ઘાટના કિનારે અમિતાભ બચ્ચને પૂજા આરતી કરી ધન્યતા અનુભવી, ગંગાની આરતી ઉતારતા હોય એવા ફોટા થયા વાયરલ

અમિતાભ બચ્ચનને આજે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ દરેક વ્યક્તિ ઓળખે છે. તેમનો જન્મ ઓક્ટોબર 11, 1942 માં થયો હતો. એ ભારતીય ફિલ્મ અભિનેતા અને પ્રખ્યાત હિન્દી સાહિત્યકાર હરિવંશ રાય બચ્ચનના પુત્ર છે. તેમણે 1970 ના દાયકા દરમિયાન ખૂબ જ લોકપ્રિયતા મેળવી અને ત્યારથી તેઓ ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક અગ્રણી વ્યક્તિ બની ગયા. બિગ બી એ તેમની કારકિર્દીમાં દાદાસાહેબ ફાળકે પુરસ્કાર, ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અને બાર ફિલ્મફેર પુરસ્કારો સહિત અનેક એવોર્ડ જીત્યા છે. સર્વશ્રેષ્ઠ અભિનેતા ફિલ્મફેર પુરસ્કારોની સૌથી વધુ સંખ્યાનો રેકોર્ડ તેમના નામે છે. અભિનય ઉપરાંત, બચ્ચને 1984 થી 1987 સુધી પ્લેબેક સિંગર, ફિલ્મ નિર્માતા, ટીવી પ્રસ્તુતકર્તા અને ભારતીય સંસદના ચૂંટાયેલા સભ્ય તરીકે ભૂમિકા ભજવી હતી. તેણે લોકપ્રિય ભારતીય ટીવી શો “કૌન બનેગા કરોડપતિ” માં ઘણા વર્ષો સુધી હોસ્ટની ભૂમિકા પણ ભજવી છે અને હજુ પણ આ શો હોસ્ટ અમિતાભ બચ્ચન જ કરે છે.

image source

બિગ બી ઋષિકેશમાં પૂજા-અર્ચના તથા મા ગંગાની આરતી કરતા જોવા મળ્યા હતા. અમિતાભ બચ્ચનની ઘાટ પર પૂજા કરતા હોય એવી તસવીરો વાઇરલ થઇ છે. અમિતાભની સાથે સ્વામી ચિદાનંદ સરસ્વતી હતા.

અમિતાભ બચ્ચન એથનિક લુકમાં જોવા મળ્યા હતા. તેમણે કુર્તા, પાયજામો તથા નેહરુ જેકેટ પહેર્યું હતું.

image source

એક તસવીરમાં તેઓ સીડી પર સ્વામી ચિદાનંદ સરસ્વતીના ભજન સાંભળતા જોવા મળ્યા હતા. સ્વામી ચિદાનંદ પરમાર્થ નિકેતનના અધ્યક્ષ છે.

image source

અમિતાભ બચ્ચન ઉત્તરાખંડમાં અપકમિંગ ફિલ્મ ‘ગુડબાય’નું શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મમાં રશ્મિકા મંદાના છે. હાલમાં જ બિગ બીએ સો.મીડિયામાં રશ્મિકા સાથેની તસવીર શૅર કરી હતી.

image source

અમિતાભ છેલ્લે ‘ઝુંડ’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં બિગ બીની એક્ટિંગનાં વખાણ કરવામાં આવ્યાં હતાં. હવે તેઓ ‘બ્રહ્માસ્ત્ર’, ‘રનવે 34’, ‘ગુડબાય’ જેવી ફિલ્મમાં જોવા મળશે.