આ ઘરેલૂ ઉપાયની મદદથી તમે મેળવી શકો છો નેચરલી ગ્લોઈંગ સ્કીન, કરો આ કામ

જો તમે ઇચ્છો છો તે તમારી સ્કીન નેચરલી ગ્લોઈંગ અને સુંદર રહે તો તમે કેટલાક ઘરેલૂ ઉપાયોની મદદ લઈ કો છો. તો જાણો શું કરવું અને કેવી રીતે કરવું.

કાચું દૂધ

image source

કાચા દૂધમાં પ્રોટીન, કેલ્શિયમ હોય છે. તે ચહેરા પર નિખાર લાવવામાં તમારી મદદ કરી શકે છે. કાચા દૂધને 15 મિનિટ સુધી ફેસ પર લગાવી રાખો અને પછી તેને ધોઈ લો. આ નાનો અને સરળ ઉપાય રોજ કરવાથી તમારી સ્કીન પર નેચરલ ગ્લો જોવા મળશે.

ટામેટા

image source

એક ચમચી દૂધમાં લીંબુનો રસ અને ટામેટાની પેસ્ટને મિક્સ કરીને એક મસ્ત પેસ્ટ બનાવો. તેને થોડો સમય સુધી ફેસ પર લગાવીને રાખો. આ પછી તમારો ફેસ વોશ કરી લો. તેનાથી સ્કીન નિખરેલી જોવા મળશે.

દહીં

image source

દહીં ટેનિંગ હટાવવામાં મદદ કરે છે. ફેસ પર સિમ્પલ દહીં લઈને તેને 30 મિનિટ સુધી લગાવીને રાખો. આ પછી સાદા પાણીથી ફેસ વોશ કરી લો. આ પછી લગભગ 2 કલાક સુધી ફેસ પર કંઈ પણ એપ્લાય ન કરો. થોડા દિવસના પ્રયોગ બાદ તમને રીઝલ્ટ જોવા મળશે.

ગુલાબજળ

image source

ગુલાબજળ લગાવવાથી તમારો ચહેરો ફ્રેશ દેખાય છે. તેનાથી સોફ્ટનેસ પણ કાયમ રહે છે. તેને ફેસ પર લગાવીને હાથથી મસાજ કરો. તેમ કર્યા બાદ પાણીથી ચહેરો ધોઈ લો, તમારા ફેસ પર ગ્લો જોવા મળશે.

અલોવેરા જેલ

image source

અલોવેરા જેલમાં એન્ટીઓક્સીડન્ટ્સ હોય છે. આ ચહેરાની અનેક સમસ્યાને દૂર કરે છે. અલોવેરાને ફેસ પર લગાવો અને થોડી વાર રહેવા દો. આ પછી ફેસ ધોઈ લો. આમ કરવાથી ચહેરા પર નરમાશ આવે છે અને સ્કીન સોફ્ટ થાય છે.

image source

તો હવે તમારે કોઈ પાર્લરમાં જવાની જરૂર નથી અને ન તો કોઈ વધારે રૂપિયા ખર્ચ કરવાની જરૂર છે. આ નાની અને ઘરેલૂ વસ્તુઓની મદદથી તમે તમારા ચહેરા પર નિખાર લાવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત