ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓ સરળતાથી ડીપ્રેશનમાં જઈ શકે છે – રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓ વિવિધ શારીરિક અને ભાવનાત્મક પરિવર્તનમાંથી પસાર થતી હોય છે. આ સમયગાળા દરમિયાન થતા શારીરિક પરિવર્તનને લીધે, તેઓ ક્યારેક નકારાત્મક પણ બની જાય છે. જેના કારણે, બાળકને જન્મ આપ્યા પછી, તેઓ ક્યારેક હતાશાનો શિકાર પણ બની શકે છે.

image source

જર્નલ ઓફ સાઇકોલોજિકલ એસેસમેન્ટમાં પ્રકાશિત સંશોધન લેખ મુજબ સંશોધનકારોએ શોધી કાઢયું છે કે સગર્ભા સ્ત્રીઓના તેમના બદલાતા શરીર વિશેના વિચારો તેમના ગર્ભસ્થ બાળક અને બાળજન્મ પ્રત્યે માતાનું કેટલું જોડાણ છે તેનો અંદાજ કાઢવામાં મદદ કરી શકે છે. તે પછી તેમની ભાવનાત્મક સ્થિતિ કેવી રહેશે એ પણ જાણી શકાય છે.

ઇંગ્લેન્ડની યુનિવર્સિટી ઓફ યોર્કના બોડી ઇમેજ ડિપાર્ટમેન્ટના મનોવૈજ્ઞાનિક કેથરિન પ્રેસ્ટને કહ્યું કે, “ગર્ભાવસ્થા અને બાળજન્મ પછી પણ મહિલાઓ તેમના શરીર વિશે સતત દબાણમાં રહે છે.”

image source

તેમણે કહ્યું કે, “એટલા માટે આ મહત્વપૂર્ણ છે કે ગર્ભાવસ્થા દરમિયાન કાળજી માત્ર માતા અને તેના અજન્મેલા બાળકના શારીરિક સ્વાસ્થ્ય વિશે જ નહીં, પરંતુ સ્ત્રીના ભાવનાત્મક સ્વાસ્થ્ય વિશે પણ લેવી જોઈએ, જે માતા બન્યા પછી સ્ત્રીના વર્તન વિશે ખૂબ જ જરૂરી માહિતી આપી શકે છે. ”

સંશોધનકારોએ આ અધ્યયનમાં લગભગ 600 સગર્ભા સ્ત્રીઓનો સમાવેશ કર્યો હતો, જેમને તેમના શારીરિક આકાર, વજન વધવાની ચિંતા અને ગર્ભાવસ્થા દરમિયાન થતી શારીરિક મુશ્કેલીઓ વિશે પૂછવામાં આવ્યું હતું.

image source

સંશોધન દ્વારા એ જાણવા મળ્યું છે કે જે મહિલાઓના દિવસો ગર્ભાવસ્થાના અંતિમ મહિના દરમિયાન ટૂંકા હોય છે અને તેમને સૂર્યપ્રકાશ ઓછો મળે છે, તેઓને બાળજન્મ પછી હતાશા થવાનું જોખમ વધારે હોય છે. ભારતીય મૂળના વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવેલા અધ્યયનમાં આ વાત સામે આવી છે.

આ અભ્યાસ જર્નલ ઓફ બિહેવિયરલ મેડિસિનમાં પ્રકાશિત થયો છે. અભ્યાસ સૂર્યપ્રકાશ અને હતાશા વચ્ચેના સંબંધ વિશે પહેલેથી જ અસ્તિત્વમાં છે તે માહિતી સાથે સુસંગત છે.

image source

યુ.એસ. સ્થિત સાન જોસ સ્ટેટ યુનિવર્સિટીના દીપિકા ગોયલ અને તેના સાથીઓએ શોધી કાઢયું છે કે, જોખમ ધરાવતી સગર્ભા સ્ત્રીઓમાં વિટામિન ડીની માત્રામાં વધારો કરવાની ભલામણ ચિકિત્સકો માટે મદદરૂપ થઈ શકે છે.

સંશોધનકારોએ અધ્યયનમાં સમાવિષ્ટ 293 મહિલાઓની માહિતીનું વિશ્લેષણ કર્યું. અમેરિકાની કેલિફોર્નિયાના અભ્યાસમાંથી સમાવિષ્ટ આ બધી મહિલાઓ પહેલીવાર માતા બની હતી.

image source

તેમની ગર્ભાવસ્થાના છેલ્લા ત્રણ મહિનાનો ડેટા શામેલ હતો. મહિલાઓની ઉંમર, તેમની સામાજિક-આર્થિક સ્થિતિ અને તેઓ કેટલા કલાકો સૂવે છે જેવા પરિબળો સામેલ કર્યા હતા. આ અભ્યાસમાં સામેલ સ્ત્રીઓમાં હતાશાનું 30 ટકા જોખમ હોવાનું જાણવા મળ્યું હતું.

સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે જે સ્ત્રીઓ ગર્ભાવસ્થા દરમિયાન તેમના શારીરિક પરિવર્તન વિશે વધુ સકારાત્મક વિચાર કરે છે. તેમના તેમના જીવનસાથી સાથે સારા સંબંધ હોવાની સંભાવના વધુ હોય છે.