ઘરે આ રીતે બનાવી લો હેર માસ્ક, વાંકડિયા વાળ પર બનશે મુલાયમ અને શાઈની

વાળ માણસની સુંદરતામાં ખાસ ભાગ ભજવે છે. એવામાં વાળને મજબૂત બનાવી રાખવા માટે અને તેની દેખરેખને માટે ખાસ જરૂર રહે છે. વાત જો કર્લી વાળ કે વાંકડિયા વાળની હોય તો તેની કેર કરવાનું મુશ્કેલ બને છે. પરંતુ કેટલાક ઘરેલૂ ઉપાયો એવા છે જેની મદદથી વાળને મજબૂત રાખવાની સાથે તેની ચમક પણ વધારી શકાય છે. તેમાંથી એક છે હેર માસ્ક. તેના ઉપયોગથી તમારા વાળ શાઈની અને મુલાયમ બની શકે છે. આમ તો હેર માસ્ક બજારમાં પણ મળી રહે છે પણ ઘરે બનેલા હેર માસ્ક કેમિકલ રહિત હોય છે. તેનાથી વાળને કોઈ નુકસાન થશે નહીં.

images source

અલોવેરા જેલ- નારિયેળ તેલ વાળને મુલાયમ બનાવશે અને વાળને શાઈની અને મજબૂત કરવાનું કામ કરશે. અલોવેરા જેલ અન નારિયેળ તેલથી આ હેર માસ્ક બન્યું છે. આ હેર માસ્કને તૈયાર કરવા માટે અડધો કપ અલોવેરા જેલમાં પાંચ ચમચી નારિયેળ તેલ મિક્સ કરો અને સાથે વાળના મૂળ સુધી તેને સારી રીતે લગાવી લો. થોડી વાર તેનાથી વાળની માલિશ કરો. અલોવેરા જેલ વાળને મુલાયમ કરે છે અને સાથે નારિયેળ તેલ વાંકડિયા વાળને પણ પોષણ આપે છે.

કેળા અને મધનો હેરમાસ્ક આપે છે ચમક

image source

તમારા વાળની લંબાઈના આધારે કેળા લો અને તેને કાપી લો. તેમાં થોડું મધ મિક્સ કરો અને લગભગ 4 ચમચી સાબુદાણાનો સ્ટાર્ચ મિક્સ કરો. આ વાતનું ધ્યાન રાખો કે સાબુદાણાને સ્ટાર્ચ તૈયાર કરવા સાબુદાણાને પાણીમાં પલાળીને રાખો. ત્યારે જ તે હેર માસ્ક બનાવવા માટે ઉપયોગમાં લઈ શકાશે. આ પછી કેળાને પ્યાલામાં લઈ તેની પેસ્ટ બનાવી લો. તેમાં મધ, સાબુદાણા મિક્સ કરો. પછી તેને પોતાના વાળ અને માથા પર સારી રીતે લગાવી લો. યાદ રાખો કે તમે વાળમાં તેલ ન લગાવ્યું હોય તેનું ધ્યાન રાખો. આ હેર માસ્ક વાળમાં ચમક લાવશે.

સાબુદાણા દહીનો હેર માસ્ક વાળને આપે છે પોષણ

image source

લગભગ 4 ચમચી સાબુદાણા, 2 ચમચી દહીં અને 3 ચમચી અલોવેરા જેલ લો. સાબુદાણાનો પાવડર તૈયાર કરી લો. ફરી તેને ઉકલતા પાણીમા સાબુદાણાનો પાવડર મિક્સ કરો. તેને થોડો સમય ઉકાળો અને ગેસ બંધ કરી લો.

image source

જ્યારે આ મિશ્રણ ઠંડુ થાય તો તેમાં દહીં અને એલોવેરા મિક્સ કરી લો. પછી તેને વાળ પર સારી રીતે હાથથી એપ્લાય કરો. તેને વાળમાં લગભગ એક કલાક માટે રહેવા દો અને પછી રોજ જે શએમ્પૂ યૂઝ કરો છો તેનાથી વાળને સારી રીતે ધોઈ લો. સાબુદાણાનો સ્ટાર્ચ વાળની ચમક વધારે છે અને તેને જરૂરી પોષણ પણ આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત