ગમે તેવી ધમકી અને પત્રો ભલે આવે, સલમાનને દરેક ખતરાથી બચાવે છે શેરા, વર્ષની કમાણી સાંભળીને હાજા ગગડી જશે

એકવાર એક ઈન્ટરવ્યુમાં શેરાએ એમ પણ કહ્યું હતું કે તે સલમાન ખાનની બાજુમાં કે તેની પાછળ નથી ચાલતો, પરંતુ આગળ ચાલે છે જેથી તે પોતાના પર આવનારા જોખમને સહન કરી શકે.

સલમાન ખાન આ દિવસોમાં ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગેંગસ્ટર લોરેન્સ વિશ્નોઈએ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી છે, જે બાદ અભિનેતાની સુરક્ષા કડક કરવામાં આવી છે. આજે અમે તમને જણાવીશું કે સલમાન ખાનની સિક્યોરિટી કોના હાથમાં છે અને આ માટે તેમને કેટલા પૈસા આપવામાં આવે છે. સલમાન ખાનની સુરક્ષાની જવાબદારી તેના બોડીગાર્ડ શેરાની છે, જે અભિનેતા સાથે પડછાયાની જેમ જોવા મળે છે.

Salman Khan's bodyguard Shera FINALLY breaks his silence over assault  charges - read statement - Bollywood News & Gossip, Movie Reviews, Trailers  & Videos at Bollywoodlife.com
image sours

એકવાર એક ઈન્ટરવ્યુમાં શેરાએ એમ પણ કહ્યું હતું કે તે સલમાન ખાનની બાજુમાં કે તેની પાછળ નથી ચાલતો, પરંતુ આગળ ચાલે છે જેથી તે પોતાના પર આવનારા જોખમને સહન કરી શકે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર શેરા સલમાન ખાનને માલિક કહીને બોલાવે છે. શેરાએ એકવાર એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘મલિક એટલે ગુરુ, સલમાન મલિક મારા માટે સર્વસ્વ છે, હું તેના પર મારો જીવ પણ બલિદાન આપી શકું છું, તે મારા ભગવાન છે’.

તમને જણાવી દઈએ કે શેરા 1987માં મિસ્ટર મુંબઈ જુનિયર અને 1988માં મિસ્ટર મહારાષ્ટ્ર જુનિયરનો સેકન્ડ રનર અપ રહી ચૂક્યો છે. એટલું જ નહીં, સલમાન ખાનનો બોડીગાર્ડ બનતા પહેલા શેરાએ માઈકલ જેક્સન, વિલ સ્મિથ, પેરિસ હિલ્ટન અને જેકી ચેન વગેરે જેવી અનેક ઈન્ટરનેશનલ સેલિબ્રિટીની સુરક્ષા પણ સંભાળી છે.

હવે સવાલ એ થાય છે કે સલમાન ખાનની સુરક્ષા સંભાળી રહેલા શેરાને તેના કામના બદલામાં કેટલો પગાર મળે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર શેરાને વાર્ષિક 2 કરોડ રૂપિયા મળે છે. સાથે જ શેરા મુંબઈમાં પોતાની સિક્યોરિટી એજન્સી પણ ચલાવે છે.

Shera, Salman Khan's bodyguard of 26 years, recalls one of their first  meetings: 'Keanu Reeves was in town' - Hindustan Times
image sours