26 વર્ષની અભિનેત્રીની ક્રૂરતાથી હત્યા પછી ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ, શરીર સાથે આટલી બર્બરતા કરી કે તમારું કાળજું કંપી જશે

જાણીતી અભિનેત્રી સાથે બની આવી ઘટના, વાંચીને તમારો આત્મા કંપી જશે. આ 26 વર્ષીય અભિનેત્રીને પહેલા એક બેંકરે હથોડી વડે માર્યું, પછી તેના શરીરના ટુકડાને એક બોરીમાં નાખીને રોડની બાજુમાં ફેંકી દીધા. હાલમાં પોલીસે અભિનેત્રીની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી લીધી છે. આ આરોપીનું નામ ડેવિડ ફોન્ટાના છે, જેની ઉંમર 43 વર્ષ હોવાનું કહેવાય છે.

image source

મૃતક અભિનેત્રીની ઓળખ કેરોલ માલ્ટેસી તરીકે થઈ છે, જેનું સ્ટેજનું નામ શાર્લોટ એન્જી જણાવવામાં આવી રહ્યું છે. મહિલાનો વિકૃત મૃતદેહ 20 માર્ચે લોમ્બાર્ડી ક્ષેત્રના પાલિન ગામ નજીક એક શિખર પર મળી આવ્યો હતો.

અહેવાલ મુજબ પોલીસને શંકા છે કે અભિનેત્રીની હત્યાના સંબંધમાં આરોપીએ પહેલા અભિનેત્રીને હથોડી વડે મારી. તેની ઓળખ છુપાવવા માટે તેના મૃતદેહને સળગાવી દેવામાં આવ્યો હતો. જે બાદ તેના ટુકડા કરી બોરીમાં પેક કરવામાં આવ્યા હતા.

image source

આ કેસમાં પોલીસે મંગળવારે ડેવિડ ફોન્ટાના નામના 43 વર્ષના વ્યક્તિની ધરપકડ કરી હતી. આરોપીઓ પર હત્યા, પુરાવાનો નાશ અને લાશ છુપાવવા જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. પૂછપરછ દરમિયાન, આરોપી બેંકરે કથિત રીતે અભિનેત્રીની હત્યા કર્યાની કબૂલાત કરી છે. આરોપીએ પોલીસને જણાવ્યું કે તેણે જાન્યુઆરીમાં અભિનેત્રીની હત્યા કરી હતી અને લાશને કેટલાક દિવસો સુધી ફ્રીઝરમાં રાખી હતી. લગભગ એક મહિના પછી તેને ફેંકી દીધી. અભિનેત્રીની ઓળખ તેના ફેન્સે કરી હતી. આ મૃત અભિનેત્રી મિલાનની રેસકાલ્ડીના મ્યુનિસિપાલિટીમાં રહેતી હતી.