એક ગ્લાસ દૂધમાં મિક્સ કરી લો આ વસ્તુ, સૂકી ખાંસી સહિત આ મુશ્કેલીઓમાં મળશે રાહત

દૂધ હેલ્થ માટે સારું માનવામાં આવે છે. આ માટે પોતાને હેલ્ધી રાખવા માટે એક ગ્લાસ દૂધનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ જો દૂધમાં સૂકી અંજીર મિક્સ કરીને પી લેવાય તો તે તમને વધારે ફાયદો આપે છે. કેમકે તે હેલ્થ માટે ફાયદો કરે છે. અંજીરમાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફાઈબર જેવા તત્વો હોય છે. એવામાં સૂકા અંજીરને તમે દૂધમા મિકસ કરીને પીઓ છો તો શરીરને ફાયદો થાય છે.

image source

દૂધ કેલ્શિયમથી ભરપૂર હોય છે. આ સિવાય અંજીરમાં પણ અનેક પોષક તત્વો હોય છે. તેનાથી શરીરના હાડકા મજબૂત રહે છે. એવામાં રાતે સૂતા પહેલા એક ગ્લાસ દૂધની સાથે અંજીર ખાવાનું સ્વાસ્થ્ય માટે ફાયદારૂપ માનવામાં આવે છે. દૂધમાં અંજીર મિક્સ કરી લેવાના અનેક ફાયદા છે.

અંજીર વાળા દૂધથી શરીરમાં એનર્જી રહે છે

image source

જો તમે રાતે એક ગ્લાસ દૂધમાં અંજીર મિક્સ કરીને પીઓ છો તો તેનાથી શરીરમાં આખો દિવસ તાકાત બની રહે છે. અંજીરમાં સલ્ફર, ક્લોરિન, વિટામિન ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. તેનાથી શરીકમાં એનર્જી કાયમ રહે છે. આ માટે ગરમીની સીઝનમાં દૂધમાં અંજીર મિક્સ કરીને પીવાની સલાહ અપાય છે.

દૂધ અને અંજીરથી બ્લડ પ્રેશર રહે છે સારુ

image source

દૂધમાં અંજીર મિક્સ કરીને પીવાથી હાઈ બીપી સારું રહે છે. અંજીરમાં ફ્લેવોનોઈડ અને પોટેશિયમ પૂરતા પ્રમાણમાં રહે છે. એવામાં બંને ચીજોને મિક્સ કરીને પીવાથી બીપીનું સંતુલન બનાવી રાખવામાં સારું રહે છે. આ કારણ છે કે અંજીરને દૂધમાં મિક્સ કરીને પીવાથી બ્લડ પ્રેશરમાં સમસ્યા ઓછી રહે છે.

પાચનક્રિયા સારી રહે છે

image source

પાચનક્રિયાને સારી બનાવી રાખવા માટે દૂધમાં અંજીર મિક્સ કરીને ખાવાથી ફાયદો મળે છે. અંજીરમાં ફાઈબરનું પ્રમાણ પણ સારું હોય છે જે તમારી ડાઈજેસ્ટિવ સિસ્ટમને એક્ટિવ રીતે કાર્ય કરવા માટે પ્રેરિત કરે છે. આ માટે તમારે તેનું સેવન કરવું જોઈએ. પાચનતંત્રને મજબૂત રાખવામાં પણ તે સહાયક રહે છે.

શરીરમાં નથી થતી લોહીની ખામી

image source

દૂધમાં અંજીર મિક્સ કરીને ખાવાથી શરીરમાં લોહીની ખામી થતી નથી. શરીરમાં આયર્નની ખામી આવવાથી લોહીની ખામી દેખાય છે. અંજીરમાં આયર્ન વધારે પ્રમાણમાં હોય છે. તેના સેવનથી હિમોગ્લોબીનનું લેવલ વધે છે. આ સિવાય અંજીરથી શરીરમાં બીમારી સામે લડવાની ક્ષમતા પણ વધે છે. જ્યારે દૂધ શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે છે. આ માટે અંજીર અને દૂધનું સેવન કરવાથી શરીરમાં લોહી વધે છે.

અંજીર વાળું દૂધ સ્કીનને કરે છે ફાયદો

image source

દૂધ અને અંજીરનું સેવન કરવાથી સ્કીનની સમસ્યાઓ પણ દૂર થાય છે. અંજીરમાં વિટામીન, એન્ટી ઓક્સીડન્ટ્સ અને મિનરલ્સ પણ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. જ્યારે દૂધથી સ્કીન સાફ થાય છે. એવામાં દૂધમાં અજીર મિક્સ કરીને પીવાની સલાહ અપાય છે.

પુરુષો માટે કરે છે ફાયદો

image source

આમ તો પુરુષોને સવારના સમયે સૂકા અંજીર ખાવાની સલાહ અપાય છે પણ પુરુષો પણ દૂધની સાથે તેને મિક્સ કરીને પીવે છે તો તે ફાયદો કરે છે. અંજીર વિટામીન અને મિનરલ્સથી ભરપૂર હોય છે. જ્યારે દૂધ પણ પુરુષોને માટે ફાયદો કરે છે. આ માટે પુરુષોને દૂધમાં અંજીર મિક્સ કરીને પીવાની સલાહ અપાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત