રોજ ૨ ચમચી ઘી ખાવાથી થશે અજબ-ગજબ ફાયદાઓ…

આ વાત સો ટકા સાચી છે કે ઓફિસમાં કામ કરનારાઓને ઘણી બધી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થઇ જાય છે અને તેની પાછળનું સૌથી મોટું કારણ બેદરકારી અને ખોટી આદતો હોય છે. જેમાં શરીરના અંગોમાં દર્દથી લઈને તણાવ સુધી અને તણાવથી લઇને હૃદયની બિમારી પણ ઓફિસમાં કામ કરનારાઓને થઇ જાય છે. તો ચાલો આજે જાણી લો વર્કિંગ એટલે ઓફિસમાં કામ કરનારા લોકોને કઇ-કઇ સ્વાસ્થ્યને લગતી બિમારીઓનો સામનો કરવો પડી શકે છે અને સમય રહેતા ચેતી જાઓ. ઘણાં લોકો એવા હોય છે જે ઘીના નામથી જ દૂર ભાગે છે. પરંતુ તમને જણાવી દઈએ કે, આયુર્વેદમાં ગાયના ઘીને અમૃત સમાન માનવામાં આવે છે જેમાં સો પ્રકારના ગુણ હોય છે. જે એક દવાની જેમ કામ કરે છે. અત્યારે બધાં જ ઘી ખાવાની સલાહ આપે છે. એમાં પણ ગાયનું ઘી શરીરના અનેક રોગોને ખતમ કરવામાં મદદ કરે છે. રોજ ૨ ચમચી ઘી ડાયટમાં અવશ્ય સામેલ કરવું જોઈએ. તો આજે જાણી લો ઘી ખાવાના અદભૂત ફાયદાઓ.

ઈન્યૂનિટી વધારે

IMAGE SOURCE

દેશી ઘી ઇમ્યૂન સિસ્ટમને મજબૂત કરવામાં હેલ્પ કરે છે, જેનાથી વ્યક્તિને ઈન્ફેક્શન અને બીમારીઓ સામે લડવાની તાકાત મળે છે. ગાયનું ઘી ખાવાથી તમારું ભોજન જલ્દી ડાઇજેસ્ટ થાય છે અને મેટાબોલિઝમ યોગ્ય રહે છે.

ત્વચામાં નિખાર લાવે છે

IMAGE SOURCE

ગાયના ઘીમાં ખૂબ જ વધારે માત્રામાં ઓન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે, જે ફ્રી રેડિકલ્સ સામે લડે છે અને ચહેરાની ચમકને જાળવી રાખે છે. સાથે ડ્રાયનેસને પણ ઓછી કરે છે. માટે તમે ગાયના ઘીથી રોજ ડાયટમાં સામેલ કરવું.

કોલેસ્ટ્રોલ ઓછું કરવું

IMAGE SOURCE

ઘી બોડીમાં બેડ કોલેસ્ટ્રોલના લેવલને યોગ્ય રાખે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં હેલ્પ કરે છે. માટે જો તમે કોલેસ્ટ્રોલની સમસ્યાથી પરેશાન છો, તો તમારી ડાયટમાં ગાયનું ઘી જરૂર લેવું.

કબજિયાતને દૂર ભગાડે છે

જો તમને કબજિયાતની સમસ્યા છે તો હવે તમારે પરેશાન થવાની જરૂર નથી. આ સમસ્યાને દૂર કરવા માટે સૂતા પહેલાં ગરમ દૂધમાં એક ચમચી ગાયનું ઘી મિક્સ કરીને પીવું જોઇએ.

માઇગ્રેનથી બચાવે

માઇગ્રેન થવા પર માથાના અડધા ભાગમાં દુખાવો થાય છે. મહિલાઓને માઇગ્રેન દરમિયાન ઉબકા અને ઊલટી પણ થવા લાગે છે. આ માટે દરરોજ સવાર-સાંજ ગાયના ઘીના બે ટીપા નાકમાં નાખવાં. આ ઉપચાર કરવાથી દિમાગ ફ્રેશ રહે છે અને એલર્જી પણ દૂર થાય છે.

કફ દૂર કરવો

IMAGE SOURCE

ગાયનું ઘી ખાવાની સાથે લગાવવું પણ ફાયદાકારક સાબિત થાય છે. બાળકોને જ્યારે કફની ફરિયાદ હોય ત્યારે ગાયના ઘીને ગરમ કરીને તેમાં થોડું મીઠું મિક્સ કરી છાતી, ગળા અને પીઠ પર માલિશ કરવાથી કફ એક જ દિવસમાં છૂમંતર થઇ જાય છે.

આપણે સવારે ઊઠીને જે પણ કામ કરીએ છીએ તેની સીધી અસર આપણાં સ્વાસ્થ્ય પર થાય છે. જે લોકો સવારે ચા-કોફી પીવે છે તેમના સ્વાસ્થ્યને નુકસાન થાય છે. સવારે એવા કામ કરવા જોઈએ જેનાથી ફાયદો થાય. આયુર્વેદમાં ઘીને ઊર્જા આપનાર કહેવામાં આવે છે. જો તમે રોજ સવારે સૌથી પહેલાં ૧ નાની ચમચી એટલે કે ૫ થી ૧૦ ગ્રામ ઘી પીવો અને તેની પર ૧ ગ્લાસ નવશેકું પાણી પી લો તો જડમાં જડ બીમારીઓ પણ ઠીક થઈ શકે છે અને શરીર નિરોગી બની શકે છે. પણ ધ્યાન રાખવું કે ઘી લીધા બાદ અડધો કલાક સુધી કંઈ જ ખાવું નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત