર નિજોગ (યુનિયન ઓફ શેફ)ના પ્રમુખ નારાયણ મહાસુઆરે જણાવ્યું હતું કે સાંજ ધૂપ (રાત્રિભોજન) રાંધ્યા પછી અને દેવતાઓને અર્પણ કર્યા પછી શનિવારે રાત્રે રસોડું સાફ અને બંધ કરવામાં આવ્યું હતું. રવિવારે સવારે જ્યારે રસોડું ખોલવામાં આવ્યું ત્યારે તેઓએ જોયું કે ઓછામાં ઓછા 40 ચૂલાને નુકસાન થયું હતું. તેમણે આ ઘટનાની ઝીણવટભરી તપાસ અને દોષિતોની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે.

image source

બાદમાં જિલ્લા મેજિસ્ટ્રેટ સમર્થ વર્મા અને જેનાએ પોલીસ સાથે રસોડાની તપાસ કરી હતી. સમારકામ પછી, કેટલાક ચૂલાઓ કામ કરવા લાગ્યા અને દેવતાઓ અને ભક્તો માટે ભોગ તૈયાર કરવામાં આવ્યો. મંદિરના રસોડામાં લગભગ 240 માટીના ચૂલા છે, જ્યાં રસોઈયાઓ દરરોજ લાખો ભક્તો માટે ભોગ તૈયાર કરે છે. આ દેશનું સૌથી મોટું રસોડું છે.

સ્થાનિક રહેવાસીઓએ પ્રશ્ન કર્યો છે કે સીસીટીવી સર્વેલન્સ સિવાય પોલીસ અને મંદિરના પોતાના સુરક્ષા કર્મચારીઓ દ્વારા ચોવીસ કલાક સુરક્ષા હોવા છતાં આવી ઘટના કેવી રીતે બની શકે? જેનાએ જણાવ્યું કે મંદિર પ્રશાસને આ મામલે ચાર સેવાદારની પૂછપરછ કરી છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી લાયન્સ ગેટ પોલીસ સ્ટેશનમાં કોઈ ઔપચારિક ફરિયાદ નોંધાઈ નથી.