પૂર્વ ક્રિકેટર હરભજન સિંહની મોટી જાહેરાત, રાજ્યસભાનો પગાર આપી દેશે દાનમાં, બધા નેતા આવું કરે તો…

ભૂતપૂર્વ ક્રિકેટર અને હાલમાં આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ હરભજન સિંહે એક ઉમદા પહેલ કરી છે. તેમણે જાહેરાત કરી છે કે તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે મળેલો પગાર ખેડૂતોની દીકરીઓ માટે દાન કરશે.

રાષ્ટ્રની સુધારણા મકસદ

આ અંગે હરભજન સિંહે ટ્વિટ કરીને લખ્યું છે કે તેઓ પોતાનો પગાર ખેડૂતોની દીકરીઓના શિક્ષણ અને કલ્યાણ માટે દાન કરશે. તેમણે લખ્યું કે રાજ્યસભાના સભ્ય તરીકે હું ખેડૂતોની દીકરીઓના શિક્ષણ અને કલ્યાણ માટે મારો પગાર ફાળો આપવા માંગુ છું. હું મારા રાષ્ટ્રની સુધારણામાં યોગદાન આપવા માટે રાજકારણમાં જોડાયો છું અને મારાથી બનતું બધું કરીશ

ઉઠાવ્યા હતા સવાલ

તમને જણાવી દઈએ કે હરભજન સિંહ જ્યારે પંજાબથી આમ આદમી પાર્ટીના રાજ્યસભા સભ્ય તરીકે ચૂંટાયા ત્યારે ઘણા પ્રશ્નો ઉભા થયા હતા. તેમના માટે એવું કહેવામાં આવ્યું હતું કે તેઓ ખુલ્લેઆમ ખેડૂતોને સમર્થન આપતા નથી.