ગરમીમાં આ ટિપ્સ ફોલો કરશો તો ક્યારે નહિં પડો બીમાર, અને ક્યારે નહિં થઇ જાય બીપી લો

મિત્રો, ઠંડુ પાણી પીવાથી તમે ઉનાળાની સળગતી ગરમીથી તાત્કાલિક રાહત મેળવી શકો છો પરંતુ, તે તમારી પાચક પ્રક્રિયા અને આંતરડાની ગતિને અસર કરી શકે છે. રોગમુક્ત ઉનાળો માણવા તથા સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે તમને ગરમ હવામાનમાં તેનાથી બચવા માટેના કેટલાક ઉપાયો વિશે આજે અમે તમને જણાવીશું. તો ચાલો જાણીએ.

image soucre

ગરમીના મૌસમમા રજાઓ માણવા માટેનો એક ખૂબ જ સારો સમય છે. આ સમય દરમિયાન એલર્જીની સમસ્યાઓ, પાચક સમસ્યાઓ, ચેપની સમસ્યા, સનબર્નની સમસ્યા અને ગરમી જેવી અમુક સ્વાસ્થ્ય જોખમો સાથે લાવે છે. આ સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ સમસ્યાઓ દૂર કરવા માટે અમુક પ્રકારની સાવચેતીઓ લઈ શકાય છે અને ગરમીને દૂર કરીને અને વધુ સુખદ બનાવી શકાય છે.

image soucre

જ્યારે બહારનુ તાપમાન અને વાતાવરણ ખુબ જ વધારે પડતુ અસહ્ય બને છે, ત્યારે આપણે બરફ અથવા ઠંડુ પાણી પીવાનુ પસંદ કરીએ છીએ. જો કે, તે થોડા સમય માટે ગરમીથી તાત્કાલિક રાહત અપાવવા માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે પરંતુ, તે તમારા સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. ગરમીને દૂર કરવા અને સ્વાસ્થ્યને વધુ તંદુરસ્ત બનાવવા માટે અમુક ટીપ્સનુ પાલન કરવુ પણ ફાયદાકારક રહેશે.

image soucre

આ ગરમીના સમયકાળ દરમિયાન તળેલા અને તેલયુક્ત ભોજનના સેવન સામે વિશેષ સાવચેતી રાખવી. ખાસ કરીને ગરમીની ઋતુમા તે તમારા શરીરનુ તાપમાન ખુબ જ વધારે પડતુ ગરમ થઇ શકે છે. આના કારણે તમારે ડિહાઇડ્રેશનની સમસ્યાનો સામનો પણ કરવો પડી શકે છે.

image soucre

આ ગરમીના સમયમા તમારે માંસના સેવનને પણ મર્યાદિત કરવો કારણકે, તેનાથી પરસેવો, પાચન સાથે સંકળાયેલી સમસ્યાઓ અને ઝાડાની સમસ્યાઓ પણ થઈ શકે છે. આ ઉપરાંત તળેલા અને તેલયુક્ત ખોરાકને લીધે હૃદયની સમસ્યા અને વજન વધવાનુ જોખમ પણ રહેલું છે. આ સિવાય તેના સેવનથી તમારા બ્લડ સુગરનુ સ્તર પણ વધે છે.

image soucre

આ ઉપરાંત જો તમે ઠંડા બરફનું પાણી પીવો તો તે પણ તમને ઝળહળતા સૂર્યના કિરણો સામે તાત્કાલિક રાહત અપાવી શકે છે પરંતુ, તે તમારી પાચક પ્રક્રિયા અને આંતરડાની ગતિને પણ અસર કરી શકે છે. તે તમારી રોગપ્રતિકારક શક્તિ, થાક અથવા નબળાઇની સમસ્યા દૂર કરી શકે છે.

image soucre

સંશોધન દ્વારા સાબિત થયું છે કે, ઠંડા પાણીના ઉપયોગથી હ્રદયના ધબકારા પણ વધે છે. આ સિવાય સરદર્દનો દુ:ખાવો પણ થાય છે અને ગળામાં ચેપ થવાની સંભાવના વધારે છે. તમારી જાતને હાઇડ્રેટેડ રાખવા માટે ઓરડાના તાપમાને પાણી પીવો અથવા નાળિયેર પાણીનો ઉપયોગ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત