ગધેડીનાં દૂધનો ધંધોઃ ITની નોકરી છોડી આ વ્યક્તિ ગધેડીનું દૂધ વેચી રહ્યો છે, થઈ રહી છે અધધધ લાખોની કમાણી

એક વ્યક્તિએ કર્ણાટકના મેંગલુરુમાં ગધેડાનું દૂધ ફાર્મ ખોલવા માટે તેની IT નોકરી છોડી દીધી. આ વ્યક્તિનું નામ શ્રીનિવાસ ગૌડા છે અને તે 2020 સુધી એક સોફ્ટવેર કંપનીમાં કામ કરતો હતો. શ્રીનિવાસના જણાવ્યા અનુસાર, કર્ણાટકમાં આ પહેલું ગધેડા ઉછેર અને તાલીમ કેન્દ્ર છે.

image source

શ્રીનિવાસ ગૌડાએ કહ્યું, “હું અગાઉ 2020 સુધી સોફ્ટવેર ફર્મમાં કામ કરતો હતો. કર્ણાટકમાં આ પહેલું ગધેડા ઉછેર અને તાલીમ કેન્દ્ર છે.” ગધેડીના દૂધના ફાયદા અને ફાર્મ માટે તેમની યોજના વિશે વાત કરતા શ્રીનિવાસે કહ્યું કે હાલમાં અમારી પાસે 20 ગધેડા છે અને મેં લગભગ 42 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે.

તે આગળ કહે છે કે અમે ગધેડીનું દૂધ વેચવાની યોજના બનાવી રહ્યા છીએ, જેના ઘણા ફાયદા છે. અમારું સપનું છે કે ગધેડીનું દૂધ બધાને મળવું જોઈએ. ગધેડીનું દૂધ એક ઔષધીય સૂત્ર છે. શ્રીનિવાસ ગૌડાએ કહ્યું કે ગધેડાની જાતિની સંખ્યામાં ઘટાડો થવાને કારણે તેમને આ વિચાર આવ્યો.

image source

રિપોર્ટ અનુસાર, દૂધ પેકેટમાં ઉપલબ્ધ થશે અને 30 મિલી દૂધના પેકેટની કિંમત 150 રૂપિયા છે. ગૌડાએ કહ્યું કે દૂધના પેકેટ મોલ, દુકાનો અને સુપરમાર્કેટમાં ઉપલબ્ધ હશે. તેણે એવો પણ દાવો કર્યો હતો કે તેને 17 લાખ રૂપિયાના ઓર્ડર મળી ચૂક્યા છે.

શ્રીનિવાસ ગૌડાએ કહ્યું કે ગધેડીનું દૂધ 5,000 થી 7,000 રૂપિયા પ્રતિ લિટર મળે છે. ગધેડાનો પેશાબ 500 થી 600 રૂપિયા પ્રતિ લિટર મળે છે. રામનગર જિલ્લાના કનકપુરાના ખેડૂત પરિવાર સાથે જોડાયેલા શ્રીનિવાસનું સપનું છે કે તેઓ કૃષિ ક્ષેત્રે મોટું સ્થાન હાંસલ કરે.