જો તમે રાત્રે ઊંઘતા પહેલા પગની ફાટેલી એડીઓ પર લગાવશો આ વસ્તુ, તો એડી થઇ જશે એકદમ સુંવાળી

આજના સમયમાં દરેક વ્યક્તિને સુંદર દેખાવું એ ખુબ જરૂરી બની ગયું છે,જેના કારણે દરેક વ્યક્તિ તેમની ત્વચાની સંભાળ લેવાનો પ્રયત્ન કરતા રહે છે,જેનો અર્થ એ કે તમે માત્ર તમારા ચેહરા પર જ ધ્યાન આપો છો જેથી તમે બધા કરતા અલગ અને સુંદર લાગો,પરંતુ શું તમે ક્યારેય તમારા પગ પર ધ્યાન આપ્યું છે ? ક્યાંક એવું ના બને કે તમારી ત્વચાની સુંદરતામાં વધારો કરવામાં તમે તમારા પગની સુંદરતા બગાડી દો.અમે તમને જણાવીએ દઈએ કે દરેક વ્યક્તિની સુંદરતા પેહલા તેના પગથી જ જોવામાં આવે છે.તમે ગમે તેવા સ્લીપર પહેરો કે સેન્ડલ પહેરો,જો તમારા પગની એડીઓ જ ફાટેલી હોય તો મોંઘા સેન્ડલ અને સ્લીપરનો કોઈ અર્થ નથી.

જો કે ઘણા લોકો આ સમસ્યાથી પરેશાન છે,પરંતુ શરીરની યોગ્ય સંભાળ ન કરવાના કારણે પગની એડીઓ ફાટી જાય છે જેના કારણે આપણે ઘણી તકલીફોનો સામનો કરવો પડી શકે છે અને ઘણીવાર એડીઓમાંથી લોહી નીકળવાનું પણ શરૂ થાય છે.આજે અમે તમને ફાટેલી પગની એડીઓને નરમ બનાવવા માટે ખૂબ જ સરળ ઘરેલુ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ.જે ઉપાયો અપનાવીને તમે તમારી પગની એડીઓ માખણ જેવી નરમ બનાવી શકો છો.તો ચાલો જાણીએ પગની એડીઓ નરમ બનાવવા માટેની ટિપ્સ.

એડીઓને નરમ બનાવવા માટેની સામગ્રી

image source

એડીઓ નરમ બનાવવા માટે તમારે ખાસ કરીને વેસેલિન અને લીંબુની જરૂર પડશે.જેની મદદથી તમે તમારા પગની ફાટેલી એડીઓથી છુટકારો મેળવશો.

બનાવવાની રીત

પહેલા એક ખાલી બાઉલ લો,તેમાં 5 થી 6 ટીપાં લીંબુનો રસ અને એક ચમચી વેસેલિન ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો,આ રીતે એક પેસ્ટ તૈયાર થઈ જશે.હવે આ પેસ્ટને તમારા પગની ફાટેલી એડીઓ પર લગાવો.

image source

ધ્યાનમાં રાખો કે આ પેસ્ટને તમારા પગની એડીઓ પર લગાવતા પહેલા,તમારે 20 મિનિટ સુધી તમારા પગને ગરમ પાણીમાં રાખવા પડશે.તે પછી જ પેસ્ટને પગ પર લગાવવામાં આવે છે.જો શક્ય હોય તો રાત્રે સુતા પેહલા જ આ ઉપાય અપનાવો અને પછી સવારે ઉઠતા જ તમારા પગને સ્વચ્છ પાણીથી ધોઈ લો.સતત 1 અઠવાડિયા સુધી આ ઉપાય કરવાથી તમારા પગ ફરી નરમ થઈ જશે.

સ્ક્રબ કરવાથી પણ ફાયદો થશે

સ્ક્રબિંગની મદદથી પગની ફાટેલી એડીઓ નરમ કરી શકાય છે.સ્ક્રબ કરવાથી મૃત ત્વચા દૂર થાય છે અને એડીઓ નરમ થાય છે.સ્ક્રબ કરતા પહેલા તમારા પગને થોડા સમય માટે ગરમ પાણીમાં પલાળી રાખો.

નાળિયેર તેલ

image source

પગની ફાટેલી એડીઓ નરમ કરવા અને મૃત ત્વચા દૂર કરવા માટે નાળિયેર તેલ પણ એક અસરકારક ઘરેલું ઉપાય છે.પગની એડીઓ પર નાળિયેર તેલ લગાવવાથી આપણા પગ એકદમ નરમ અને સુંદર બને છે.આ સિવાય તે ફૂગ જેવા બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી પણ પગનું રક્ષણ કરે છે.

દરરોજ ગ્લિસરિન લગાવો

image source

ગ્લિસરિન પગની ફાટેલી એડીઓ માટે વરદાનથી ઓછું નથી.તમારે દરરોજ રાત્રે સૂતા પહેલા તમારા પગ પર ગ્લિસરિન લગાવવું જોઈએ.આ નિયમિત રીતે કરવાથી તમારી એડી ઝડપથી નરમ થશે.ગ્લિસરિનમાં એસિડિક ગુણધર્મો હોય છે,જે મૃત ત્વચાને દૂર કરવા માટે ફાયદાકારક છે.ઉપરાંત તે ત્વચાને નરમ અને કોમળ બનાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત