શું ખરેખર ચશ્મા પહેરનાર વ્યક્તિને કોરોનાનું જોખમ ઓછુ છે?

સંશોધનથી બહાર આવ્યું છે કે ચશ્માં પહેરેલા લોકોમાં અન્ય વ્યક્તિઓ કરતાં કોરોનાનું જોખમ ઓછું હોય છે.

કોરોનાવાયરસની અસર વિશ્વભરમાં જોવા મળી રહી છે.આ વાયરસથી સમગ્ર વિશ્વના લોકોની જીવનશૈલી બદલાઈ ગઈ છે.કોવિડ -19 ને હરાવવા માટે વિશ્વભરમાં વિવિધ પ્રકારના સંશોધન કરવામાં આવી રહ્યા છે.ઉપરાંત,રસી બનાવવામાં વિશ્વભરના વૈજ્ઞાનિકોએ રાત-દિવસ એક કર્યા છે અને જ્યાં સુધી રસીના મળે ત્યાં સુધી લોકો કોરોનાના આ રોગથી બચવા માટે દરેક પ્રકારના પ્રયાસો કરે છે,

image source

જેવી ડોકટરો સલાહ આપે છે તેવી રીતે કાળજીઓ રાખે છે.આ સમય દરમિયાન એક સંશોધન બહાર આવ્યું છે કે ચશ્માં પહેરેલા વ્યક્તિઓમાં બીજા વ્યક્તિની તુલનામાં કોરોના વાયરસનું જોખમ ઓછું રહેલું છે. તમને આ સાંભળીને આશ્ચ્ર્ય થશે,પણ હા આ સાચું છે,તો ચાલો અમે તમને જણાવીએ કે કેવી રીતે કોરોના વાયરસથી ચશ્માં પહેરેલા વ્યક્તિઓને ઓછું જોખમ રહેલું છે.

276 કોરોનાના દર્દીઓ શામેલ છે

image source

સંશોધન કહે છે કે કોરોનાવાયરસ આંખો દ્વારા પણ આપણા શરીરમાં પ્રવેશી શકે છે.આ સંશોધન ચીનના સુઇઝોઉ પ્રાંતમાં કરવામાં આવ્યું છે.વૈજ્ઞાનિકોએ તેમના સંશોધનમાં કોરોનાથી સંક્રમિત 276 દર્દીઓનો સમાવેશ કર્યો છે.આ સંશોધનમાં વૈજ્ઞાનિકોએ તેમની ગંભીરતાથી તપાસ કરી.તેઓએ એ શોધવાનો પ્રયાસ કર્યો કે શું ચશ્મા પહેરનારા વ્યક્તિઓને કોરોનનો ચેપ વધુ લાગી શકે છે કે ઓછો ?

આંખો દ્વારા પણ કોરોના શરીરમાં પ્રવેશ કરી શકે છે.

image source

વૈજ્ઞાનિકોના આ સંશોધનમાં એવું જાણવા મળ્યું છે કે સામાન્ય માણસો અજાણતાં તેમની આંખોનો 10 વખત સ્પર્શ કરે છે.આપણા શરીરમાં આંખ એક એવું અંગ છે જે ખૂબ નાજુક અને નરમ હોય છે.આંખોમાં સંરક્ષણનો અભાવ છે,જેના કારણે કોરોના ચેપ ફેલાવાનું જોખમ વધારે રહે છે.આ સાથે જ આ સંશોધનથી બહાર આવ્યું છે કે SARS-COV -2 રીસેપ્ટર એન્જીયોટેન્સિન-કન્વર્ટિંગ એન્ઝાઇમ 2 આંખની સમાન બાજુ પર રહે છે.આ રીતે સાર્સ-કોવી -2 આપણા શરીરમાં પ્રવેશી શકે છે.આ સિવાય SARS-COV -2 નાકની નળી અને આંખમાંથી વહેતા આંસુ દ્વારા પણ આપણા શરીરમાં પ્રવેશી શકે છે.એટલે કે કોઈપણ વ્યક્તિને COVID-19 નો ચેપ લાગી શકે છે.

image source

માહિતી અનુસાર કોરોનાના દર્દીઓમાંથી 1 થી 12 ટકા લોકોને કોરોનાનો ચેપ આંખો દ્વારા ફેલાય છે.કોવિડ -19 વાયરસના દર્દીઓની તપાસ કરતી વખતે કોવિડ -19 તેમના આંસુમાંથી પણ મળી આવ્યા હતા.આ સાથે આંખના નિષ્ણાંતોએ પણ તેની પુષ્ટિ કરી છે.ઘણા આંખ નિષ્ણાતોએ પણ પુષ્ટિ આપી છે કે ચશ્મા પહેરીને કોરોનાનો ચેપ ઘટાડી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત