આ સરળ રીતે ઘરે ચેક કરો તમારું સેનિટાઇઝર અસલી છે કે નકલી…

ચીનના વુહાન શહેરમાંથી શરૂ થયેલા કોરોના વાયરસનું સંક્રમણ વિશ્વભરના દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. ભારતમાં પણ દરરોજ કોરોનાથી સંક્રમણના કેસો સામે આવી રહ્યા છે.આજે દુનિયભરમાં કોરાના વાયરસના કારણે ફેલાયેલી મહામારીમાં સાવચેતી રાખવા માટે સૅનેટાઇઝર, માસ્ક અને જેનાથી સુરક્ષિત રહી શકાય એવી વસ્તુઓની ખાસ જરૂર પડતી હોય છે,

image source

પરંતુ અચાનક આવી પડેલી આ મહામારી અને કાળાબજારીઓના કારણે બજારની અંદર સૅનેટાઇઝર મળવું પણ મુશ્કેલી ભર્યું થઇ ગયું છે, ત્યારે લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને ચિંતિત હોવાના કારણે નકલી સૅનેટાઇઝર પણ ખરીદી લેતા હોય છે, જેની કોઈ જ અસર થતી નથી, ઘણા લોકો મોટી કિંમત આપીને પણ સૅનેટાઇઝર ખરીદતા હોય છે, અને ઘણા લોકો હજુ પણ સૅનેટાઇઝર ખરીદવાના પ્રયાસો કરી રહ્યા છે.

image source

હાલમાં જ કેટલીક જગ્યાએ નકલી સેનિટાઈઝર બનાવનારી કંપનીઓનો ભાંડો ફૂટ્યો છે. આ કંપનીઓ બ્રાન્ડેડ કંપનીઓ જેવા જ નકલી સેનિટાઈઝર બનાવી રહી હતી. લોકોને હવે એ જાણવામાં પરેશાની થઈ રહી છે કે, સેનિટાઈઝર અસલી છે કે નકલી. તો ચાલો આજે તમને જણાવી દઈએ.

image source

સરકારની સૂચના મુજબ કોરોનાથી બચવા માટે ૭૦ થી ૮૦ ટકા આલ્કોહોલવાળા સેનિટાઈઝરનો જ ઉપયોગ કરવો, પરંતુ કઈ રીતે ચેક કરવું કે સેનિટાઈઝર અસલી છે. તે જાણવા માટે તમે ઘરમાં રહેલાં લોટથી ચેક કરી શકો છો. તેના માટે એક વાટકીમાં એક ચમચી લોટ લઈને તેના પર સેનિટાઈઝર નાખો. પછી લોટ બાંધવાની કોશિશ કરો. જો તેનાથી લોટ બંધાઈ જાય તો સમજો કે, સેનિટાઈઝર નકલી છે. કારણ કે, અસલી સેનિટાઈઝરથી લોટ બંધાશે નહીં અને લોટ છૂટો પડેલો રહેશે. જ્યારે નકલીથી લોટ બંધાઈ જશે.

image source

આજકાલ બધાના ઘરે ટોયલેટ અને ટિશ્યૂ પેપર હોય છે. હાથ, વાસણ અથવા સફાઈ માટે તેનો ઉપયોગ થાય છે. તો એક ટિશ્યૂ પેપર લઈને વચ્ચે પેનથી એક નાનું કાણું કરી દો. હવે તેની પર સેનિટાઈઝરનું એક ટીપું નાખી દો. જો સ્યાહીથી બનેલું કાણું ફેલાઈ જાય છે તો સેનિટાઈઝર નકલી છે અને જો કાણું એવું જ રહે છે અને થોડીવારમાં તે સૂકાઈ જાય તો સમજો કે સેનિટાઈઝર અસલી છે.

image source

હજી એક સરળ રીત છે. એક વાટકીમાં થોડું સેનિટાઈઝર કાઢીને તેના પર હેર ડ્રાયરથી હવા મારો. જો સેનિટાઈઝ ૫ થી ૭ સેકન્ડમાં સૂકાઈ જાય તેનો મતલબ છે કે તે અસલી છે અને જો સૂકાવામાં મોડું થાય તો સમજો કે તે નકલી છે. ઘરે બનાવાયેલું આયુર્વેદિક હેન્ડ સેનિટાઈઝર વગર કેમિકલનું હોય છે, જે તમારા હાતોની ત્વચાને નુકસાન નથી પહોંચાડતું. ટી ટ્રી ઑઈલ બેક્ટીરિયા અને વાયરસને ખતમ કરે છે. તમારા હાથોમાં રૂખાપણું નહીં આવવા દે. તમે તેને આરામથી પોતાની સાથે કેરી કરી શકો છો. મહિલાઓ તેને પોતાના પર્સમાં અને પુરૂષ પોતાના ખીસ્સામાં રાખી શકે છે.તો સુરક્ષિત સેનીટાઇઝર જ વાપરવું હિતાવહ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત